ETV Bharat / state

મહુવા નગરપાલિકાની તમામ મિલ્કત જપ્ત કરવાનો કોર્ટનો આદેશ

મહુવા નગરપાલિકાની તમામ મિલકતોને જપ્ત કરવાની કાર્યવાહી કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવતા આજરોજ નામદાર કોર્ટના બેલીફ સહિત પૂજા કન્ટ્રક્શન દ્વારા મહુવા નગરપાલિકાની મિલ્કત જપ્ત કરવામાં આવી હતી.

મહુવા નગરપાલિકાની તમામ મિલ્કત જપ્ત કરવાનો કોર્ટનો આદેશ
મહુવા નગરપાલિકાની તમામ મિલ્કત જપ્ત કરવાનો કોર્ટનો આદેશ
author img

By

Published : Mar 5, 2021, 8:49 AM IST

  • જશવંત મહેતા ભવનનું 2013માં ખાત મુર્હુત થયું હતું
  • મહુવા નગરપાલિકાની જંગમ મિલ્કત જપ્ત કરવા કોર્ટનો આદેશ
  • નગરપાલિકા દ્વારા ચેકથી કોર્ટના નામનો ચેક ઇસ્યુ કરાયો

ભાવનગર: મહુવા નગરપાલિકાની તમામ મિલકતોને જપ્ત કરવાની કાર્યવાહી કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવતા આજરોજ નામદાર કોર્ટના બેલીફ સહિત પૂજા કન્ટ્રક્શન દ્વારા મહુવા નગરપાલિકાની મિલ્કત જપ્ત કરવામાં આવેલ હતી. મહુવા નગરપાલિકા દ્વારા 2013માં જશવંત મહેતા ભવનનું ખાત મુર્હત કરવામાં આવેલું હતું. જશવંત મહેતા ભવનમાં નગરપાલિકાની કચેરી અને શોપિંગ સેન્ટર બનાવેલ હતા.

મહુવા નગરપાલિકાની તમામ મિલ્કત જપ્ત કરવાનો કોર્ટનો આદેશ
મહુવા નગરપાલિકાની તમામ મિલ્કત જપ્ત કરવાનો કોર્ટનો આદેશ

આ પણ વાંચો: પાલનપુરમાં અનાજ કૌભાંડની ફરિયાદ નોંધાયાના 11 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર

પેમેન્ટ અટકી જતાં કોન્ટ્રાક્ટર કોર્ટને દ્વાર

હાલ, 70 ટકા જેટલું જશવંત મહેતા ભવનનું કામ પતિ ગયા પછી સ્ટે આવતા કોન્ટ્રાક્ટરના પૈસા પણ નગરપાલિકા દ્વારા ન ચૂકવતા તેઓ પણ કોર્ટમાં ગયા હતા અને કોર્ટે તેમને પેમેન્ટ કરવા આદેશ આપ્યા હતા. તેમ છતાં, પેમેન્ટ ન થતાં મિલ્કત જપ્તીનો આદેશ કરવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે આજે મહુવા નગરપાલિકાની મિલકતો અને વાહનો કોમ્પ્યુટર જપ્ત કર્યાં હતા. આથી, નગરપાલિકામાં આજે કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જોકે, નગરપાલિકા દ્વારા ચેકથી કોર્ટના નામનો ચેક ઇસ્યુ કરતા કામગીરી સ્થગિત કરવામાં આવી છે. આમ, મહુવા નગરપાલિકાની મિલકતો જપ્તીની વાત મહુવામાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.