ભાવનગર: શહેરમાં પછાત વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના કારખાનાઓમાં સૌથી વધુ મજૂર વર્ગ કામ કરે છે. નાના મધ્યમ વર્ગના લોકો કારખાના ચલાવીને પ્લાસ્ટિકની પાટી અને દોરડા જેવી વસ્તુઓ બનાવતા હોય છે. આ વ્યવસાય સાથે 10 હજારથી વધુ લોકો સંકળાયેલા છે. પ્લાસ્ટિક વિવર્સ એસોસિએશન દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે કે મજૂરી કરતા લોકોને સહાય આપવામાં આવે.
વિવર્સ એસોસિએશનની નીચે 450 સભ્યો છે જેને સંપૂર્ણ બંધ પાળ્યું છે. ત્યારે જિલ્લા પ્લાસ્ટિક પાટી જોબ વર્કસ વેલ્ફેર એસોસિયેશનએ કલેકટર પાસે માંગ કરી છે કે, મોટી સંખ્યામાં લોકો પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેને આર્થિક મદદ ખૂબ જરૂરી છે. રોજનું રળીને રોજનું પેટ ભરનાર વર્ગની હાલત ખૂબ ખરાબ થઈ રહી છે.
પ્લાસ્ટિક ઉદ્યોગ બહોળી સંખ્યામાં છે અને મોટી સંખ્યામાં લોકો મજદૂરી મેળવતા હોઈ છે. ત્યારે કોરોનાની મહામારીમાં સરકારને સાથ આપનાર મજૂર વર્ગને ધ્યાનમાં લઈને સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.