ભાવનગરના રસ્તાઓની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અનેક ગંભીર અકસ્માત પણ સર્જાયા છે. છતાં બેદરકાર તંત્રની આંખ ઉઘડતી ન હોવાથી શહેરના કોંગ્રેસ કાર્યકર્તાઓએ સ્થાનિકો સાથે મળીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.
શહેરના કોંગ્રેસે પાલિકા કચેરી સામે ખાડા યજ્ઞ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કમિશ્નરને આવેદન આપી રજૂઆત કરવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વિરોધ પ્રદર્શન અટકાવ્યું હતું. ફક્ત આવેદન આપી વિરોધ દર્શાવવાની સૂચના આપી હતી. આ દરમિયાન પોલીસ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે તકરાટ થતા મામલો ગરમાયો હતો, શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ડી.બી.રાણીગા વિપક્ષી નેતા જયદિપ સિંહ ગોહિલના સહિતના લોકોએ મળીને પરિસ્થિતી થાળે પાડી હતી.