ETV Bharat / state

Corona Case In Bhavnagar: ભાવનગરમાં અઠવાડિયામાં કોરોનાના 49 કેસ પોઝિટિવ આવ્યાં, હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં - Third Wave Of corona

ભાવનગર શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના 49 જેટલા કેસો (Corona Case In Bhavnagar) સાથે શહેરમાં કોરોનાએ ફરી કમબેક (Corona Comeback In Bhavnagar) કર્યું છે. બે દિવસ પહેલા કુલ 28 કેસ આવાથી ફરી કોરોનાની બીજી લહેર (Second Wave Of Corona) તાજી થતી હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે.

Corona Case In Bhavnagar: ભાવનગરમાં અઠવાડિયામાં કોરોનાના 49 કેસ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં

author img

By

Published : Jan 4, 2022, 7:45 PM IST

ભાવનગર: શહેરમાં છેલ્લા પાંચ દિવસથી અચાનક કોરોનાએ ઉછાળો માર્યો છે. આ અંતર્ગત ભાવનગરની કોવિડ હોસ્પિટલમાં (Covid Hospital Bhavnagar) અગાઉ બેડોની અને ઓક્સિજનની પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અત્યાર સુધી જેટલા કોરોનાના પોઝિટવ કેસ (Corona Case In Bhavnagar) આવ્યાં છે તે દરેકે વેકસિન લઈ લીધી છે, છતાં પણ કોરોનાના કેસ આવતા ભાવનગર તંત્ર સતર્ક બની ગયું છે.

Corona Case In Bhavnagar: ભાવનગરમાં અઠવાડિયામાં કોરોનાના 49 કેસ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં

આ કેસોમાં વેકસિન લીધેલા લોકો કેટલા

ભાવનગરમાં એક અઠવાડિયામાં કોરોનાના કેસોનો ઢગલો થઈ ગયો છે એમા સારી બાબત એ છે કે, ઓમીક્રોનનો કેસ હજુ એક પણ નોંધાયો નથી. એક્ટિવ 49 કેસમાં 43 કેસના દર્દીઓએ બે ડોઝ વેકસિનના લીધેલા છે તો એક ડોઝ લીધેલા હોય એવા 3 દર્દીઓ છે, તેમાંથી વેકસિન લીધા વગરના કુલ 3 કેસ છે.

આરોગ્ય અધિકારી આર કે સિંહાએ આપી માહિતી

આરોગ્ય અધિકારી આર કે સિંહાએ જણાવ્યું હતું કે, બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા સર તખ્તસિંહજી હોસ્પિટલમાં (Sir Takht Singhji Hospital Bhavnagar) કરવામાં આવી છે અને હાલ કુલ 49 એક્ટિવ કેસ છે. કોરોનાના સામે આવેલા કેસોમાંથી હોસ્પિટલમાં એક પણને દાખલ થવાની જરૂર નથી. આ તમામ દર્દીઓ હોમઆઇસોલેટ થઇ ગયા છે.

સર તખ્તસિંહજી હોસ્પિટલમાં 1030 બેડોની વ્યવસ્થા કરાય

દેશમાં ત્રીજી લહેર એટલે ઓમીક્રોન (Third Wave Of corona). ભાવનગર શહેરની સૌથી મોટી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં 1030 બેડોની વ્યવસ્થા છે તો રુવાપરી ખાતે કોરોના હોસ્પિટલમાં 120 બેડની વ્યવસ્થા કરાય છે આમ 1150 જેવા બેડોની વ્યવસ્થા ઉભી કરાય છે. સર તખ્તસિંહજી હોસ્પિટલ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન હાર્દિક ગાઠાણીએ જણાવ્યું હતું કે, સર ટી હોસ્પિટલમાં 1030માંથી 850 બેડો પર ઓક્સિજન લાઇન છે, જ્યારે બાકી 250 બેડ પર ઓક્સિજન લાઇન પહોંચાડવા કામગીરી શરૂ છે. આ સાથે રુવાપરીમાં 120 બેડ પર ઓક્સિજન લાઇન છે. સર ટી હોસ્પિટલમાં 30 હજાર લીટર સ્ટોરેજ ટેન્ક અને 2 PSA પ્લાન્ટ જેમાં એક મિનિટમાં કુલ 2 હજાર લીટર ઓક્સિજન પ્લાન્ટ મળી રહે છે.

શહેરી વિસ્તારમાં કોરોનાના કુલ આંકડા અને હાલ કેટલા દર્દી

ભાવનગરમાં આવેલી સર તખ્તસિંહજી હોસ્પિટલ હોસ્પિટલમાં હાલ એક પણ દર્દી દાખલ નહિ હોવાનું એડમિનિસ્ટ્રેશન હાર્દિક ગાઠાણીએ જણાવ્યું હતું. મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 14120 દર્દીઓ કોરોનાના કેસો નોંધાયેલા છે, જ્યારે સ્વસ્થ લોકોની સંખ્યા 13911 છે અને મૃત્યુ આંક 160 છે. હવે છેલ્લા પાંચ દિવસમાં આવેલા ઝબ્બર ઉછાળામાં જોઈએ તો હાલ 49 દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે જો કે એક પણ સર ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી.

આ પણ વાંચો:

Corona In Surat: કોરોનાના વધતા ખતરા વચ્ચે પણ લોકો બેદરકાર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું નથી કરી રહ્યા પાલન

Corona Cases in India: ભારતમાં કોરોનાના નવા 37,379 કેસ નોંધાયા, ઓમિક્રોનના કુલ કેસ 1,892

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.