ભાવનગરઃ શહેરમાં પોલીસે લોકડાઉનનું પાલન કરાવવા માટે હવે ડ્રોનનો સહારો લીધો છે. આમ તો, લોકડાઉનનું પાલન થઈ રહ્યું હતું. પણ કેટલાક લોકો ઘરની બહાર અકારણ નીકળતા હોવાથી તેમને રોકવા માટે હવે પોલીસે ડ્રોનનો સહારો લેવાનું નક્કી કર્યુ છે.
કોરોના વાઈરસના વધતાં સંક્રમણને પગલે ભાવનગરમાં પોલીસ તંત્ર કડક બન્યું છે. IG રેન્જ કચેરી પણ ભાવનગરમાં હોવાથી કડક અમલવારી થઈ રહી છે.
ભાવનગરમાં 70થી વધુ કેસો લટાર મારનાર સામે નોંધાયા છે, તો IG રેન્જ કચેરી નીચેના જિલ્લામાં આશરે 300 જેટલા કેસ નોંધાયા છે. પોલીસે સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ કરી રહી છે અને શહેરમાં નીકળતા લોકો પર નજર રાખી રહી છે. એવામાં હવે ડ્રોનનો પણ ઉપયોગ થતાં પોલીસની કામગીરી વધુ સરળ બની છે. પોલીસ એક સ્થળેથી શહેરના જે-તે વિસ્તાર પર નજર રાખી શકશે અને લટાર મરનારની સામે કાર્યવાહી કરી શકશે.