- ભાવનગરનું બોર તળાવ વગર વરસાદે ઓવરફ્લો
- માળનાથના ડુંગરમાં ચોમાસાનું પાણી વહેતું રહે
- ડુંગરમાંથી ઝરતા પાણીની નદી નાળામાં અને તળાવમાં આવક
ભાવનગરઃ ભાવનગર શહેરનું બોરતળાવ શહેરની શાન છે. શહેરમાં બોર તળાવમાં આવતા પાણીના પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. ભીકડા કેનાલના માંથી પાણીની આવક થતા દરવાજા ખોલવામાં આવ્યા હતા. અને બાદમાં ફરી બંધ કરવામાં આવ્યા છે. માળનાથના ડુંગરમાથી ચોમાસાનું પાણી વરસાદી પાણી વહેતું રહે છે ,જે અવિરત ચાલુ હોવાથી ભીકડા કેનાલ વિસ્તારમાં પાણી ભરાતા દરવાજા ખોલાયા હતા.
બોરતળાવ ફરી છલકાયું
શહેરનું બોરતળાવ છલકાયું છે, અને મહાનગરપાલિકા હવે જ્યારે ઈચ્છે ત્યારે છલકીને ઓવરફ્લો કરી શકે છે. ભીકડા કેનાલમાં ક્ષેત્રમાં પાણીનો ભરાવો થતા કેનાલના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી બે દિવસે એક ફૂટ પાણીનો પ્રવાહ આવતા બોરતળાવ ઓવરફ્લો થયું હતું. ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જો કે મંગળવારે ફરી દરવાજા ભીકડા કેનાલના બંધ કરવામાં આવ્યા છે.
વરસાદ બાદ ડુંગરમાંથી પાણી ઝરે
બોરતળાવમાં ભીકડા કેનાલ મારફતે પાણી આવે છે. અને ભીકડા કેનાલમાં પાણી ડુંગર વિસ્તારમાંથી આવે છે, ત્યારે વોટર વર્ક્સ અધિકારી દેવમુરારી સાથે વાતચીત કરતા તેને જણાવ્યું કે, ભીકડા કેનાલમાં પાણીનો ભરાવો થયો હતો તેથી બોરતળાવમાં પાણી આવે તે માટે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. જે બે દિવસે મંગળવારે બંધ કરી દેવામાં આવ્યા છે. ભીકડા કેનાલમાં પાણી માળનાથ ડુંગરમાં ચોમાસામાં એકઠું થાય અને બાદમાં ડુંગરમાંથી પાણી ઝરે છે, જે ધીરવા ધીરે નદી નાળામાં વહેતુ હોઈ છે. વધારે વરસાદ બાદ ડુંગરમાં પાણી સમાતુ હોવાથી બાદમાં ધીરે ધીરે ઝરતું હોઈબટેના ભાગે ભીકડા કેનાલમાં પાણી આવે છે. અને કેનાલ ભરાય એટલે બોરતળાવ અથવા માલેશ્રી નદીમાં વહેતુ થાય છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં 24 કલાકમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા, 26 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત
આ પણ વાંચોઃ મોદી રાજ્યનાં CM હતા તે વખતનાં તેમના ખાસ અધિકારીઓ હાલ કયા હોદ્દા પર છે, તે અંગે જાણો...