- મનપાની ટીમની ઝપટે બેકરી ચડી
- 25 જેટલા કામદારો માસ્ક વગર મળી આવ્યા
- તુરંત સ્થળ પર રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા
ભાવનગરમાં મનપાની ટીમ હવે સખત બનતી જાય છે બજારો અને ઓફિસો બાદ હવે GIDCમાં તપાસનો દૌર શરૂ કરતાની સાથે એક બેકરીમાં માસ્ક વગર ઝપટમાં આવી ગઈ હતી. જેને પગલે મનપાની ટીમે રેપીડ ટેસ્ટ પ્રથમ રાખ્યું અને દંડની કાર્યવાહી બાદમાં રાખી છે.
મનપાની ટીમની GIDCમાં તપાસ અને શું કાર્યવાહી
ભાવનગરની પ્રખ્યાત બેકરી મનપા ટીમની ઝપટમાં ભાવનગર મહાનગરપાલિકાની માસ્ક ચેકીંગ કરતી ટીમ હવે શહેરમાં આવેલી સૌથી મોટી GIDC ચિત્રામાં તપાસનો દૌર શરૂ કર્યો છે. મનપાની ટીમે શહેરની સૌથી મોટી બેકરી કહેવાતી એ વન બેકરીમાં તપાસ કરતા આશરે 25થી વધુ કામદારો માસ્ક વગર મળી આવ્યા હતા. જેને લઈને મનપાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ડોકટરોની ટીમ બોલાવી સ્થળ પર તાત્કાલિક રેપીડ ટેસ્ટનો પ્રારંભ કામદારોનો કરાવ્યો હતો.
રેપીડ ટેસ્ટ બાદ શુ કાર્યવાહી થશેમનપાની ટીમે એ-વન બેકરીમાં કામ કરતા સ્થળ પરના આશરે 25થી વધુ લોકોનો રેપીડ ટેસ્ટ સ્થળ પર કરાવામાં આવ્યો હતો અને બાકીના અન્ય 20થી 25 રાત્રી પાળીના કામદારોને બોલાવીને રેપીડ ટેસ્ટ આજ સાંજ અથવા સવારમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે દંડાત્મક કાર્યવાહી મામલે મનપાની ટીમના અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે દરેકના રેપીડ થયા બાદ કમિશ્નર કક્ષાએથી નિર્ણય થશે કારણ કે પોઝિટિવ એકનપન નીકળે તો સિલ કરવી પડે અને ના નીકળે તો માસ્ક વગરના કામદારોનો દંડ કરવામાં આવશે.