ETV Bharat / state

ભાવનગર સર ટી હોસ્પિટલમાં નવા 20 કન્સન્ટ્રેટર, 120 બેડ થશે ખાલી પણ વ્યવસ્થા પુરતી અને દર્દીમાં ઘટાડો

ભાવનગર સર ટી હોસ્પિટલમાં 750 બેડ સાથે રક્તપિત્તવાળી નવી હોસ્પિટલમાં 120 બેડ મળતા 34 દર્દીને મોકલી દેવાયા છે. સમરસમાં 20 નવા દાતાના કન્સન્ટ્રેટર આવ્યા છે, જ્યારે તંત્ર વધુ 40 અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 30 જેવા આવતા સિલિન્ડર પર 120 દર્દીના બેડ ખાલી થશે. આમ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને દર્દી ઘટ્યા હોવાનું સુપરિટેન્ડન્ટ જણાવી રહ્યા છે, એટલે સર ટી હોસ્પિટલમાં સ્વસ્થ થતા દર્દી અને નવા દર્દીના ઘટાડાથી બેડની વ્યવસ્થા 100થી વધારે છે. જેથી ચિંતા જેવો માહોલ નહિ હોવાનું જણાવવામાં આવ્યું છે.

ભાવનગર સર ટી હોસ્પિટલમાં નવા 20 કન્સન્ટ્રેટર,

author img

By

Published : Apr 30, 2021, 1:01 PM IST

  • શહેરમાં રોજ 300થી 500 વચ્ચે કેસ આવે છે
  • રક્તપિત્ત દર્દીની નવી કોરોના હોસ્પિટલ પ્રારંભ થતા રાહતનો દમ લીધો છે
  • સર ટી હોસ્પિટલમાં 627 દર્દીઓ ઓક્સિજન પર હાલમાં સારવાર લઇ રહ્યા છે

ભાવનગરઃ શહેરમાં રોજ 300થી 500 વચ્ચે કેસ આવે છે. જેમાં ગંભીર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવું પડે છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં વ્યવસ્થાઓ છે અને બેડ પણ પૂરતા પ્રમાણમાં ખાલી છે. જો કે, નવા કન્સન્ટ્રેટર દાતા તરફથી આવતા અને રક્તપિત્ત દર્દીની નવી કોરોના હોસ્પિટલ પ્રારંભ થતા રાહતનો દમ લીધો છે, સાથે દર્દીમાં ઘટાડો નોંધાયો હોવાનું હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું હતું.

ભાવનગર સર ટી હોસ્પિટલમાં નવા 20 કન્સન્ટ્રેટર,

આ પણ વાંચોઃ ભાવનગરમાં 155 લોકોએ આપી કોરોનાને માત, 206 લોકો હજુપણ સંક્રમિત

સર ટી હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની શુ સ્થિતિ

ભાવનગર સર ટી હોસ્પિટલમાં હાલ બેડ અને ઓક્સિજન મહત્વના છે. જેના વગર દર્દી માટે હોસ્પિટલ નકામી બની જાય છે. સર ટી હોસ્પિટલમાં 750 બેડની વ્યવસ્થા છે, એ સિવાય હાલ નવી રક્તપિત્તવાળી હોસ્પિટલ મળતા વધુ 125 બેડ મળ્યા છે. સમરસ હોસ્ટેલમાં પણ વ્યવસ્થાઓ છે, એટલે બેડની પરિસ્થિતિ સારી છે. બેડ વિશે હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

બેડ,ઓક્સિજન વચ્ચે કન્સન્ટ્રેટરની એન્ટ્રીથી થશે રાહત

સર ટી હોસ્પિટલમાં 627 દર્દીઓ ઓક્સિજન પર હાલમાં સારવાર લઇ રહ્યા છે. ત્યારે 120 દર્દીઓ સિલિન્ડર પર સારવાર લઈ રહ્યા છે અને જેને 5 લીટર કરતા ઓછા ઓક્સિજનની જરૂર તે માટે દાતા તરફથી આવેલા 20 કન્સન્ટ્રેટર સમરસ હોસ્ટેલમાં દર્દીઓને આપવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સેન્ટ્રલ ઓક્સિજન માટે 15 હજાર લીટર ટેન્કની વ્યવસ્થા હતી. જેમાં 20 હજારની ટેન્કનું કામ ચાલુ છે, જે બે ચાર દિવસમાં શરૂ થતા હોસ્પિટલમાં 35 હજાર લીટરની વ્યવસ્થા થશે.

આ પણ વાંચોઃ દૂરથી વ્યક્તિને તપાસી શકતું અને સલાહ આપતું મશીન ભાવનગરના ઇજનેરે વિકસાવ્યું

30 જેટલા કન્સન્ટ્રેટર ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળશે

20 કન્સન્ટ્રેટર દાતાના મળ્યા બાદ સ્થાનિક કલેક્ટર તંત્ર તરફથી થોડા દિવસમાં 40 કન્સન્ટ્રેટર મળશે અને 30 જેટલા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળશે, જે 20 LPM વાળા હશે. જેમાં એક કન્સન્ટ્રેટરમાં પાંચ લોકોને ઓક્સિજન આપી શકાશે. કારણ કે, કન્સન્ટ્રેટર હવામાંથી ઓક્સિજન લેશે. આમ કન્સન્ટ્રેટર આવવાથી હાલ જે 120 સિલિન્ડર પર છે, જેને 10 લીટરથી ઓછી જરૂર છે તેવા દર્દીને કન્સન્ટ્રેટર પર ફેરવવામાં આવશે. જેથી ગંભીર દર્દી માટે 120 બેડ ખાલી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.