ETV Bharat / state

Bhavnagar Sanskrit Pathshala: 3 સરકારી સંસ્કૃત પાઠશાળાઓ બંધ, ગીતાના પાઠ શીખવશે કોણ?

author img

By

Published : Mar 23, 2022, 1:41 PM IST

ભાવનગર શહેરમાં એકપણ સરકારી સંસ્કૃત પાઠશાળાઓ (Government Sanskrit Pathshala) બચી નથી. જેથી બ્રાહ્મણ પુત્ર વેદોનું શિક્ષણ મફતમાં શીખી શકે. ભાવનગરના તપસી (Bhavnagar Sanskrit Pathshala)બાપુની વાડીમાં હાલમાં સંસ્કૃત પાઠશાળા ટ્રસ્ટ હેઠળ ચલાવવામાં આવી રહી છે. એક સમયે ભાવનગર જિલ્લામાં ત્રણ પાઠશાળાઓ સરકારી હતી પરંતુ બંધ થઈ ગઈ છે.

Bhavnagar Sanskrit Pathshala: ભાવનગર જિલ્લામાં ત્રણ સરકારી સંસ્કૃત પાઠશાળાઓનું પણ પતન

ભાવનગરઃ હિન્દુ ધર્મની સંસ્કૃતિ દેવી દેવતાઓ અને તેના માટેના (Government Sanskrit Pathshala) સંસ્કૃતમાં લખાયેલા વેદોના મંત્રોચ્ચારથી નક્કી થયેલા રીતિરિવાજો અને ધાર્મિક વિધિથી જોડાયેલી છે. હવે વિચારો કોઈ બ્રાહ્મણ વેદ ભણશે જ નહીં તો લગ્ન, વાસ્તુ જેવા ધાર્મિક વિધિ વિધાન કેમ થશે. ભાજપની સરકાર આવ્યા બાદ ભાવનગરમાં ચાલતી સંસ્કૃત પાઠશાળાઓ બંધ થઈ ગઈ કે જ્યાં વેદ ભણીને શાસ્ત્રીઓ તૈયાર થતા હતા. આ પરંપરાને જાળવવા બ્રાહ્મણ(Rammahal Vedic School)પહેલા અને બાદમાં સરકારની જવાબદારી જરૂર હિન્દુ ધર્મને જીવંત રાખવા થાય છે. હાલમાં ગીતાના પાઠનું અધ્યયન શાળાઓમાં નિશ્ચિત કરવામાં આવ્યું જે સ્વીકાર્ય છે પણ વેદો માટે સંસ્કૃત પાઠશાળા પણ તેટલી જ જરૂરી કેમ જાણો.

સંસ્કૃત પાઠશાળાઓ

શાસ્ત્રીઓને જ્ઞાન આપતી પાઠશાળા એટલે સંસ્કૃત પાઠશાળાઓનું પતન - ધ કાશ્મીર ફાઈલ્સ(The Kashmir Files) આવેલી ફિલ્મ બાદ પંડિતો ચર્ચામાં છે. પંડિત એટલે બ્રાહ્મણો જે હિન્દુ ધર્મની સંસ્કૃતિ તેમજ વેદોને જીવંત રાખે છે. હવે વિચારો વેદો શીખવનાર (Bhavnagar Sanskrit Pathshala) કોઈ નહિ હોય તો શું હિન્દુ ધર્મમાં થતી દરેક ધાર્મિક વિધિ કોણ કરાવશે. ધર્મને જીવંત રાખવા શાસ્ત્રીઓને જ્ઞાન આપતી પાઠશાળા એટલે સંસ્કૃત પાઠશાળાઓનું પતન થઈ ગયું છે. ખાનગી ટ્રસ્ટની કેટલીક પાઠશાળા ચાલે છે. સરકારે હાલમાં ભગવદ ગીતાના પાઠને શિક્ષણમાં સ્થાન આપ્યું છે પણ શું તે પૂરતું છે.

સંસ્કૃત પાઠશાળાઓમાં બ્રાહ્મણ શાસ્ત્રીઓ ક્યાં થાય છે તૈયાર - ભાવનગર શહેરમાં એક પણ સરકારી સંસ્કૃત પાઠશાળાઓ શરૂ નથી. જેથી બ્રાહ્મણ પુત્ર વેદોનું શિક્ષણ મફતમાં શીખી શકે. ભાવનગરના તપસી બાપુની વાડીમાં હાલમાં સંસ્કૃત પાઠશાળા ટ્રસ્ટ હેઠળ ચલાવવામાં આવી રહી છે. રામમહલ વૈદિક પાઠશાળાના ગુરુજીનું કહેવું છે રામમહલ વૈદિક પાઠશાળામાં હાલમાં 50 બ્રાહ્મણના પુત્રો કર્મકાંડ, જ્યોતિષ, ગીતા અને વેદોનું જ્ઞાન લેવા આવે છે. હાલમાં નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. એક સમયે ભાવનગર જિલ્લામાં ત્રણ પાઠશાળાઓ સરકારી હતી પરંતુ બંધ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Skin Care tips: આ રીતે ગરમીમાં તમારા શરીરનું અને ત્વચાનું ધ્યાન રાખો

