ETV Bharat / state

ભાવનગરમાં લાંચ લેતાં ટ્રાફિક પોલીસનો વીડિયો થયો વાયરલ

ભાવનગર: શહેરમાં લાંચ લેતાં ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ થયો છે. જેથી પોલીસ તંત્રમાં ખળભડાટ મચી ગયો છે. ત્યારે રોષે ભરાયેલાં સ્થાનિકો આ ભ્રષ્ટ પોલીસ કર્મચારી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે.

ભાવનગરમાં લાંચ લેતાં ટ્રાફિક પોલીસનો વીડિયો થયો વાયરલ
author img

By

Published : Jul 18, 2019, 5:45 AM IST

ભાવનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ લાંચ લેતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેને પગલે રોષે ભરાયેલ જનતા દ્વારા આ ટ્રાફિક પોલીસ વિરૂદ્ધ પગલા લેવાની પણ માંગ કરી હતી. તો આ અંગે મળતી માહિતી પ્રમાણે, આ વાયરલ વીડિયો ભાવનગર મધ્યના ગંગાજળિયા તળાવ વિસ્તાર આસપાસનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ભાવનગરમાં લાંચ લેતાં ટ્રાફિક પોલીસનો વીડિયો થયો વાયરલ

જો કે, વીડિયો કઈ તારીખનો છે, તેની કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. આ વીડિયોમાં ટ્રાફિક પોલીસ એક ટુ વ્હીલર ચાલક પાસેથી દલીલ કરી નાણાં ઉઘરાવી ચાલકને કોઈ પહોંચ કે રસીદ આપતો ન હોવાનું દેખાઇ રહ્યું છે. વીડિયોથી પોલીસ તંત્રની ભ્રષ્ટનિતિ ખુલ્લી પડતાં પોલીસતંત્રમાં હડકંપ મચી ગયો છે. ત્યારે સ્થાનિકોમાં તંત્ર વિરૂદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.

Intro:સોશિયલ મીડિયામાં આજે એક વહેતા થયેલા વાયરલ વીડિયોમાં ભાવનગર શહેરના ટ્રાફિક પોલીસમાં ટ્રાફિક બ્રિગેડીયર તરીકે ફરજ બજાવતો એક જવાન એક ટુ વ્હીલર ચાલક પાસેથી ગેરકાયદેસર રીતે નાણા ઉઘરાવતો નજરે ચડી રહ્યું છે આ વીડિયો વાયરલ થતાં સમગ્ર પોલીસતંત્રમાં હડકંપ મચી ગયો છે. જો કે આ વીડિયો ભાવનગરનો હોવા અંગે સતાવાર પુષ્ટી થઇ નથી.
Body:આ અંગેની ઉપલબ્ધ વિગતો એવી છે કે સોશિયલ મીડિયામાં આ જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ટ્રાફિક બ્રિગેડીયર જવાન એક ટુ વ્હીલર ચાલક પાસેથી દલીલ કરી યેનકેન પ્રકારે તેની પાસેથી નાણાં ઉઘરાવી રહ્યો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. જોકે ટુ વ્હીલર ચાલક પાસેથી નાણાં ઉઘરાવ્યા બાદ તેના બદલામાં ટ્રાફિક બ્રિગેડ જવાન તરફથી કોઈ પહોંચ કે રસીદ આપવામાં આવતી નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો ભાવનગર મધ્યના ગંગાજળિયા તળાવ વિસ્તાર આસપાસનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે વિડિયો કઈ તારીખનો છે તેની કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. તો બીજી તરફ આ વાયરલ થયેલા વિડિયોને લઈને સમગ્ર ભાવનગર ટ્રાફિક પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.