ભાવનગરના ઘોઘા સર્કલ ખાતે શહેર કોંગ્રેસ અને યુવા કોંગ્રેસે ઉત્તરાયણની તહેવાર પહેલા પતંગોત્સવનું આયોજન કર્યું હતું. ઘોઘા સર્કલ અખાડામાં કોંગ્રેસે મંદબુદ્ધિના બાળકો માટે પતંગોત્સવનો કાર્યક્રમ યોજ્યો હતો. મંદબુદ્ધિના બાળકોને નાસ્તો કરાવીને ફુગ્ગાઓ,પતંગ અને બ્યુગલ આપવામાં આપવામાં આવ્યાં હતાં.
કોંગ્રેસે અસામાન્ય બાળકની જેમ મંદબુદ્ધિના બાળકો પતંગ લૂંટવા તેમજ પતંગ ઉડાડી બ્યુગલ સાથે અવાજો કરવા જેવા આનંદ નથી મેળવી શકતા, જેથી, સમાજથી અળગા અને રોજિંદા પોતાના કામો જેવા કે, કપડાં પહેરવા, જમવું વગેરે કાર્યો કરી શકતા નથી. જેથી મંદબુદ્ધિના બાળકોને પતંગોત્સવ હેઠળ આનંદ આપવા કોંગ્રેસે અનોખો કાર્યક્રમ યોજ્યો હતો.