ETV Bharat / state

ભાવનગરના ઘોઘામાં સુરક્ષા દીવાલ બનાવી આપવાની માગ સાથે પ્રતિક ધરણા

ભાવનગરના ઘોઘામાં ગુરુવારે ગ્રામજનો દ્વારા દરિયાના પાણી સામે રક્ષણ આપતી અને 20 વર્ષથી તૂટી ગયેલી સુરક્ષા દીવાલને ફરી તાકીદે બનાવી આપવાની માગ સાથે પ્રતિક ધરણા યોજ્યા હતા. દરિયાકિનારે તૂટી ગયેલી સુરક્ષા દીવાલ પાસે યોજેલા પ્રતિક ધરણામાં ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ સહિત, ગ્રામજનો અને આજુબાજુના ગામના સરપંચો પણ જોડાયા હતા. ત્યારે પોલીસ દ્વારા મંજૂરી વગર ધરણા કરી રહેલા લોકોની અટકાયત કરાઇ હતી.

security wall in Ghogha of Bhavnagar
ભાવનગરના ઘોઘામાં સુરક્ષા દીવાલ બનાવી આપવાની માગ
author img

By

Published : Jun 18, 2020, 7:17 PM IST

ભાવનગર: જિલ્લાના ઘોઘામાં ગુરુવારે ગ્રામજનો દ્વારા દરિયાના પાણી સામે રક્ષણ આપતી અને 20 વર્ષથી તૂટી ગયેલી સુરક્ષા દીવાલને ફરી તાકીદે બનાવી આપવાની માગ સાથે પ્રતિક ધરણા યોજ્યા હતા. દરિયાકિનારે તૂટી ગયેલી સુરક્ષા દીવાલ પાસે યોજેલા પ્રતિક ધરણામાં ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ સહિત, ગ્રામજનો અને આજુબાજુના ગામના સરપંચો પણ જોડાયા હતા. ત્યારે પોલીસ દ્વારા મંજૂરી વગર ધરણા કરી રહેલા લોકોની અટકાયત કરાઇ હતી.

security wall in Ghogha of Bhavnagar
ભાવનગરના ઘોઘામાં સુરક્ષા દીવાલ બનાવી આપવાની માગ

ઘોઘામાં આજથી લગભગ 100 વર્ષ પહેલા નિર્માણ પામેલી દરિયાઈ પ્રોટેક્શન વોલ(સુરક્ષા દીવાલ) કે જે દરિયાના પાણીને સુનામી કે મોટી ભરતી સમયે ઘોઘા ગામમાં પ્રવેશતું અટકાવતી હતી. આ દીવાલ રાજાશાહી સમયમાં બની હતી અને વર્ષ 1934 આજુબાજુ તેનું અંગ્રેજો દ્વારા રીનોવેશન પણ કરવામાં આવ્યું હતું. જે દીવાલ 1995 સુધી અકબંધ હતી. ત્યારબાદ આ દીવાલ પણ જર્જરિત થવા લાગી હતી અને તેની કોઈ જાળવણી ના કરાતા તે સાવ તૂટી ગઇ છે.

ભાવનગરના ઘોઘામાં સુરક્ષા દીવાલ બનાવી આપવાની માગ સાથે પ્રતિક ધરણા

દરિયાના પાણીને ગામમાં પ્રવેશ સામે રક્ષણ આપતી આ દીવાલ ને ફરી બનાવી આપવા ગ્રામજનો દ્વારા અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ ઉકેલ ના આવતા ગુરૂવારે ગ્રામજનો દ્વારા દરિયા કાંઠે તૂટી ગયેલી સુરક્ષા દીવાલ નજીક પ્રતિક ધરણા યોજ્યાં હતા. જેમાં ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ સહિત, ગ્રામજનો અને આજુબાજુના ગામના સરપંચો પણ જોડાયા હતા. તેઓએ આ દીવાલ વહેલી તકે બનાવી આપવામાં આવે તેવી માગ કરી હતી.

ઘોઘાનો દરિયો અતિ કરંટ ધરાવતો હોય તેમજ અહી હાઈટાઇડ જેવી સ્થિતિમાં અનેક વાર ગામમાં પાણી ઘુસી જવાની ઘટનાઓ બની છે, ત્યારે આગામી સમયમાં કોઈ કુદરતી આફત દરમિયાન પાણીના કહેરમાં ઘોઘામાં તારાજી સર્જાય તે પહેલા GMC દ્વારા આ બાબતે સરકારમાં રજૂઆત કરી દીવાલ ફરી બને તે બાબતે કાર્યવાહી કરે તેવી માગ કરાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.