ભાવનગર: શહેરમાં કોરોના કહેર વધતો જાય છે. ભાવનગરમાં 4 જુલાઈએ કોરોનાએ રોજના આંકડાનો રેકોર્ડ તોડ્યો છે. શનિવારના રોજ 23 કેસ એક દિવસમાં નોંધાયા છે. શહેરમાં 11 કેસ અને જિલ્લામાં 12 કેસો નોંધાયા છે તંત્ર દ્વારા વધુ આઇસોલેશન બેડની વ્યવસ્થાઓની શરૂઆત કરી છે. ખાનગી હોસ્પિટલોમાં બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ભાવનગરમાં કોરોનાના રોજના આંકડાનો તૂટ્યો રેકોર્ડ, એક દિવસમાં 23 કેસ નોંધાયા ભાવનગર શહેરમાં અનલોક 2 નો પ્રારંભ થતા કોરોના કેસની સંખ્યા વધી રહી છે. ભાવનગર શહેરમાં આંકડો 328 પર પહોંચી ગયો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. 1 જુલાઈના દિવસે 7 કેસો બપોર સુધીમાં નોંધાઇ ચુક્યા હતા. શહેરમાં એક સાથે 5 કેેસ સામે આવ્યા હતા તંત્ર દ્વારા માસ્ક પહેરવાં બાબતે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. છતાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ભાવનગર સાથે જિલ્લામાં કેસ આવી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નોંધાયેલા છે કેસ 328 આજદિન સુધી થઈ ચૂક્યા છે ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટિમ દ્વારા 3 વર્ષથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે.ભાવનગરમાં આજદિન સુધીમાં 174 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો તેર જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે સર ટી હોસ્પિટલમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 142 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે.