ETV Bharat / state

Bhavnagar News : ભાવનગર આંગણવાડી કર્મચારી સંઘની હડતાળ, સરકારને સદ્ધબુદ્ધિ આવે તે માટે યજ્ઞ કર્યો - ભાવનગર આંગણવાડી કર્મચારી સંઘ

ભાવનગર શહેર અને જિલ્લામાં આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા 27 તારીખથી હડતાળ ચાલી રહી છે. ત્યારે વિરોધ કાર્યક્રમોની શૃંખલામાં આંગણવાડીની બહેનોએ સરકાર માટે સદબુદ્ધિ યજ્ઞ યોજાયો હતો. જોકે આંગણવાડી કર્મચારીઓના બે સંઘને પગલે મતાંતર પણ દેખાયાં છે.

Bhavnagar News : ભાવનગર આંગણવાડી કર્મચારી સંઘની હડતાળ, સરકારને સદ્ધબુદ્ધિ આવે તે માટે યજ્ઞ કર્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 6:35 PM IST

અનેક પ્રશ્નોને લઇ હડતાળ

ભાવનગર : ભાવનગર શહેરમાં ચોથા દિવસે આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા હડતાળ શરૂ રાખવામાં આવી છે. શહેરના ભરતનગર રક્ષેશ્વર મહાદેવ મંદીરે સરકારને સદબુદ્ધિ ભગવાન આપે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બહેનો જોડાયેલી જોવા મળી હતી. જો કે બે સંઘ હોઈ મતમતાંતર પગલે વિવાદો પણ સામે આવ્યા હતાં. ચાલુ બંધ આંગણવાડી વચ્ચે કોનું પલડું ભારી રહ્યું છે તે જાણો. સદબુદ્ધિ યજ્ઞમાં સરકાર સામે પ્રહાર કરવા તે પણ જાણો.

27 તારીખથી હડતાળ : ભાવનગર શહેર અને જિલ્લામાં આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા 27 તારીખથી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેને પગલે સમગ્ર જિલ્લામાં આંગણવાડીની બહેનો કામગીરીથી અળગી રહી છે. ત્યારે ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા રક્ષેશ્વર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો એક થઈ હતી. બહેનો દ્વારા તેમના પડતર પ્રશ્નોને પગલે સરકાર તેમની માંગણી સ્વીકારે તે હેતુથી એક સદબુદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે બે સંઘને પગલે પણ મતાંતર સામે આવ્યો છે. પરંતુ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘે તે વાતને ફગાવી છે.

રક્ષેશ્વર મહાદેવ મંદિરે યોજાયો સદબુદ્ધિ યજ્ઞ : ભાવનગર શહેરમાં 27 ઓક્ટોબર થી લઈને જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા હડતાલ પાડવામાં આવી છે. હડતાળના ભાગરૂપે પોતાની કામગીરીથી બહેનો અળગી રહીને રોજ નવતર કાર્યક્રમ આપી રહી છે. આંગણવાડી જિલ્લા કર્મચારી સંઘ દ્વારા ભરતનગર ખાતે આવેલા રક્ષેશ્વર મહાદેવના મંદિર ખાતે સદબુદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારી બહેનો ઉપસ્થિત રહી હતી. વિવિધ પ્રશ્નોને લઈને યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી અને સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના બહેનો દ્વારા કરાઈ હતી.

પડતર પ્રશ્નો બહુ બધા : ભાવનગર શહેરના ભરતનગરના રક્ષેશ્વર મહાદેવના મંદિર ખાતે જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા યોજાયેલા સદબુદ્ધિ યજ્ઞમાં જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના ખજાનચી પારુલબેને જણાવ્યું હતું કે બહેનોના પડતર પ્રશ્નો બહુ બધા છે. ગમે તે સરકાર હોય કોઈ કાંઈ કરતું નથી.

સરકારી કાર્યક્રમ હોય ત્યારે સરકારી કર્મચારી શબ્દ આપે અને બીજા કર્મચારી કરે છે તો તમારે કરવું પડશે તેમ કહે છે. જ્યારે બોનસ આપવાનું હોય, પગાર વધારો કરવાનો હોય તો અમને માનદવેતન શબ્દ આપી દેવામાં આવે, કોઈ અમારી સામે જોતું નથી. તેથી અમારા પ્રશ્નો છે. અમને સરકારી કર્મચારી ગણે. નારી સશક્તિકરણના સરકાર ખૂબ કાર્યક્રમ આપે છે અને અમારા દ્વારા જ કરાવે છે પણ અમારી સામું ક્યાં ધ્યાન સરકારનું ? અમારું શોષણ બંધ કરે અને કરશે તો જરૂર સફળ થશે. આજે સદબુદ્ધિ યજ્ઞ કર્યો છે. અમારા પ્રશ્નો છે તેના માટે સરકારને સદબુદ્ધિ આપે... પારુલબેન ચોંટાલીયા (ખજાનચી, જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ)

કર્મચારીના બે સંઘમાં મતમંતાંતર સામે આવ્યાં : ભાવનગરના ભરતનગર વિસ્તારમાં રક્ષેશ્વર મહાદેવ યોજવામાં આવેલા સદબુદ્ધિ યજ્ઞમાં જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના ખજાનચી પારુલબેને સવાલ કરવામાં આવ્યો હતો કે કર્મચારીના બે સંઘમાં મતમતાંતર છે. ત્યારે પારુલબેને જણાવ્યું હતું કે ઘટક એક અને બે બંને જૂથ જોડાયેલા છે પણ સો એ સો ટકા ના જોડાયેલ હોય. ઘણા માનસિક રીતે જોડાયેલા છે. બહેનો બીવે છે. બહેનોને ધમકી આપવામાં આવે છે તમને છૂટા કરી દેવામાં આવશે તમને નોટિસ આપવામાં આવશે. એટલે બહેનો માનસિક રીતે જોડાયેલા છે શારીરિક રીતે કામ ચાલુ રાખ્યું છે. બધા જોડાયેલા છે બધાને અન્યાય થયો છે. કોઈને ન્યાય છે જ નહીં.

  1. Anganwadi workers strike : "માનસિક તૂટી જવાય એટલું કામ કરાવે છે" - આંગણવાડી કાર્યકરોની વ્યથા, અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ
  2. Bhavnagar News: દેશની 24 લાખ આંગણવાડી બહેનોના અવાજ બન્યા ભાવનગરના આંગણવાડીના પ્રમુખ, સુપ્રીમ કોર્ટમાં લડત ચલાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.