ભાવનગરઃ શહેરમાં કોરોનાને પગલે મુખ્યપ્રધાનની સમીક્ષા બેઠક તંત્ર સાથે મળી હતી. પરંતુ આંકડામાં કોઈ સુધારો આવ્યો નથી. મુખ્યપ્રધાનના મતે ભાવનગરમાં સ્થિતિ સારી છે તો સવાલ ઉભો થાય છે કેમ નામ જાહેર થતા નથી.
ભાવનગરમાં કોરોના કેસ દિવસની એવરેજમાં વધી રહ્યા છે. ભાવનગરમાં 8 ઓગસ્ટના રોજ 28 કેસ આવ્યા છે મુખ્યપ્રધાન ભાવનગરમાં તંત્ર સાથે બેઠક યોજી હતી. છતાં તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહિ કરવાની રણનીતિ બતાવે છે જો કે, આંકડા ઘટવા પાછળ કારણ શું છે ? અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે.
ભાવનગર શહેરમાં અનલોકનો પ્રારંભ થયો હોવા છતાં કેસની સંખ્યા વધી રહી છે. ભાવનગર શહેરમાં આંકડો 1,777 પહોંચી ગયો છે. કોરોનાના કેસ શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. શનિવારે 8 ઓગસ્ટના દિવસે 28 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચુક્યા હતા, તો શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે. નામ જાહેર નહિ કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે..
સૌથી અચંબાની વાત એ છે કે, આંકડો સ્થિર થયો છે. કેસ શહેર જિલ્લામાં સીમિત થઈ ગયા છે. કેસ અચાનક ઓછા આવવાથી લોકોમાં હતો કે, આંકડા હવે છુપાવાઈ રહ્યા છે, જો કે તંત્રએ અચાનક ટ્રાવેલ હિસ્ટ્રી અને નામો જાહેર કરવાનું બંધ કરવા પાછળનું કારણ દર્શાવ્યું નથી. આંકડો 8 ઓગસ્ટએ 1,777 પર ગયો છે.
લોકોની માગ છે નામ જાહેર કરો તો બીજા જાગૃત રહે આવી સ્થિતિમાં લોકોને મરવા છોડી દીધા હોઈ તેમ લાગી રહ્યું છે. મુખ્યપ્રધાન પણ સ્મશાનની વ્યવસ્થા મામલે મનપાની જવાબદારી ગણાવે છે. તેનો મતલબ શુ સમજવો કે, મૃત્યુ દર વધારે છે અને આંકડામાં ઓછો ?
ભાવનગર સાથે જિલ્લામાં કેસ આવી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નોંધાયેલા છે. કેસ 1,777 આજદિન સુધી થઈ ચૂક્યા છે, ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 1146 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 30 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.
સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 444 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. તો સ્વસ્થ થવાનો આંકડો 1296 પર પહોંચી ગયો છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે.