ભાવનગર : IPLની ચાલી રહેલી સિઝનને પગલે સમગ્ર દેશ સાથે ભાવનગરમાં પણ ક્રિકેટ રસિયાઓ ક્રિકેટના રંગે રંગાઈ ગયા છે. શહેરમાં એક બે સ્પોર્ટની દુકાનોમાં ખરીદી જોવા મળી છે. એક તરફ વેકેશનનો માહોલ અને બીજી બાજુ IPL મેચોનું ભાવેણુ પણ ક્રિકેટના રંગમાં રંગાયું છે. રમતોના સાધનો વહેચતા માધ્યમોમાં કેવા પ્રકારના રમતોના સાધનોની માંગ અને શું છે ભાવ જાણો.
ક્રિકેટનો ચારેય તરફ માહોલ જામ્યો : ભાવનગર શહેરમાં ક્રિકેટની જામેલી મોસમમાં બાળકોથી લઈને મોટાઓ ક્રિકેટના રંગે રંગાયેલા છે. ત્યારે મધ્યમ વર્ગના બાળકોની માટે સામાન્ય લાકડાના બેટથી પણ ક્રિકેટ રમવાનું ચૂકતા નથી, ત્યારે ભાવનગરમાં ક્રિકેટના બેટ બનાવતા ગરીબ વર્ગના લોકો બેટ બનાવતા હોય છે. ભાવનગરના બાળકો લાકડાના બેટ લઈને મજા માણતા હોય છે. જવાહર મેદાનમાં બેટ બનાવતા ધંધાર્થીઓને ત્યાં બાળકો બેટ લેવા આવતા નજરે પડે છે. જવાહર મેદાનમાં બેટ બનાવતા ધંધાર્થીઓ બેટ 150થી 200 રૂપિયા આસપાસ મળી રહ્યા છે.
આ પણ વાંચો : Cricket Match in Vadodara : વડોદરામાં ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશીપ 2023નો પ્રારંભ, ફાઈનલ મેચ કઇ તારીખે જૂઓ
ક્યાં બેટની માંગ : ક્રિકેટની જામેલી મોસમ વચ્ચે ક્રિકેટ રસિયાઓ હાલ બેટ બોલ ખરીદી કરવા નીકળતા હોય છે. ત્યારે રમતના સાધનોનો વેચાણ કરતા વરુણ નૈયરે જણાવ્યું હતું કે, એક તરફ ચાલી રહેલી IPLની મેચ અને બીજી તરફ વેકેશનનો પ્રારંભ થવાની સાથે ટેનિસ બેટ બોલ અને સીઝનના બેટ બોલને ખરીદીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લોકોની માંગ પણ સારી એવી જોવા મળી રહી છે. જોકે ટેનિસના બેટની વાત કરવામાં આવે તો 150થી લઈને 3000 સુધીની કિંમતના બેટ તેઓ રાખે છે. આ સાથે સીઝનના બેટમાં 1300થી લઈને 5,000 સુધીના બેટ ઉપલબ્ધ છે અને વેચાણ કરે છે. જેમાં કાશ્મીર વીલો અને ઇંગ્લીશવીલો નામના સીઝન બેટનો ક્રેઝ ખૂબ વધ્યો છે.
આ પણ વાંચો : BCCI Central Contract: મહિલા ક્રિકેટ ખેલાડીઓના કેન્દ્રીય કરારની જાહેરાત, હરમનપ્રીત-સ્મૃતિ અને દીપ્તિ Grade ‘A’ માં
કેવી માંગ : ક્રિકેટમાં બોલની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. ત્યારે ભાવનગર જેવા શહેરમાં IPLની જામેલી મોસમ વચ્ચે અને વેકેશનમાં નાના બાળકોથી લઈને મોટો ટેનિસ બોલથી રમવાનું વધારે પસંદ કરતા હોય છે. ભાવનગર શહેરમાં રમત ગમતના સાધનો વહેચતા વરુણ નૈયરે જણાવ્યું હતું કે, હાલ ટેનિસ બોલમાં તેમની પાસે 70 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની કિંમતના બોલ છે. જ્યારે સીઝનમાં તેમની પાસે પ્રેક્ટીસ માટેના 150થી લઈને 200 સુધીના બોલ તેમજ સીઝનના બોલમાં મેચ રમવા માટે 450થી 500 સુધીના બોલ ઉપલબ્ધ છે. જોકે ખાસ કરીને ટેનિસમાં રમનારા લોકો દિવ્યા, ખન્ના, ડેન્જર અને સોફ્ટબોલનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. આમ વેકેશનના ગાળામાં ક્રિકેટનો માહોલ વધારે જામ્યો હોય અને ઘરશાળા, દક્ષિણામૂર્તિ, સેન્ટ મેરી જેવી શાળાઓમાં પણ કેમ્પોનું આયોજન થતા માંગ વધી છે.