ETV Bharat / state

Election of Mahuva Marketing Yard: ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી 4 ફેબ્રુઆરી યોજાશે - ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડ

મહુવા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી (Election of Mahuva Marketing Yard)આગામી તારીખ 4 ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાનાર છે. તારીખ 5 ફેબ્રુઆરીના રોજ મત ગણતરી અને પરિણામ જાહેર થશે.  ચૂંટણી અધિકારીએ અયોગ્ય જાણતા ફોર્મ રદ કર્યા હતા. જેને લઇ બંને પક્ષકરોએ ચૂંટણી અધિકારી વિરુદ્ધ હાઈકોર્ટમાં(Gujarat High Court ) પિટિશન દાખલ કરતા રાજકારણ ગરમાયુ હતું.

Election of Mahuva Marketing Yard: ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી 4 ફેબ્રુઆરી યોજાશે

author img

By

Published : Jan 28, 2022, 9:44 PM IST

ભાવનગરઃ ડુંગળીનું હબ ગણાતું મહુવાનું માર્કેટિંગ યાર્ડની ચૂંટણી (Election of Mahuva Marketing Yard)આગામી તારીખ 4 ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાનાર છે અને તારીખ 5 ફેબ્રુઆરીના રોજ મત ગણતરી અને પરિણામ જાહેર થશે. મહુવા માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4, ખરીદ વેચાણની 1 બેઠક માટે ભાજપ તરફી15, કૉંગ્રેસ તરફી 14 આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારો એમ કુલ 37 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં ખેડૂત વિભાગના 844, વેપારી વિભાગમાં 623, ખરીદ વેચાણ વિભાગમાં 14 મત દાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

મહુવા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી

ફોર્મ રદ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજીસ્ટર પોરબંદર ઇન્ચાર્જ ભાવનગર જય કુમાર શાહ અને તેની ટીમ સાંભળી રહ્યા છે. પરંતુ સમગ્ર મામલે ચારદીકા ગામના કાળુભાઈ ભોળાભાઈ લાડુમોર અને દયાળ ગામના ગભાભાઈ દવાત ભાઈ ચૌહાણના ફોર્મ ચૂંટણી અધિકારીએ અયોગ્ય જાણતા રદ કર્યા હતા. જેને લઇ બંને પક્ષકરોએ ચુંટણી અધિકારી વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશયન (Gujarat High Court )દાખલ કરતા રાજકારણ ગરમાયુ હતું. સાથે ભાજપના મંત્રી આગેવાનના દબાણને વશ થઈ અને કાયદાકીય રૂપે ફોર્મ રદ કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજયકક્ષાના પ્રધાન રાઘવજી મકવાણા થયા કોરોના સંક્રમિત

હાઈકોર્ટ સુનાવણી

આ બાબતે પિટિશયનના વકીલ બાબુભાઈ માંગુકીયા એ જણાવ્યું હતું કે કોઈનું પણ ફોર્મ રદ કર્યા પેહલા નોટિસ પાઠવવાની હોય છે. તેમજ ચૂંટણી અધિકારીને કદાચ નિયમોનું ભાન નહીં હોય એટલે ભાજપ તરફી લોકોના ઈશારે રાજકીય કિન્નખોરી રાખી ફોર્મ રદ કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. બીજી તરફ ચૂંટણી અધિકારીનો સમ્પર્ક કે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવતા તેઓએ ફોન રિસિવ કરેલ નથી. પરંતુ કહી શકાય કે લગભગ સાંજ સુધીમાં હાઈકોર્ટ સુનાવણી કરવાની સંભાવનાઓ છે.

આ પણ વાંચોઃ Union Budget 2022: ભાવનગરના પ્લાસ્ટિક ઉદ્યોગને કેન્દ્રિય બજેટમાં શું અપેક્ષા છે?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.