- 1947 માં મહારાજા દ્વારા મેહેલનું થયું હતું નિર્માણ
- મહારાજા અને રાની સાહેબા અહીં આવતા વેકેશન ગુજારવા
- ચાંચ બંદર જેવા ટાપુ પર આવી ઐતિહાસિક ધરોહર નું કર્યું હતું નિર્માણ
સૌ પ્રથમ દેશ ને રાજ્ય સોંપનાર ભાવનગર સ્ટેટ ના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી દ્વારા ભાવનગર ના રજવાડા સાથે જોડાયેલા ચાંચ બંદર કે જે એક ટાપુ છે. ત્યાં આગળ મહેલનું નિર્માણ 1947 માં કરવામાં આવ્યું હતું અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અહીં વેકેશન કરવા આવતા હતા. વધારે જો વાત કરવામાં આવે તો આ બાંધકામ ને ઐતિહાસિક દ્રષ્ટિ થી પણ જોઈ શકાય આ મહેલ ની વિશેષતા એવી છે કે આને હવામહેલ , ચાંચબંદર અને વિજાયમહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે .
પિત્તળની પાઈપલાઈન
આ મહેલમાં લગભગ કુલ 18 રૂમો આવેલા છે કે જેની પાણીની પાઇપલાઇન પણ પિત્તળની હતી . નાટયમનોરંજન માટે એક ઝરુખો પણ અહીં હાલ જોવા મળે છે . ચાંચ બંદર એક એવું ગામ છે કે ત્યાંના લોકો વધારે વિવિધ જગ્યા ઓ પર જઈ પોતાનું ભરણપોષણ કરતા હોય . 65 વીઘા ક્ષેત્રફળ માં ફેલાયેલા આ બંગલો ભૂલભુલઈયા તરીકે પણ જાણીતો છે કે જેમાં એક રૂમમાં એન્ટર થાવાની જગ્યા પરથી જ બાર નીકળી શકીએ.
પર્યટક સ્થળ તરીકે વિકસાવી શકાય
1947 માં બંધાયેલો આ બંગલા ની વિશેષતાઓ જોઈએ તો અહીં જે ટાઇલ્સ લગાડવામાં આવી છે તે જે તે સમયે ખૂબ મોંઘી થતી હતી તેમ જ અહીં દરિયાકિનારે એક સ્વિમિંગપુલ પણ છે જેનું પાણી હંમેશા મીઠું હોય છે અને મહારાજા સાહેબના વખત માં બનેલ આ મહેલે કેટલાક વાવાઝોડા સહન કર્યાં પણ હજી કાંકરી પણ હલી નથી. જો સરકાર આ બાબતે ઉદાસીનતા ના બાબતે વિચારણા કરે તો આ એક પર્યટક સ્થળ તરીકે પણ વિકસી શકે તેવું અહીં ના લોકો નું કહેવું છે.