ભાવનગર : ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા આપેલી આગાહી પ્રમાણે ભાવનગર જિલ્લાના બે તાલુકામાં માવઠાએ માજા મૂકી હતી. માવઠાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લાના સૌથી વધુ ડુંગળી પકવતા તાલુકાઓમાં માવઠાના બીજી વખતના મારથી ખેડૂતોના પાકેલા પાકમાં બગડવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે બે તાલુકા પૈકી એક તાલુકાના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
આગાહી પ્રમાણે બે તાલુકામાં માવઠું : ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. જે ભાવનગર જિલ્લા માટે સાચી પડી છે. ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા તાલુકાના ગામડાઓમાં માવઠું થયું હતું. જેમાં અલંગમાં પણ માવઠાના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે અન્ય ગામડાઓમાં પણ માવઠાના દ્રશ્યો સામે આવતા ખેડૂતોની મુશ્કેલી વધી હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : Unseasonal Rain: સંઘપ્રદેશમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો વરસાદ
સૌથી વધુ ડુંગળી પકવતા તાલુકામાં માવઠું : ભાવનગર જિલ્લાના તળાજાની સાથે મહુવા તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ચણા જેટલા કરા પડવાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં એક મહિના જેટલા સમયમાં બીજું માવઠું થયું છે. ત્યારે માવઠાને કારણે ખાસ કરીને તળાજા અને મહુવામાં પાકતી ડુંગળીને લઈને ખેડૂતોમાં ચિંતા વધુ વ્યાપી ગઈ છે. તો બીજી તરફ ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને જતા હોય ત્યારે માવઠું ચિંતા વધુ વધારી રહ્યું છે.
આ પણ વાંચો : માવઠું બીજા દિવસે પવન ગાજવીજ સાથે ત્રાટક્યું: વૃક્ષના બે ભાગ થયા તો હોર્ડિંગ નીચે પટકાયા
માવઠામાં ક્યાં ગામડાઓના નામ આવ્યા સામે : ભાવનગર જિલ્લાના બે તાલુકામાં થયેલા માવઠાને પગલે વાત કરીએ તો કેટલાક ગામડાઓમાં કરા સાથે માવઠું થયું હતું. જેમાં મહુવા પંથકના ખુટવડા, ગોરસ, બોરડી, દુધાળા, કુંભણ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું થયું હતું. જ્યારે તળાજા તાલુકાના દેવળીયા, કુંઢેલી તળાજા સહિતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના અમી છાંટણા થયા હતા. જોકે માવઠું ગાજવીજ સાથે થયું હતું. ઓવન અને ગાજવીજથી થયેલા માવઠાથી ખેડૂતોના પાકેલા પાકમાં નુકશાનની ભીતિ સેવી રહ્યા છે. તો બીજી તરફ સુરત વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસતા ત્યાં પણ ખેડૂતોને પાકને લઈને ભીતિ સેવાઈ રહી છે.