ETV Bharat / state

પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી ચૂંટણી પ્રચારમાં, પુત્રએ ચૂંટણી લડવા મુદ્દે કરી સ્પષ્ટતા - ભાવનગર સમાચાર

ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોળી સમાજની બહોળી સંખ્યાને લઈને મતદારોને રિઝવવા પરસોત્તમભાઈ સોલંકી અગ્રેસર રહ્યા છે. સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા પરસોત્તમભાઈ સોલંકી બાદ હવે તેમનો પુત્ર પણ આગળ વધી રહ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં દિવ્યેશ સોલંકીએ જાહેરમાં આવીને ફરી પ્રશ્નાર્થ ઉભો કર્યો છે કે શું તે આગામી ધારાસભાના દાવેદાર છે ?

Bhavnagar
Bhavnagar
author img

By

Published : Feb 16, 2021, 1:49 PM IST

  • પરષોત્તમભાઈ સોલંકી બાદ હવે તેમનો પુત્ર દિવ્યેશ ચૂંટણી પ્રચારમાં
  • દિવ્યેશ સોલંકીનો જવાબઃ પિતા કહેશે તો ચૂંટણી લડીશ
  • દિવ્યેશે પોતાની ચૂંટણી લડવા મુદ્દે કરી સ્પષ્ટ વાત

ભાવનગર: શહેરમાં ભાજપે એક પછી એક સ્ટાર ઉતારીને પ્રચાર કરી રહી છે ત્યારે ભાવનગરમાં સૌથી વધુ કોળી મતદાર હોવાથી કોળી સમાજના લોકપ્રિય નેતા પરષોત્તમભાઈ સોલંકી હંમેશા પ્રચારમાં આગળ રહેતા હોય છે પણ હવે તેમના પુત્રે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવીને એક ટકોર કરી છે.

પરષોત્તમભાઈ સોલંકી બાદ હવે તેમનો પુત્ર દિવ્યેશ પ્રચારમાં

ભાવનગર શહેરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પૂરું જોર લગાવી રહી છે. કારણ કે રામ મંદિર સહિત વિકાસના મુદ્દા લઈને નીકળીને પ્રચારમાં જતાં ભાજપને મોંઘવારી અને લોકડાઉનમાં બેરોજગારીનો માર અને ખેડૂતના આંદોલનની અસરમાં સત્તાઓ જતી ના રહે તેં માટે મહાનગરપાલિકાના પ્રચારમાં જોર લગાવાઈ રહ્યું છે. પરષોત્તમભાઈ સોલંકી કોળી સમાજના અગ્રણી અને સમાજ હંમેશા તેમનું માન સન્માન કરીને ભાજપ તરફી મતદાન કરતો આવ્યો છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરસોત્તમભાઈ સોલંકીના બદલે તેમનો પુત્ર દિવ્યેશ સોલંકી મેદાનમાં આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડમાં તેઓ પ્રચારમાં જઇ રહ્યા છે

પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પ્રચારમાં

દિવ્યેશ સોલંકીનો જવાબ પિતા કહેશે તો ચૂંટણી લડીશ

ભાવનગર સહિત સૌરાષ્ટ્રની 33 બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે અને હંમેશા ચૂંટણીમાં કોળી સમાજનું મતદાન બાજી પલટાવવામાં અગ્રેસર રહ્યો છે. પૂર્વ મુખ્યપ્રધાન મોદીના સમયમાં પરસોત્તમભાઈ સોલંકીને 33 બેઠકોની જવાબદારી આપેલી અને 33 બેઠકો મેળવી હતી. તેથી ભાજપ રાજ્ય સરકારમાં સત્તા બનાવવામાં સફળ થયેલી છે ત્યારે પરસોત્તમભાઈ સોલંકીની તબિયત નાજુક રહેતા તેમનો પુત્ર દિવ્યેશ સોલંકી હવે મેદાનમાં ફરી વખત આવ્યો છે. દિવ્યેશ ભૂતકાળમાં પણ ધારાસભ્યની ચૂંટણી લડશે તેવી વાતો ઉડી હતી પરંતુ પરસોત્તમભાઈએ તે સમયે મનાઈ ફરમાવતા વાત પૂર્ણ ત્યજાઈ ગઈ હતી.

દિવ્યેશ સોલંકીને આગામી દિવસોમાં ચૂંટણી ઉતારવામાં આવે તો નવાઈ નહીં

ત્યારે હવે જે રીતે દિવ્યેશ સોલંકી મહાનગરપાલિકાની ચૂંટણીમાં એકલા પ્રચારમાં ઉતર્યા છે ત્યારે આગામી દિવસોમાં તેને ધારાસભાની ટિકિટની શક્યતાઓ વધી જાય છે. દિવ્યેશ સોલંકીને આગામી ચૂંટણીમાં ઝંપલાવવા મુદ્દે સવાલ કરતા Etv Bharatને સ્પષ્ટ કહ્યું હતું કે, પરસોત્તમભાઈ કહેશે તે પ્રમાણે થશે એટલે કે આગામી દિવસોમાં પરસોત્તમભાઈની તબિયત નાજુક રહેતા હવે દિવ્યેશ સોલંકીને આગામી દિવસોમાં ઉતારવામાં આવે તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.