ભાવનગર : કોરોના કાળના બે વર્ષ બાદ સમગ્ર દેશમાં આ વર્ષે તહેવારોનો (Diwali in Bhavnagar) રંગ સારો જામ્યો છે. આ વર્ષે લોકોએ જન્માષ્ટમી, નવરાત્રી લઈને તમામ નાના મોટો તહેવારોમાં લોકો ભરપૂર મોજ માણી છે. ત્યારે દિવાળીના દિવસોમાં ખરીદી બજાર ધમધમતી જોવા મળી હતી. દિવાળીના દિવસોમાં ભાવનગર શહેરમાં કપડા બજાર, સોના ચાંદી બજાર, લઈને ફટાકડાની બજારો પણ ધમધમતી જોવા મળી હતી. આ વર્ષે નાના બાળકોથી લઈને યુવાનો સુધી નવી નવી વેરાયટીએ આકર્ષણ જમાવ્યું છે. ત્યારે આવો ભાવનગરની (happy diwali Bhavnagar) મુખ્ય બજાર આ વર્ષે કેવી રહી જોવી. (Bhavnagar Vora Bazar Shopping)
બજારમાં અવનવી વેરાયટી ભાવનગર શહેરમાં મુખ્ય બજારમાં દિવાળી નિમિતે લોકોની ભારે ભીડ જામી છે. ઘોઘાગેટ ચોકથી વાહનો લઈ જવાનો પ્રતિબંધ સામે આવ્યો હતો. તો લારી વાળાઓ અને દુકાનોમાં લોકો કપડાં, પોસ્ટર, દીવડા, ઘર સુશોભનની ચીજો વગેરેમાં લોકો ખરીદી કરી રહ્યા છે. મોંઘવારીનો માર હોવા છતાં લોકો દિવાળીમાં ખરીદી કરી રહ્યા હતા. લોકોમાં દિવાળીની ખરીદીનો માહોલ બજારમાં પગ નહિ મૂકવાના સામે આવેલા દ્રશ્યો સાબિતી આપી જાય છે. (happy diwali 2022)
પોલીસ પેટ્રોલિંગ શહેરની કેટલીક બજારોમાં પગ મુકવાની જાગ્યા ન મળતા પોલીસ વિભાગ (Vora Bazar Shopping Diwali) પણ કામ કરી રહી હતી. તો બીજી તરફ લોકો પણ સાવચેતી રાખતા જોવા મળ્યા હતા. ભારે ભીડ ભાડ વચ્ચે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ. તેથી દિવાળીના દિવસે લોકોએ પણ ફટાકડા ફોડીને આ પર્વને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષમાં કોરોનાને લઈને લોકોમાં દિવાળીનો ઉત્સાહ મરી ગયો હતા. તેથી વર્ષે લોકો પરિવાર, મિત્રો, વડીલો, સગા સ્નેહીઓ સાથે દિવાળીની ઉજવણી કરીને ઘટ ભીતર આંનદની લાગણી અનુભવી હતી. (Diwali in Bhavnagar 2022)