ભાવનગર: શહેર સંતભુમી ઉપર પ્રકૃતિને સાચવતા( Bird lover in Bhavnagar )અનેક પાલક પિતા જોવા મળે છે તેમાંના એક રાજુભાઈ ચૌહાણ પણ છે. ડોમેસ્ટિક બર્ડ કે કબૂતર હોય તેમજ માંસાહારી પક્ષી હોઈ પણ ઇજાગ્રસ્ત હોઈ તો તેના પિતા રાજુભાઈ બને છે. સ્વસ્થ થઈને ઉડી જાય તેવા પક્ષીઓને મુક્ત કરવામાં આવે છે અને આજીવન ઉડી શકે નહીં તેને આજીવન (Injured bird care )પાળવામાં આવે છે. જાણો કેટલા પક્ષીઓ.
પક્ષીઓ માટે ભગવાન
ભાવનગર શહેર સેવા અને ધાર્મિક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. હાલમાં ગયેલી ઉત્તરાયણમાં ઇજા (Injured bird service in Bhavnagar )પામેલા તેમજ અગમ્ય કારણોસર ઇજાગ્રસ્ત થયેલા નિરાધાર પક્ષીઓની સેવા કરવા મોટું મન અને મક્કમતાની જરૂર પડે છે. ભાવનગરના રાજુભાઈ આજે પણ એવા પક્ષીઓ માટે ભગવાનથી ઓછા નથી.
આ પણ વાંચોઃ Disease in dogs in winter: શ્વાન પ્રેમીઓ માટે અહેવાલ, કોરોના જેવો શ્વાનમાં થતો રોગ જેની નથી દવા
રોગિષ્ટ અને ઇજાગ્રત પક્ષીઓની સેવા
ભાવનગરમાં મૂંગા પશુ કે પક્ષીની સેવા કરવામાં ભાવનગરવાસીઓ હમેશા તૈયાર રહ્યા છે. ભાવનગરના રાજુભાઈ ચૌહાણ 40 વર્ષથી પક્ષીઓની સેવા કરી રહ્યા છે. માંસાહારી કે શાકાહારી કોઈ પણ પ્રકારના પક્ષીઓ ઇજાગ્રસ્ત હોઈ એટલે તેના માટે ભગવાન બની જાય છે. રાજુભાઈ માંસાહારી પક્ષીઓ પોતાના ઘરમાં રાખે છે. કાશીનો કાગડો હોઈ કે કાબર કે પછી ફ્લેમિંગો કે પછી કોઈ પણ બગલાની જાત જેને ઇજા થતાં પોતાના ઘરે પાંજરા બનાવી રાખીને તેમની સારવાર કરે છે. કોઈ દોરીથી ઇજા પામેલા તો કોઈ શોર્ટથી તો કોઈ અન્ય રીતે શિકાર બનેલા પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા તેમની સારવાર કરે છે. માંસાહારી પક્ષીઓને માછલીઓ જેવો ખોરાક લાવીને તેમને પાળે છે. પક્ષી સ્વસ્થ થતા ઉડી શકે તો મુક્ત કરવામાં આવે છે. આજીવન પાળવા પડે તો તેને પણ જીવનભર સાચવે છે.
કબુતરોની સહિત અલગ અલગ પક્ષીની દેખરેખ
શાકાહારી પક્ષીઓ માટે ગૌશાળામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગૌશાળાનો સહયોગ મળતા રાજુભાઈ હાલમાં 300 કબુતરોની દેખરેખ કરી રહ્યા છે. જ્યારે શાકાહારી બજરી, કાકાટેલ અને લવ બર્ડ જેવા પણ પક્ષી આવે છે. એવા પક્ષીઓ જે ઇજા પામ્યા બાદ ઉડી શકે નહીં તેવા પક્ષીઓને પણ આજીવન રાખવાની વ્યવસ્થા ગૌશાળામાં કરવામાં આવી છે. ગૌશાળામાં રૂમો કરવામાં આવ્યા અને શાકાહારી પક્ષીઓને ફ્રુટ, કોથમરી, બાજરો, ઘઉં વગેરે જે પક્ષીનો ખોરાક હોય તે આપવામાં આવે છે. ડોમેસ્ટિક કાકાટેલ,બજરી અને લવ બર્ડ મોટા ભાગે ઘરમાં રાખનાર લોકોનો શોખ પૂર્ણ થઈ જતા અને ઉડી શકે એમ ના હોઈ એટલે આપી જાય છે. ગૌશાળામાં હાલ તેવા ડોમેસ્ટિક 100 જેટલા પક્ષીઓ આજીવન માટે રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Bhavnagar Birds in Danger : ઉત્તરાયણમાં પક્ષીઓના જીવને ગંગાજળિયા વિસ્તારમાં જોખમ, ભાજપ કોંગ્રેસ શું કહે છે?