ETV Bharat / state

ભાવનગર શિવમ સોયટીમાં પાણી ભરાતા દીવાલ તોડી સમસ્યા હલ કરાઈ - rain in gujarat 2021

આ વર્ષે મેઘરાજાએ મન મુકીને વરસ્યા છે, ત્યારે અમુક વિસ્તારમાં મેઘ તાનડવ જેવા દશ્યો સર્જાયા છે.ભાવનગર શહેરમાં ગઈકાલથી શરૂ થયેલા વરસાદથી ડેમ તળાવો ઓવરફ્લો થયા છે ત્યારે જવેલ્સ અર્કલ પાસે આવેલી શિવમ સોસાયટીમાં ઢીંચણ ઉપર પાણી ઘુસી જતા દીવાલ તોડીને નિકાલ કરવામાં આવ્યો હતો. સોસાયટીના રહીશોએ તંત્રને કોષયું હતું. તો મેયરે કોઈ ફરિયાદ નહિ હોવાનું જણાવ્યું છે જો કે, ETV BHARAT એ વાત કર્યા બાદ તેઓ તપાસ કરે છે તેમ જણાવ્યું હતું.

ભાવનગર શિવમ સોયટીમાં પાણી ભરાતા દીવાલ તોડી સમસ્યા હલ કરાઈ

author img

By

Published : Sep 30, 2021, 9:53 AM IST

Updated : Sep 30, 2021, 12:08 PM IST

  • જવેલ્સ સર્કલ પાસે આવેલી શિવમ સોસાયટીમાં ઘૂસ્યા પાણી
  • વિક્યોરિયાના તળાવ ઓવરફ્લો થતા સોસાયટીમાં ઘૂસ્યા હતા પાણી
  • દીવાલ તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો

ભાવનગર: શહેરમાં ગઈકાલથી શરૂ થયેલા વરસાદથી ડેમ તળાવો ઓવરફ્લો થયા છે ત્યારે જવેલ્સ અર્કલ પાસે આવેલી શિવમ સોસાયટીમાં ઢીંચણ ઉપર પાણી ઘુસી જતા દીવાલ તોડીને નિકાલ કરવામાં આવ્યો હતો. સોસાયટીના રહીશોએ તંત્રને કોષયું હતું તો મેયરે કોઈ ફરિયાદ નહિ હોવાનું જણાવ્યું છે જો કે ETV BHARAT એ વાત કર્યા બાદ તેઓ તપાસ કરે છે તેમ જણાવ્યું હતું.

જિલ્લાના અનેક ડેમો અને તળાવ ઓવરફ્લો

ભાવનગર શહેરમાં ગઈકાલે રાત્રીથી આજ સાંજ સુધી વરસાદ વરસી રહ્યો હતો. જેને પગલે ભાવનગર બોરતળાવ અને વિક્ટોરિયા પાર્ક કૃષ્ણકુંજ તળાવ સહિત જિલ્લાના અનેક ડેમો અને તળાવ ઓવરફ્લો થયા હતા. ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ પાસે આવેલી શિવમ સોસાયટી અને તેની આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા.

ભાવનગર શિવમ સોયટીમાં પાણી ભરાતા દીવાલ તોડી સમસ્યા હલ કરાઈ

આ પણ વાંચો: ખેડૂતોને રાહત: વણાકબોરી વિયરમાં પાણીની આવક થતાં 2.50 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે પાણી મળશે

સોસાયટીમાં કેવી થઈ પરિસ્થિતિ અને શું કર્યું રહી શોએ

જવેલ્સ સર્કલ પાસે આવેલી શીવમ સોસાયટીમાં ઢીંચણ કરતા વધુ પાણી ભરાવાને કારણે મકાનોની અંદર પાણી ઘુસવાની તૈયારી હતી. કાર બધી જ ડૂબી જવા પામી હતી. સોસાયટીમાં મહિલાઓ ઢીંચણ સુધીના પાણીમાં ઉભા રહીને પાણીને જવાની રાહમાં હતી. આથી સોસાયટીના રહીશો દ્વારા પાણીના નિકાલ માટે જેસીબી બોલાવીને પાણીનું નિકાલ કરવા માટે દીવાલ તોડવાની કામગીરી હાથ ઉપર લીધી હતી. જોકે સોસાયટીઓ દ્વારા સોસાયટીને કોર્ડન કરીને દિવાલો કરી લેવામાં આવતી હોવાથી આ પ્રકારે સમસ્યા સર્જાતી હોય છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં માળીયા હાટીનાની મેઘલ નદી પર આવેલો ખાખરવડ ડેમ ઓવરફ્લો

પાણી ક્યાંથી આવ્યું અને શું કહ્યું મેયરે

વિક્ટોરિયા પાર્કના કૃષ્ણકુંજ તળાવમાં પાણી વધી જવાને પગલે ઓવરફ્લો થયું હતું. આ પાણી જવેલ્સ સર્કલ પાસે આવેલી ગૌરીશંકર સોસાયટી, શિવમ સોસાયટી જેવી સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયું હતું. જેને કારણે સોસાયટીમાંથી પાણીનો નિકાલ કરવા માટે દીવાલ તોડવામાં આવી હતી. આ મુદ્દે મેયર કીર્તિબેન દાણીધારીયા સાથે વાત કરતાં તેમણે આ મામલે કોઈ જાણ ન હોય તેમ જણાવ્યું હતું તેમજ કોઈની ફરિયાદ પણ આવી ન હોવાનું જણાવ્યું હતું. જોકે ETV BHARAT સાથે વાત કર્યા બાદ તેઓ અધિકારી સાથે વાત કરી રહ્યા છે અને કોઈ સમસ્યા હશે. તો દૂર કરવાની કોશિશ કરશે તેમ જણાવ્યું હતું.

Last Updated : Sep 30, 2021, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.