- ભાવનગરમાં વિવિધ માગોને પગલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- જિલ્લા કલેકટર કચેરીએ વિરોધ કરી ધરણાં કરવામાં આવ્યા
- પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી
ભાવનગર: શહેરમાં વિવિધ માગોને પગલે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે, ત્યારે કોંગ્રેસે જિલ્લા કલેકટર કચેરીએ વિરોધ કરવા ધરણાં કર્યા હતા. જ્યાં કોંગ્રેસની અટકાયત કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે શિક્ષણ, રોજગારી, ખેતી વગેરેને લઇ પ્રજા પરેશાન છે, ત્યારે રાહતો આપવામાં નહીં આવતી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમજ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસે મળીને ધરણાંનો કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજ્યો હતો. કોંગ્રેસ વિવિધ માંગોને લઈને ધરણાં કરવામાં આવ્યા હતા.
ભાવનગરમાં વિવિધ માંગોને લઇને કોંગ્રેસના ધરણાં, પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત લોકડાઉનમાં વેપાર ધંધાઓ રહ્યા નથી. ખેડૂતો માટે હરિયાળી ક્રાંતિનો વિનાશ સરકાર કરવા ઉતરી હોઈ તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓના પગાર કાપી લીધા છે. આ સાથે શાળાઓમાં ફી માફી આપવામાં આવી નથી. આથી તાત્કાલિક પ્રથમ સત્રની 100 ટકા ફી માફીની માંગ કરવામાં આવી છે. તેમજ અનેક પ્રશ્નો સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેમાં પોલીસે ધારાસભ્ય સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. મહિલાઓને પણ મહિલા પોલીસ કર્મી દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસે પોતાની વિરોધ પક્ષની ભૂમિકામાં પોતાની ફરજ અદા કરવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે લોકહિતમાં પગલાં લેવામાં આવે તેવી માગ કોંગ્રેસ કરી રહી છે.