ભાવનગર : ભાવનગરમાં ધુળેટી પર્વ પર બાળકો મન મૂકીને ખેલતા નજરે પડ્યા હતા. શેરીઓમાં બાળકોના કિલકીલાટ (Dhuleti Celebration in Bhavnagar) વચ્ચે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રંગબેરંગી કલરોના સથવારે હેપી હોલીના નારા સાથે આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતા.
આ પણ વાંચો : Dhuleti 2022: જૂનાગઢમાં બે વર્ષ બાદ નાના ભૂલકાઓએ મસ્તીમાં મનાવી ધુળેટી
ધુળેટી પર્વએ શેરીમાં બાળકોથી ગુંજી ઉઠ્યું પર્વ: ભાવનગર શહેરમાં ધુળેટી પર્વમાં બાળકોને ભારે (Dhuleti Bhavnagar 2022) ઉત્સાહમાં જોવા મળ્યો હતો. કોરોનાકાળ બાદ એકબીજાને કલરોથી રંગવાની મહેચ્છાઓ આ વર્ષમાં પૂર્ણ થઈ હતી. શહેરની શેરીઓમાં નાના બાળકો હાથમાં પિચકારી, કલરો અને ફુગ્ગાઓ સાથે પોતાના મિત્રને રંગવા નીકળતા નજરે પડતા હતા. પોતાના મિત્રને કેવી રીતે કલરોથી રંગવો તેની પળો જોવા મળતી હતી. બાળકોમાં બાળાઓ, યુવતીઓ પણ પોતાની બહેનપણીને બગાડતી નજરે પડી હતી. બાળકો ખુબ આનંદ પૂર્વક ધુળેટી પર્વનો લ્હાવો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો : ફાગણ માસ અને ધૂળેટીનો તહેવાર લેખકો, કવિઓની રચનાઓ માટે સુંદર સમન્વય બનતો હોય છે
મોટાઓ રંગોથી વધુ પ્રમાણમાં રહ્યા દૂર તો રસિયાઓએ લાભ લીધો: રાજ્યમાં બે વર્ષ કોરોના કાળ બાદ બાળકોમાં સૌથી (Happy Dhuleti 2022) વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. જ્યારે કોરોનાકાળ બાદ યુવાનો અને વડીલોમાં ધુળેટી પર્વની ઉજવણી જોવા મળી નથી. કોરોનામાં એક બીજાને નહિ સ્પર્શવાની પ્રથાની અસર મન પર જોવા મળી છે. શહેરમાં રસ્તા પર કે શેરીમાં યુવાનો કલરોથી દૂર રહ્યા છે. મોટાઓ અને યુવાનો એક બીજાને મૌખિક હેપી હોલી કહીને ઉજવણી કરી લીધી હતી. લોકો ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું.