ભાવનગર: નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી છે અને શહેરમાં ઘણા ટ્રેડીશનલ ડ્રેસો બજારમાં આવી ગયા છે.કોરોનાકાળની અસરે મોંઘવારી જોવા મળી રહી છે પરંતુ લોકો નવલા નોરતામાં ઝૂમવાનું ચૂકવા માંગતા નથી.ત્યારે આ નવરાત્રીમાં કેવા પ્રકારના ચણીયાચોળી અને ટ્રેડીશનલ ડ્રેસોની માંગ શરૂ થઈ છે.(changed demand of traditionalclothes in navratr)
ભરત કામ કરેલા ચણીયાચોળી અને કેડીયાની માંગ: ભાવનગરમાં ગરબા રમતા ખેલૈયાઓએ નવા ટ્રેન્ડમાં માંગ શરૂ કરી છે. જુનવાણી ગામઠી ડ્રેસ પદ્ધતિ પ્રમાણેના વસ્ત્રોની માંગ થઈ રહી છે, કેડિયું અને ચણીયાચોળી હવે ગામઠી જોઈએ છે. ચણીયાચોળીમાં ટીકા ટિકી નહિ પરંતુ એમ્બ્રોડરી કરેલા હાથી,ઘોડા,ફૂલ જેવી ડીઝાઈન માંગી રહ્યા છે. ભરત કામ કરેલા ચણીયાચોળી અને કેડીયાની માંગ વધવા પામી છે.
મોંઘવારીમાં ભાવ વધારો: ભાવનગર સહિત દરેક જિલ્લામાં શાળાઓમાં રસ ગરબાઓ થતા હોય છે અને સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે. ત્યારે રસ ગરબા માટે ટ્રેડીશનલ ડ્રેસની ખરીદી કરવામાં આવતી હોય છે. શાળાઓમાં હાલમાં થયેલી આ વર્ષની ખરીદીમાં નાની બાળકીઓના ડ્રેસ 350ના બદલે 650ના આવ્યા હતા. જોબકે ચણીયાચોળી અને ટ્રેડીશનલ ડ્રેસના ભાવ 500 થી લઈને 25 હજાર સુધીના બજારમાં મળી રહ્યા છે. જેવી ચણીયાચોળી તેવા ભાવો આંકવામાં આવી રહ્યા છે. પરંતુ કોરોનાકાળ બાદની મોંઘવારીમાં ભાવ વધારો થયો છે.