ETV Bharat / state

Dummy Student Scam: ભાવનગર પોલીસે બીપીન ત્રિવેદીના આક્ષેપ બાદ યુવરાજસિંહ જાડેજાને પાઠવ્યા સમન્સ - આક્ષેપ બાદ યુવરાજસિંહ જાડેજાને પાઠવ્યા સમન્સ

ભાવનગરના કથિત ડમીકાંડમાં પૈસા લીધા હોવાનો આક્ષેપ કરનાર બીપીન ત્રિવેદીને પગલે ભાવનગર SOG પોલીસે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવ્યું છે. યુવરાજસિંહ જાડેજા સામે બીપીન ત્રિવેદીએ ડમીકાંડ જાહેર કરવાના સમયે યુવરાજસિંહને 55 લાખ આપ્યા હોવાનો આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે હવે પૂછતાછ આદરી છે.

dummy-student-scam-bhavnagar-police-summons-yuvraj-singh-jadeja-after-bipin-trivedis-allegation

author img

By

Published : Apr 18, 2023, 9:09 PM IST

ભાવનગર: ભાવનગરના ડમીકાને પગલે નોંધાયેલી ફરિયાદમાં 36 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના 36 આરોપી બહાર રહેલા બીપીન ત્રિવેદી નામના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 38 ના શિક્ષકનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં ડમીકાંડમાં કેટલાક નામો નહીં જાહેર કરવા માટે યુવરાજસિંહ જાડેજાએ 55 લાખ લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. યુવરાજસિંહએ પણ અનેક વિડીયો મારફત પોતાના ખુલાસા કર્યા હતા. જો કે પોલીસે ધોરણસર યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવી દીધું છે.

યુવરાજસિંહ જાડેજાને સમન્સ
યુવરાજસિંહ જાડેજાને સમન્સ

યુવરાજસિંહ સામેના આક્ષેપનો વાયરલ વીડિયો: બીપીન ત્રિવેદીનો વિડીયો ડમીકાંડની એફઆઇઆર નોંધાયા બાદ વાઇરલ થયા પછી સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બીપીન ત્રિવેદી છેલ્લા ત્રણ દિવસથી પોલીસના સકંજામાં હોવાનું માનવામાં આવી રહ્યું હતું. યુવરાજસિંહ જાડેજાને 55 લાખ પ્રેસ કોન્ફરસમાં ડમીકાંડમાં કેટલાક નામો નહિ લેવા માટે લીધા હોવાનો આક્ષેપ બીપીન ત્રિવેદીએ વાયરલ વીડિયોમાં કર્યો હતો. આક્ષેપોના વિડીયોની વચ્ચે ગુજરાતની એટીએસ પણ તપાસમાં જોડાઈ હોવાની ચર્ચા જાગી હતી. બીપીન ત્રિવેદીએ તેના સમાજના કેટલાક લોકો હોય જેનું નામ જાહેર ન કરવા માટે યુવરાજસિંહને જણાવ્યું હતું. જો કે યુવરાજસિંહ સાથે બીપીન ત્રિવેદીને ઘર જેવા સંબંધ હોવાની પણ સૂત્રોમાંથી વિગત જાણવા મળી હતી. તે પ્રમાણે બીપીન ત્રિવેદીએ યુવરાજસિંહને પોતાના સમાજના કેટલાક લોકોના નામ નહીં લેવા માટે નામ નહીં લેનાર લોકો પાસેથી 55 લાખ મેળવી આપ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.

આ પણ વાંચો Talati Exam 2023 : તલાટી પરીક્ષા ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રો સંદર્ભે મોટો નિર્ણય, પેપર કેવું હશે તેની ઝાંખી આપતાં હસમુખ પટેલ

પોલીસ એક્શન: ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ડમીકાંડની 14 તારીખના રોજ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ બીપીન ત્રિવેદી નામના શિક્ષકનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો ડમીકાંડ અને પગલે જ હોય અને ડમીકાંડ ખોલનાર યુવરાજસિંહ જાડેજા સામે જ આક્ષેપ કરનાર બપીની ત્રિવેદીનો વિડીયો હોવાનું સામે આવ્યું હતું. ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજાએ 55 લાખ લીધા હોવાના આક્ષેપવાળા વિડિયો પછી હવે ધોરણસર ભાવનગર એસઓજી પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજાને CRPC 160 મુજબ સમન્સ પાઠવ્યું છે.

આ પણ વાંચો Bhavnagar Crime : ડમી કૌભાંડમાં SITની તપાસ, કરાઇમાં પીએસઆઈ તાલીમ લેતો ડમી અને બીપીટીઆઈમાં ફરજ બજાવતો કર્મી ઝડપાયો

ભાવનગર DSP કચેરી ખાતે હાજર રહેવા ફરમાન: SOG પોલીસએ સમન્સમાં જણાવ્યું છે કે ભરતનગર પોલીસ સ્ટેશનના ગુન્હામાં તમારા દ્વારા કરાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક નામો જાહેર ન કરવાને લઈને નાણાકીય વ્યવહાર થયો હોય જે બાબતને પગલે તમારો પક્ષ મૂકવા માટે 19/4/ 2023 બપોરે 12 કલાકે ભાવનગર DSP કચેરી ખાતે SOG કચેરીએ હાજર રહેવુ. તેમ સમન્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.