ETV Bharat / state

Diwali 2023 : ચંદ્રયાન, G20 અને વર્લ્ડ કપની રંગોળીની છટા છવાઇ, પણ સ્પર્ધકોમાં 14 વર્ષે ઘટાડો, જાણો કેમ - વર્લ્ડકપ

ભાવનગરમાં કલાકારો દ્વારા કલા પીરસવાનું ક્યારેય બંધ થયું નથી. ક્લા સંઘ સંસ્થા 14 વર્ષથી પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે. પરંતુ હાલની દિવાળીમાં રંગોળીમાં સ્પર્ધકો ઘટી ગયા છે. ચંદ્રયાન, વર્લ્ડકપ અને G20 જેવી થીમે રંગોળીઓમાં પણ સ્થાન લીધું છે.

Diwali 2023 : ચંદ્રયાન, G20 અને વર્લ્ડ કપની રંગોળીની છટા છવાઇ, પણ સ્પર્ધકોમાં 14 વર્ષે ઘટાડો, જાણો કેમ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2023, 6:19 PM IST

હાલની દિવાળીમાં રંગોળીમાં સ્પર્ધકો ઘટી ગયા

ભાવનગર : કલાનગરી ભાવનગર શહેરનું એક સર્કલ દિવાળીમાં છેલ્લા ઘણા વર્ષોથી રંગોળીઓથી સજાવવામાં આવે છે. પેઇન્ટિંગ હોય કે રંગોળી સ્પર્ધાઓ, ક્લાસંઘ દ્વારા પ્રદર્શન અને સ્પર્ધાઓનું આયોજન થતું રહે છે. ભાવનગર શહેરમાં ક્લાસંઘ સંસ્થા દ્વારા રંગોળીની સ્પર્ધા છેલ્લા એક દાયકાથી વધારે સમય કરવામાં આવે છે. આ વર્ષે સ્પર્ધા તો કરવામાં આવી છે પરંતુ લોકોનો ઉત્સાહ ઘટ્યો છે. યોજાયેલી રંગોળી સ્પર્ધામાં વર્લ્ડ કપ અને ચંદ્રયાનને સ્થાન કલાકારો દ્વારા આપવામાં આવ્યું છે.

સર્કલોના શહેરમાં સર્કલ રંગોળીઓથી ઉભરાયું : ભાવનગર કલનાગરીમાં કલાકારોએ હમેશા પોતાની કલાને ઉજાગર કરી છે. ત્યારે ભાવનગરમાં યોજાયેલી રૂપાણી સર્કલમાં ચાલવાની વોક સ્ટ્રીટ પર ક્લાસંઘ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં 40 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નાના બાળકો,મહિલાઓ,યુવતીઓ વગેરેએ ભાગ લીધો હતો. કલાત્મક રંગોળીઓ બનાવાઈ હતી. જો કે ચંદ્રયાનની 3 રંગોળીઓ,1 વર્લ્ડકપની અને 1 G20ની રંગોળીઓ પણ સ્પર્ધકોએ બનાવી હતી. આ સાથે ડિઝાઇન અને પર્યાવરણ અને ભારત પ્રત્યેની રાષ્ટ્રભાવનાની રંગોળીઓ જોવા મળી હતી.

ક્લા સંઘ સ્પર્ધામાં હું છેલ્લા 10 વર્ષથી લાભ લઉં છું, ક્લા સંઘની સ્પર્ધામાં અલગ અલગ ફૂલોથી,ચિરોડીથી અને મીઠાથી,કાચથી રંગોળીઓ બને છે. ક્લાસંઘ અમને દર વર્ષે વિચારવાનો મોકો આપે છે અને આ પ્રકારે સ્પર્ધા કરતી રહે તેવું ઇચ્છીએ છીએ...જાગૃતિબેન શાહ (સ્પર્ધક)

14 વર્ષથી યોજાતી સ્પર્ધામાં સંખ્યા ઘટી : ભાવનગર શહેરમાં વર્ષોથી ક્લાસંઘ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે ક્લાસંઘના પ્રમુખ અજયભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અમે છેલ્લા 14 વર્ષથી રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરીયે છીએ.

આ વર્ષે 100થી વધારે એન્ટ્રીઓ આવી હતી, પણ વહેલી સવારે આવવાનું હોવાથી 60 થી 70 સ્પર્ધક હાજર રહ્યા છે. ચંદ્રયાન અને અન્ય કલાત્મક રંગોળીઓ સ્પર્ધકોએ બનાવી છે. અમારી કોશિશ હોય છે ભાવનગરના કલાકારોને પોતાની કલાને લોકો સમક્ષ મૂકે. આથી સ્પર્ધાનું આયોજન થાય છે...અજય ચૌહાણ (પ્રમુખ, કલા સંઘ )

ચિરોડીના ભાવ કે ઉદાસીનતામાં સ્પર્ધામાં કલાકારો ઘટ્યા : ભાવનગર ક્લાસંઘની સ્પર્ધામાં 100થી વધારે સ્પર્ધકો ભૂતકાળમાં રહ્યા છે. આ વર્ષે ચિરોડીના ભાવ વધ્યાં નથી પણ જે ભાવ હતાં તેમાં ચિરોડીની માત્રામાં ઘટાડો થયો છે. સ્પર્ધામાં અંદાજે 2 થી 3 ફૂટની રંગોળીઓ વધુ પ્રભાવિત કરે છે ત્યારે ચિરોડીનો વધુ ઉપયોગ થાય છે. બીજી તરફ વહેલી સવારનો સમય હોવાથી લોકો ઉઠવાની આળસે ન આવ્યા હોવાનું સંચાલકો માની રહ્યા છે. જો કે 14 વર્ષથી યોજાતી સ્પર્ધામાં લોકોની ગેરહાજરી ઉડીને જરૂર આંખે વળગી રહી છે.

  1. Diwali 2023 : દિવાળીના તહેવારને લઈને યુવા કલાકારોમાં જોવા મળ્યો થનગનાટ, તહેવારને અનુરૂપ રંગોળી કલા કરી પ્રદર્શિત
  2. Diwali 2023 : સુરતમાં રામમંદિર થીમ પર 3500 ચોરસ ફૂટમાં વિશાળકાય રંગોળી બનાવવામાં આવી
  3. Rajkot Colours market: રાજકોટના રંગોળી માટેના કલરની માંગ વધતા રંગોળી બજારમાં રોનક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.