ભાવનગર: ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. સરકાર જંત્રી વધારી પોતાની તિજોરી મજબુત કરવામાં લાગી છે. ડુંગળીના ગગડેલા ભાવમાં કરેલો ખર્ચ 50 ટકા પણ મળી રહે તેટલા પણ ભાવ નહિ મળતા હવે મેદાનમાં ભાજપનો કિસાન મોર્ચો CM પાસે ગુહાર લગાવી રહ્યો છે. ભાજપના કિસાન મોર્ચાએ સરકારને હવે જાગો ખેડૂતોની દયનિય સ્થિતિ હોવાનું જણાવી સહાયની માંગણી કરી છે.
ખેડૂતની સ્થિતિ દયનીય: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રોજની 80 હજાર કરતા વધારે ગુણીની આવક થઈ રહી છે. ખેડૂતોએ રાત દિવસ પકવેલી ડુંગળીના ભાવ યાર્ડમાં 20 કિલોના 100 રૂપિયાથી લઈને 218 મળી રહ્યા છે. આ ભાવથી ખેડૂતે કરેલા ખર્ચના 50 ટકા પણ મળતા નહિ હોવાનો કકળાટ ઉભો થયો છે. મહુવા યાર્ડની વાત કરવામાં આવે તો ત્યાં પણ રોજની 3 લાખ ગુણીની આવક થઈ રહી છે ત્યારે મહુવામાં તો ભાવ 20 કિલોના 40 રૂપિયાથી લઈને 220 સુધી મળી રહ્યા છે. કિસાન ક્રાંતિ મોર્ચાએ અગાવ પણ ભાવ બાબતે સરકાર સામે પ્રહાર કર્યા છે.
ભાજપના કિસાન મોર્ચો મેદાને: વિકાસની વાતું કરતી ભાજપ સરકારને ખેડૂતોની ચિંતા કેટલી છે તેનો ખ્યાલ અહીંથી આવે છે. ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે છે. છેલ્લા એક મહિનાથી નીચા ભાવમાં હજારો ખેડૂતો ડુંગળી વેહચીને ખોટ ખાઈ ચુક્યા છે. હવે આવક અઢળક શરૂ થતા અને ભાવ નહિ મળવાને પગલે ભાજપના કિસાન મોર્ચાએ CM ને પત્ર લખીને અગાવ મળેલી સહાય પ્રમાણે સહાય આપવા માટે માંગ કરી છે.
આ પણ વાંચો Gujarat High Court: HCએ રખડતા ઢોરની કામગીરીનું 24 કલાક મોનિટરીંગ કરવા AMCને આપ્યો આદેશ
આખરે કેમ સીએમને રજૂઆત?: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક 80 હજાર ગુણીની થઈ છે જે હવે આગામી દિવસોમાં 1 લાખ રોજની થઈ શકે છે. ભાવનગર કિસાન મોરચાના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ખેડુતને 20 કિલો ડુંગળીના વાવેતર કરી ડુંગળી મેળવવા સુધીમાં 225 રૂપિયાનો ખર્ચ આવે છે. આથી સરકાર અગાઉ જાહેર કરેલી સહાય પ્રમાણે સહાય જાહેર કરવામાં આવે. નિકાસ માટેના નિયમો બદલીને નિકાસ થાય વધુ અન્ય દેશોમાં તેવી નીતિ બનાવવામાં આવે તો ફાયદો થાય શકે છે.
આ પણ વાંચો Gujarat HC: ગજેન્દ્રસિંહ પરમાર ધરપકડથી બચી ન જાય એટલે રાજસ્થાન પોલીસે HCમાં રજૂ કરી એફિડેવિટ
પત્ર લખવાની ફરજ: હવે વિચારો 228 રૂપિયા 20 કિલોનો ખર્ચ હોઈ ત્યારે યાર્ડમાં સારી ગુણવત્તાના છેલ્લા વધુમાં વધુ ભાવ 20 કિલોના 218 જ મળી રહ્યા છે એ જો ગુણવત્તાના હોય તો ભાવ નીચા જાય છે. ઓછામાં ઓછા 100 રૂપિયે 20 કિલોના મળે છે. એટલે કિલોનો ભાવ 5 રૂપિયા થાય છે. જ્યારે મહુવામાં તો 40થી 50 રૂપિયે 20 કિલો (મણ) ના મળે છે એટલે ભાવ માત્ર કિલોના 2 રૂપિયા મળી રહ્યા હોવાનો આક્ષેપ છે. ભાવ તળિયે પોહચતા હવે ભાજપના કિસાન મોર્ચાને CM ને પત્ર લખવાની ફરજ પડી છે.