- કોંગ્રેસ મહામંત્રીએ સરકાર પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ
- કિસાન રાહત યોજનામાં ખેડૂતના હોઈ તેવા લોકોના ખાતામાં પૈસા જમા થયા
- ડીડીઓએ તપાસના આપ્યા આદેશ
ભાવનગરઃ જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ અને જિલ્લામાં કોંગ્રેસ મહામંત્રી રહેલા પી.એમ ખેનીએ એક પત્રકાર પરિષદ યોજીને સરકારને મોટા ઘેરામાં લીધી છે. સરકારની હાલમાં જાહેર કરેલી 3900 કરોડની કિસાન રાહત યોજનામાં પૈસા ખેડૂતના ખાતામાં નહિ પણ ખેડૂત ના હોઈ તેવા લોકોના ખાતામાં જમા થઈ રહ્યા છે. ગારિયાધાર તાલુકાના 19 જેટલા ખેડૂત ના હોઈ તેવા લોકોના બેન્ક ખાતામાં પૈસા જમા થયા હોવાનું પી.એમ ખેનીએ પુરાવા સાથે જાહેર કર્યા છે. કોંગ્રેસના આ મહમંત્રીના પુરાવા સાથેના આક્ષેપ બાદ ખળભળાટ મચી ગયો છે અને રૂપાણી સરકાર સામે સવાલ ઉભા થઇ ગયા છે.
કોંગ્રેસે સરકાર પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ
પી.એમ ખેની કોંગ્રેસમાં છેલ્લા એક માસથી પક્ષના ગઢડા બેઠક પર પ્રચારમાં હતા. તેથી મુદ્દો સામે આવતા સમય લાગ્યો છે જો કે પી.એમ ખેનીએ જે બિનખેડૂતના ખાતામાં પૈસા જમા થયા છે તેવા 19 લોકોના પૈસાને ઉપાડવા નહિ અને પરત કરવા જણાવી દીધું છે. જેથી 19 લોકો પર કોઈ આક્ષેપ ભ્રષ્ટાચારનો થાય નહિ.
કોંગ્રેસ મહામંત્રીના આક્ષેપ બાદ ડીડીઓએ શું કહ્યું ?
ભાવનગર જિલ્લા પંચાયત ભાજપના હસ્તક છે અને ચૂંટણી માથે દસ્તક દઈ રહી છે ત્યારે કોંગ્રેસના સીધા સરકાર પર પ્રહારએ પણ જિલ્લા પંચાયતના ખંભેથી થતા ડીડીઓએ બનાવને લઈને તપાસના આદેશ મિનિટોમાં કરી દીધા છે. ડીડીઓએ જણાવ્યું હતું કે સામે મામલો કિસાન રાહત યોજનાના પૈસાના મામલે આવ્યો છે તેમાં બેન્ક એકાઉન્ટ કોના છે કોને પૈસા ટ્રાન્સફર કર્યા છે અને 2,60,000 ખેડૂત હોઈ ત્યારે માત્ર 19 કેસ સામે આવ્યા હોવાથી તપાસ કરવામાં આવશે અને જરૂર જણાય તો ફોજદારી કાર્યવાહીની વાત કરી છે.