ETV Bharat / state

મહુવા નગરપાલિકા દ્વારા મેઘરાજ સિનેમા પાસે ડીમોલેશન હાથ ધરાયું

મહુવા નગરપાલિકાના કર્મચારીઓ શુક્રવારે ઓચિંતા સ્ટેશન રોડ ઉપર બુલ ડોઝર લઈને આવી પહોંચ્યા હતા. પોલીસ કાફલા સાથે નગરપાલિકાનો દબાણ હટાવ સ્ટાફ તેમજ ચીફ ઓફિસરની આગેવાનીમાં પોલીસ કાફલા સાથે સ્ટેશન રોડ મેઘરાજ સિનેમા સામે અને મિલની ચાલીમાં અસંખ્ય કેબીનો અને મોટા હોર્ડિંગ્સ સહિત અનેક પડદા પાટીયા તોડી પાડ્યા હતા.

Bhavnagar
Bhavnagar
author img

By

Published : Jan 22, 2021, 6:23 PM IST

  • મહુવા નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ મેઘરાજ સિનેમા પાસે ડીમોલેશન હાથ ધરાયુ
  • મહુવા નગરપાલિકા દ્વારા વૉર્ડ નં 1માં ડીમોલેશન હાથ ધરાયુ
  • નોટિસ પિરિયડ બાદ ઓચિંતા ડીમોલેશનથી લોકોમાં દહેશતનો માહોલ
  • સ્ટેશન રોડ મેઘરાજ સામે અને મિલની ચાલી વિસ્તારમાં થયું ડીમોલેશન

ભાવનગર: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મહુવાના તમામ મેઈન વિસ્તારમાં કે જ્યાં દુકાનોની કિંમત 50 લાખથી વધુ હોય તેવા એરિયામાં કેબીનો રાખીને રસ્તામાં આડશ ઉભી કરી રસ્તા ટૂંકા કરીને દબાણ કરવામાં આવ્યું છે. આ લોકો દુકાનદારો કરતા પણ વધુ ધંધો કરતા હોય છે, ત્યારે આવા દબાણો દૂર કરવા મહુવાના સ્ટેશન રોડ અને યાર્ડ વાળા રસ્તા ઉપર તેમજ સર્કિટ હાઉસની આજુ બાજુ પણ આવા દબાણો પુષ્કળ થઈ ગયા હતા અને તેને લીધે આ રોડ ઉપર કાયમી ધોરણે ટ્રાફીકની સમસ્યા રહેતી હતી. કારણ કે એક તો કેબીનો વાળાનું દબાણ અને બીજા આડેધડ વાહન પાર્કિંગ જેને હિસાબે લોકો હેરાન થતા હતા.

આશરે 146 કેબીન બોર્ડ પડદા પાટીયા મોટા હોર્ડિંગ્સ તોડી પડાયા

શુક્રવારે નગરપાલિકા દ્વારા કરાયેલા ડીમોલેશનમાં અંદાજે 146 જેટલી કેબીનો અને 100 જેટલા હોર્ડિંગ્સ અને પડદા પાટીયાને તોડી પડ્યા હતા અને મહુવા સાવર કુંડલા રોડ ખુલ્લો દેખાતો હતો. જ્યારે રોડ ઉપર મૂકીને ધંધો કરતા લાકડાના અને લોખંડના વેપારીઓના માલનો નગરપાલિકા દ્વારા કબજો લેવામાં આવ્યો હતો.

કેબીનો ધારકો અસામાજિક તત્વોને ભેગા કરે છે

આમ મહુવા નગરપાલિકા દ્વારા થયેલ કામગીરીની લોકોમાં સરાહના થતી હતી અને આવી રીતે તમામ એરિયામાં રોડ પહોળા થાય અને કેબીનોના દબાણ દૂર થાય તેવી મહુવાના લોકોની ઈચ્છા છે. કેબીન ધારકો મોટા પ્રમાણમાં ન્યૂસન્સ કરે છે અને કેબીનોની આજુબાજુ અસામાજિક તત્વોને ભેગા કરતા હોય છે. જેથી કરીને લોકોનું બહાર નીકળવું મુશ્કેલ થયું છે, ત્યારે નગરપાલિકાના સત્તાધીશો દવારા આવાં જ પગલાં લેવાય તેવી મહુવાના નગરજનોની માગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.