- તાલુકા પંચાયતની 6 બેઠકો બિનહરીફ
- વલ્લભીપુર, ઉમરાળા, જેસર તાલુકા પંચાયતના ઉમેદવાર બિનહરીફ
- ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો
ભાવનગર : જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત તેમજ પાલીતાણા, વલ્લભીપુર, મહુવા સહિત ત્રણ નગરપાલિકાની ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરીના યોજાશે. જે અંગે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ચકાસણી બાદ જિલ્લા પંચાયત માં 116, તાલુકા પંચાયત માં 600 અને નગરપાલિકા 211 માન્ય રહ્યા હતા.
તાલુકા પંચાયતની 6 બેઠક બિનહરીફ
ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર, ઉમરાળા તેમજ જેસર તાલુકા પંચાયતની 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થતા ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જો વાત કરીએ તો બિનહરીફ ચુંટાઇ આવેલ તાલુકાની જેમાં વલ્લભીપુરના નવાગામ ગાયેકવાડી -1 , દરેડ -1, મેવાળા -1 ઉમેદવાર બિનહરીફ, (2) ઉમરાળા તાલુકા પંચાયત ના રંઘોળા-1, લંગાળા-1, જેસર તાલુકા પંચાયાતના કાત્રોડિ ગામ-1 મળી કુલ 6 ભાજપના ઉમેદવારો બિનહરીફ થતા ભાજપ કાર્યકર્તાઓ ઉમેદવારોની જીતના વધામણા કરવામાં આવી રહ્યા છે.