ભાવનગર: ભાવનગર ડીએસપી કચેરી ખાતે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવ્યા બાદ 12 કલાકે હાજર થવાનું હોય જેને પગલે ડીએસપી કચેરીમાં SOG કચેરીએ જતા રસ્તા પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવાઈ ગયો છે. ડીએસપી કચેરીમાં SOG તરફ જવાના માર્ગ પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા પરંતુ યુવરાજસિંહ જાડેજા આવ્યા નહિ અને તેમના પત્નીએ મેઈલ મારફત યુવરાજસિંહની તબિયત પગલે 10 દિવસની વધુ માંગ કરી લીધી હતી. આથી પોલીસે 10ના બદલે 2 દિવસ જ આપ્યા અને બીનું સમન્સ પાઠવી દીધું છે.
DSP કચેરીએ બેરીકેટ: ભાવનગર 36 લોકો સામે ફરિયાદ નોંધાય છે ત્યારે બીપીન ત્રિવેદી નામના શિક્ષકે યુવરાજસિંહ જાડેજા સામે 55 લાખ નામ પ્રેસ કોન્ફરસ નામ ડમીકાંડમાં સામેલ લોકોના નહિ લેવાના લીધા હોવાનો આક્ષેપ કર્યાનો વિડીયો વાયરલ હતો. આથી ભાવનગર SOG દ્વારા સીઆરપીસી 160 મુજબ યુવરાજસિંહ 19 તારીખના રોજ બપોરે 12 કલાક હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. જેને પગલે ભાવનગર ડીએસપી કચેરી ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવાયો હતો. ડીએસપી કચેરીએ SOG કચેરી તરફ જતા રસ્તા ઉપર બેરીકેટ પણ લગાવી દેવામાં આવ્યા હતા. સવારથી પોલીસ અને મીડિયા આકરી ગરમીમાં 2 કલાક સુધી રાહમાં રહ્યા હતા. જો કે યુવરાજસિંહ હાજર થયા નહિ.
યુવરાજસિંહના પત્રનીએ કર્યું ટ્વીટ: ભાવનગર ડીએસપી કચેરીએ પોલીસ મીડિયા રાહમાં રહ્યું પરંતુ યુવરાજસિંહ આવ્યા નહીં અને બપોરે 1:30 કલાક આસપાસ યુવરાજસિંહ જાડેજાના પત્ની બિંદિયાબા દ્વારા ટ્વિટર મારફત જાહેર કરવામાં આવ્યું કે યુવરાજસિંહને પગલે તબિયતરી હોવાથી દસ દિવસની માંગ પોલીસચંદ્ર પાસે કરવામાં આવી છે. જેનો એક પત્ર ઉપર મૂકવામાં આવ્યો અને એસોજીને મેલ કર્યા હોવાનો પણ એક ઈમેજ મુકવામાં આવી હતી. આથી યુવરાજસિંહ 19 તારીખના રોજ નથી જવાના તે સ્પષ્ટ થઈ ગયું હતું અને અટકડો શાંત થઈ ગઈ હતી.
પોલીસની ભૂમિકા દર્શાવી: યુવરાજસિંહ જાડેજા શારીરિક તબિયતને પગલે માંગેલા દસ દિવસને લઈને ભાવનગર પોલીસ તંત્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈજી ગૌતમ પરમાર દ્વારા સાંજે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટ કર્યું હતું કે યુવરાજસિંહ જાડેજાની તબિયતને ધ્યાનમાં રાખીને તેમને બે દિવસનો સમય આપવામાં આવ્યો છે અને તેમને બીજું સમન્સ 21 તારીખના રોજ બપોરે 12.00 કલાકે SOG કચેરીએ હાજર રહેવા માટેનું આપી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો Dummy Scandal: ડમીકાંડમાં યુવરાજસિંહને સમન્સ મામલે પત્ની બિંદિયાબાનું ટ્વીટ, 10 દિવસનો માંગ્યો સમય
યુવરાજસિંહને તેમનો પક્ષ મુકવા બોલાવ્યા હતા: અન્ય આરોપીઓને હજુ અટકાયત ન કર્યા હોવાની બાબતે સવાલો થતા આઇજી ગૌતમ પરમારે કેટલાક આધાર પુરાવાઓને પગલે બાકી રહેતા ફરિયાદના આરોપીઓની અટકાયત કરવામાં આવી નથી. કોર્ટમાં આધાર પુરાવા રજૂ કરવાના હોવાથી આ આધાર પુરાવા માટે અટકાયત કરી નથી. પુરતા આધાર પુરાવા મળતાની સાથે જ દરેકનની અટકાયત કરીને જાહેર કરવામાં આવશે. બીપીન ત્રિવેદીની પૂછપરછ કરતા મળેલા કેટલાક આધાર પુરાવાના પગલે યુવરાજસિંહને તેમનો પક્ષ મુકવા બોલાવ્યા હોવાનું IG ગૌતમ પરમારે જણાવ્યું હતું.
આ પણ વાંચો Dummy Student Scam: ટ્રેની પીએસઆઈ, બીપીટીઆઈનો ક્લાર્ક SIT ના સકંજામાં, રિમાન્ડ મેળવવમાં આવ્યા