સરકારી સંસ્કૃત પાઠશાળાઓને ક્યારથી તાળા તો પાઠશાળા કેમ જરૂરી - ભાવનગર કે સમગ્ર ભારત વર્ષમાં બ્રાહ્મણો વેદો, ગીતા, શાસ્ત્રનું જ્ઞાન નહિ મેળવે તો હિંન્દુ ધર્મમાં પૂજાતા દેવોને પ્રસન્ન કેવી રીતે સમાજ કરશે આ એક પ્રશ્નાર્થ ઉભો થયો છે, લગ્ન, જનોઈ, વાસ્તુ,ખાતમુહૂર્તઓ કે મરણક્રિયાઓ વગેરે માટે વેદોમાં ઉલ્લેખ છે તેનું જ્ઞાન જોઈ પાસે નહિ હોય તો સમાજ ભટકશે આથી બ્રાહ્મણોએ પ્રથમ જાગૃત બનવાની માંગ બ્રાહ્મણોમાંથી ઉઠી રહી છે. ગુજરાતમાં મોદી સરકાર આવ્યા બાદના પાંચ વર્ષ પછી સરકારી સંસ્કૃત પાઠશાળાઓ ત્રણ હતી જેને તાળા લાગી ગયા હતા. શિક્ષણાધિકારી એન જી વ્યાસે જણાવ્યું હતું કે ત્રણ સંસ્કૃત પાઠશાળા હતી જેમાં ભાવનગર, તળાજા અને પાલીતાણાનો સમાવેશ થાય છે. જો કે 2006 પછી એક પછી એક પાઠશાળાઓ બંધ થવા લાગી હતી. પાઠશાળા બંધ થવા પાછળ ઘટતી સંખ્યા હતી. હાલમાં અનેક ટ્રસ્ટ સંસ્કૃત પાઠશાળા ખોલવા માંગ કરી રહ્યા છે.

બ્રાહ્મણો પોતાનો ધર્મને ચૂકશે તો આપણી સંસ્કૃતિ કઈ રીતે ઓળખાશે - બ્રહ્મણોની ઓળખાણ માત્ર ત્રણ વેદોના જ્ઞાનથી થાય છે. બ્રાહ્મણ અન્ય જ્ઞાન ભલર ગમે તેટલું મેળવે પણ સાથે પોતાના બાળકોને ગાયત્રી, શિવસ્ત્રોત, વિષ્ણુપુરાણ, ગીતા વગેરેનું જ્ઞાન આપવું જોઈએ. ખાનગી ટ્રસ્ટના વૈદિક પાઠશાળાના ગુરુજી સંજય મહેતાએ જણાવ્યું હતું કે સંધ્યા, ગીતા, ગાયત્રી વગેરે આજના સમયમાં બ્રાહ્મણ બાળકોને શીખવવું પડશે. બ્રાહ્મણો પોતાનો ધર્મને ચૂકશે તો આપણી સંસ્કૃતિ કઈ રીતે ઓળખાશે, ગીતા, સંધ્યા, વેદો આવડશે જ નહીં તો એક દિવસ સમાજને જ્ઞાન આપનારું કોઇ નહીં હોય.

ગીતાના પાઠને શિક્ષણમાં સ્થાન આપ્યું - સરકારે હાલમાં ગીતાને શિક્ષણમાં સમાવેશ કર્યો છે. જો કે હિન્દુ ધર્મમાં ગીતા એક સંદેશ છે. ત્યારે એ સિવાય પણ ચાર વેદો અને હિન્દુ ધર્મના દેવી દેવતાઓની અલગ સ્તુતિ સંસ્કૃતમાં આપેલી છે જેમકે રુદરી, શિવપંચાક્ષર સ્ત્રોત, શિવ મહિમન, મહિસાસુર મર્દિની સ્ત્રોત સહિત અનેક વંદનાઓ અને સ્તુતિઓનો સમાવેશ થાય છે. જે હિન્દુ ધર્મના પ્રસંગો, વિધિઓ અને કર્મકાંડ વગેરેમાં કરવામાં આવે છે. આથી સંસ્કૃત પાઠશાળાથી ધર્મને જીવંત રાખવા માટે બ્રાહ્મણો સાથે સરકારને પણ વિચારવું જરૂરી બની જાય છે.
આ પણ વાંચોઃ Antiques In bhavnagar: 30 વર્ષથી એન્ટિક ચીજવસ્તુઓનું વેચાણ કરીને રોજીરોટી કમાઈ રહ્યો છે ભાવનગરનો આ મુસ્લિમ પરિવાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.