- 24 કલાક સતત આવેલા વરસાદથી બીજા દિવસે પણ એક ઇંચ વરસાદ નોંધાયા
- શહેરના કુંભારવાડા અને શાસ્ત્રીનગર વિસ્તારમાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા
- ગાજવીજ સાથે ધીમીધારે ચાર કલાક સુધી સતત વરસ્યો વરસાદ
ભાવનગર (Rain Update): શહેરમાં મેઘરાજાની વિધિવત રીતે ચોમાસાની પધરામણી થઈ ગઈ છે, ગુરૂવારે ભાવનગર તાલુકા સહિત ઘોઘા, ઉમરાળા, સિહોર જેવા તાલુકામાં આશરે 4 ઇંચ વરસાદ વરસ્યા બાદ બીજા દિવસે પણ વરસાદની પધરામણી થઈ છે, બપોરના સમયે વરસાદ સારો એવો આવતા થોડા ઘણા બફારામાંથી પણ રાહત મળી હતી.
આ પણ વાંચો: ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ભાવનગરમાં ચોમાસામાં સતત બીજા દિવસે વરસાદથી વાતાવરણ આહલાદક
ભાવનગરમાં ચોમાસાનો પ્રથમ વરસાદ બપોર બાદ શરૂ થયો હતો. વરસાદ ગાજવીજ સાથે ધીમીધારે શરૂ થતાં વરસાદ ચાર કલાક સુધી સતત વરસ્યો હતો. વરસાદથી લોકોને બફારામાંથી રાહત મળી હતી. આમ તો છેલ્લા એક અઠવાડિયાથી ચાલતા બફારાનો અંત આવ્યો છે અને ચાર ઇંચ જેવો વરસાદ નોંધાયા બાદ બીજા દિવસે પણ મેઘરાજાની સવારી કાળા વાદળો સાથે યથાવત રહી છે. 24 કલાક સતત આવેલા વરસાદથી બીજા દિવસે પણ એક ઇંચ જેવો વરસાદ નોંધાયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
આ પણ વાંચો: ભાવનગર જિલ્લામાં ત્રણ દિવસમાં માવઠાની આગાહી, વાતાવરણમાં પલટો
ભાવનગરમાં વરસાદમાં બીજા દિવસે પણ ભરાયા પાણી
ભાવનગર શહેરમાં અને તાલુકાઓમાં બીજા દિવસે પણ મેઘરાજાની સવારી શરૂ રહેવાથી આશરે એક ઇંચ જેટલો વરસાદ પડવાથી પાણી ભરાયાના બનાવો બન્યા છે. શહેરના કુંભારવાડા વિસ્તાર અને શાસ્ત્રીનગર વિસ્તારમાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. પાણીની સ્ટ્રોમ લાઇનના ઢાંકણાઓમાં કચરો આડો આવતા પણ પાણી ભરાઈ રહ્યા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. જો કે, કચરો કાઢવાની સાથે ભરાયેલા પાણીનો નિકાલ થયો હતો.