ETV Bharat / state

ભાવનગર આર.આર.સેલે દારૂના જથ્થા સાથે 2 ઈસમની કરી ધરપકડ - gujaratinews

ભાવનગર: રેન્જના આર.આર.સેલ અને સિહોર પોલીસે વરતેજ તાબેની નારી ચોકડી ખાતેથી ટોરસ ટ્રકમાં પાવડરની આડમાં છુપાવેલો વિદેશી દારૂની પેટી નંગ-686, સહિત કુલ કિંમત રૂ. 34,74,040ના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.

ભાવનગર આર.આર.સેલે દારુના જથ્થા સાથે 2 ઈસમની કરી ધરપકડ
author img

By

Published : May 21, 2019, 5:40 AM IST

ભાવનગર રેન્જના જિલ્લાઓમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલા ગુનાનો ભેદ ઉકેલવા માટે ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારે તમામ પોલીસ અધિકારીઓને કડક સુચના આપી હતી. જેના ભાગ રૂપે આર.આર. સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા સ્ટાફના માણસો વલ્લભીપુરના અનડીટેકટ ગુનાના કામે નારી રોકડી ખાતે તપાસમાં હતા.

ભાવનગર આર.આર.સેલે દારુના જથ્થા સાથે 2 ઈસમની કરી ધરપકડ

રાજસ્થાન પાર્સિગનો એક શંકાસ્પદ ટ્રક આવતા તેની તપાસ કરવામાં આવતા ટ્રકમાં બેઠેલા કુલ-ત્રણ ઇસમોએ નાસવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી બે ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રકની તપાસ કરતા ટ્રકમાં ઉપરના ભાગે પાવડરની થેલીઓ નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવામાં આવ્યો હતો. જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી સહિત પાવડર ભરેલ થેલી મળી કૂલ 34,74,040નો મુદ્દામાલ સાથે ધરમસીંગ જવાહરસીંગ રાજપૂત, છેલસીંગ છોગસીંગ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી.

દારૂનો જથ્થો આપનાર સોહનલાલ બીશ્નોઇ અને દારૂનો જથ્થો મંગાવનાર દિગ્પાલસિંહ ઉર્ફે કુમારપાલસિંહ મદારસિંહ ગોહિલ રેઇડ દરમિયાન એક ઇસમ નાસી ગયો હતો. તમામ ઇસમો વિરૂધ્ધ શિહોરના હેડકોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ એન. ગોહીલનાઓએ પ્રોહી. એક્ટ હેઠળ ફરિયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

ભાવગર રેન્જના આર.આર.સેલ તથા સિહોર પોલીસે વરતેજ તાબેની નારી ચોકડી ખાતેથી ટોરસ ટ્રકમાં પાવડરની આડમાં છુપાવેલ વિદેશી દારૂની પેટી નંગ-૬૮૬, બોટલ નંગ-૮૨૩૨ સહિત કુલ કિ.રૂ. ૩૪,૭૪,૦૪૦ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, ભાવનગર રેન્જના જીલ્લાઓમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ગઇકાલે સાંજના સમયે આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર  તથા સ્ટાફના માણસો વલ્લભીપુરના અનડીટેકટ ગુન્હાના કામે નારી રોકડી ખાતે તપાસમાં હતા દરમ્યાન રાજસ્થાન પાર્સીગનો એક શંકાસ્પદ ટ્રક આવતા જેની તપાસ કરવા જતા ટ્રકમાં બેઠેલ કુલ-ત્રણ ઇસમો ભાગવા લાગતા જેમાંથી બે ઇસમોને પકડી પાડેલ અને શિહોર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.આર. સોલંકી તથા સ્ટાફના માણસો સાથે ટ્રક ચેક કરતા ટ્રકમાં ઉપરના ભાગે પાવડરની થેલીઓ હોય જેની નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોય જે જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ-૬૮૬, બોટલ નંગ-૮૨૩૨ કી.રૂ.૨૪,૬૭,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-ર કી.રુ.૩૫૦૦, ટ્રક-૧ કી.રૂ-૧૦,૦૦,૦૦૦ તથા રોકડ રૂપિયા-૨૫૪૦, તાલપત્રી-ર કી.રુ.૨૦૦, તથા પાવડર ભરેલ થેલી નંગ-૧૬૦ વિ. મળી કૂલ કી.રુ.૩૪,૭૪,૦૪૦ ના મુદ્દામાલ સાથે ધરમસીંગ જવાહરસીંગ રાજપૂત (ઉ.વ. ૨૭ રહે. ગામ અયાતરી તા. કુંભલગઢ થાના ચારભૂજા જી. રાજસમન્દ (રાજસ્થાન)), છેલસીંગ છોગસીંગ રાજપૂત (ઉ.વ.૫૫ રહે. ગામ કેરાલ પોસ્ટ રોડલા તા.અહોર જી. ઝાલોર (રાજસ્થાન))ને પકડી પાડેલ હતા અને ઉપરોકત દારૂનો જથ્થો આપનાર સોહનલાલ બીશ્નોઇ (રહે.જોધપુર ઠે.ડાંગીવાસ રોડ,રાજસ્થાન) તથા દારૂનો જથ્થો મંગાવનાર દિગ્પાલસિંહ ઉર્ફે કુમારપાલસિંહ મદારસિંહ ગોહિલ (રહેવાસી-વરતેજ તા.જી.ભાવનગર) તથા રેઇડ દરમ્યાન એક ઇસમ નાસી ગયેલ હોય તમામ ઇસમો વિરૂધ્ધ શિહોર પો.સ્ટે.ના હેડકોન્સ. રાજેન્દ્રસિંહ એન. ગોહીલ નાઓએ  પ્રોહી. એકટ તળેની ફરીયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.                            
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.