ETV Bharat / state

ભાવનગરમા જિલ્લા પંચાયતના કર્મચારીઓ કોરોના પોઝિટીવ - Employees positive

ભાવનગરમા કોરોનાના કેસનો આંકડો 35ને પાર પોહચી ચુક્યો છે, ત્યારે શહેરના મોતીબાગ પાસે આવેલી જિલ્લા પંચાયતમા 8 કર્મચારીઓ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. અલગ અલગ વિભાગના કુલ 8 કર્મચારીઓ પોઝિટિવ આવતા મુલાકાતીઓ પર પ્રતિબંધ લાદી દેવામા આવ્યો છે.

ભાવનગરમા જિલ્લા પંચાયતના કર્મચારીઓ કોરોના પોઝિટીવ

author img

By

Published : Mar 31, 2021, 10:50 PM IST

  • રેપીડ ટેસ્ટમા 8 કર્મચારી જિલ્લા પંચાયતના અને બે બહારથી આવેલા મુલાકાતીઓ પોઝિટિવ
  • 1 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી પ્રતિબંધ મુલાકાતીઓ પર મુકાયો છે
  • જિલ્લા પંચાયતમા કામ કરતા મોટા ભાગના કર્મચારીઓ માસ્ક પહેરતા નથી

ભાવનગરઃ શહેરમા કોરોનાનો આંકડો 35એ પોહચી ગયો છે, પ્રજાને પકડીને પાઠ ભણાવવા માસ્કના નામે દંડ જીકવામા આવે છે. તેવામા સરકારી તંત્રની બેદરકારી સામે આવી છે. જિલ્લા પંચાયતમા કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. મુલાકાતીઓને પ્રવેશ બંધ કરવામા આવ્યો છે, પણ પ્રશ્ન એ છે કચેરીમા મેળાવડા કરતા વિભાગોમા કર્મચારીઓ નથી ડિસ્ટન્સ રાખતા અને નથી માસ્ક પણ પહેરતા ત્યારે કોરોના નામે પ્રજાને પાઠ ભણાવવાની વાત કરતી સરકારે પહેલા પોતાના સરકારી તંત્રને પાઠ ભણાવવાની જરૂર લાગે છે.

ભાવનગરમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓ કોરોના પોઝિટીવ

જિલ્લા પંચાયતમા આવ્યા કર્મચારીઓ પોઝિટિવ

ભાવનગર જિલ્લા પંચાયતમા કર્મચારીઓ પોઝિટિવ આવતા કચેરીમા હાહાકાર મચી ગયો હતો. 31માર્ચે કરવામા આવેલા રેપીડ ટેસ્ટમા 8 કર્મચારી જિલ્લા પંચાયતના અને અન્ય બે બહારના આવેલા મુલાકાતીઓ પોઝિટિવ આવ્યા છે, ત્યારે રેપીડ ટેસ્ટ બાદ RTPCR રિપોર્ટ હજુ બાકી હોવાથી કોરોના સંપૂર્ણ છે કે કેમ એ માનવું અયોગ્ય છે તેમ આરોગ્ય વિભાગ માની રહ્યું છે.

આ પણ વાંચોઃ મોડાસા મામલતદાર કચેરીની મહિલા કર્મચારી કોરોનાગ્રસ્ત થતા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા

જિલ્લા પંચાયતમા પ્રવેશ બંધ કરવામા આવ્યો

ભાવનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ પોઝિટિવ આવતા મુલાકાતીઓ પર તાત્કાલિક બેઠક ડીડીઓ દ્વારા યોજીને મુલાકાતીઓ પર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે. અતિઆવશ્યક ના હોઈ તેવા મુલાકાતીઓને પ્રતિબંધ ફરમાવ્યો છે. 1 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી પ્રતિબંધ મુલાકાતીઓ પર મુકાયો છે, ડીડીઓએ આવેલા પોઝિટિવ દર્દીઓના નામ દર્શાવવાની મનાઈ ફરમાવી હતી, પણ 8 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે અને તેમને હોમ આઇસોલેશન કરાયા છે.

પ્રજાને સબક શીખવાડતી સરકારી કચેરીમાં શુ હાલ

ભાવનગર જિલ્લા પંચાયતમા ગામડેથી લોકો આવતા હોય છે. ત્યારે જિલ્લા પંચાયતમા કામ કરતા મોટા ભાગના કર્મચારીઓ માસ્ક પહેરતા નથી, એટલું નહિ ઓફિસોમા મેળાવડા જામતા હોઈ છે. આરોગ્ય વિભાગ કેમ ના હોઈ, પણ પ્રજાને દંડતું તંત્ર માસ્કના નામે હજારો દંડ જીકી ખંખેરી રહ્યું છે, ત્યારે સરકારી કચેરીઓમા નજર કરવામા આવે તો દંડ લેતા વિભાગોની કચેરીઓમા નિયમના નામે ધજીયા ઉડતા હોય છે. કાયદાનું પાલન કરાવનારા કાયદાના નિયમોને તોડે તો ભોળી પ્રજા આખરે શુ કરે પણ પ્રજાને તો દંડાવાનું છે, કારણ કે ચૂંટણીમા કોરોના હતો નહિ અને હવે કેમ વધી ગયો ? આ સવાલનો જવાબ હજુ કોઈને મળ્યો નથી.

આ પણ વાંચોઃ હિંમતનગરમાં સહયોગ કુષ્ઠ ટ્રસ્ટના 39 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.