ભાવનગર : સ્વચ્છતા ત્યાં પ્રભુતા ગાંધીજીએ ભારતવાસીઓને એક આ મંત્ર આપેલો છે. ત્યારે દરેક લોકો સ્વચ્છતામાં જરૂર માનવું જોઈએ. ભાવનગરમાં ગાંધી જયંતિ નિમિત્તે લઈને દરેક પદાધિકારીઓ અને અધિકારીઓ સાફસફાઈના કાર્યક્રમમાં જોડાયા હતાં. શહેરના કહેવાતા પ્રથમ નાગરિક મેયરે જ્યાં સાફસફાઈ કરી હતી. તે વિસ્તારની હકીકત અહીંયા અમે તમને ક્યાંય છતી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જો કે સ્થિતિ ત્યાંની શું છે તે તમે પણ જુઓ અને સમજો કે આ જવાબદારી માત્ર તંત્રની છે કે પ્રજાને પણ છે.
ગાંધી જયંતિ નિમિતે મેયરનું સ્વચ્છતા માટે શ્રમદાન : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના હાલમાં પ્રથમ નાગરિક બનેલા નવા મેયર ભરતભાઈ બારડ ગાંધી જયંતિ નિમિત્તે શ્રમદાન કાર્યક્રમમાં જોડાયા હતાં. ભાવનગરના ગોળીબાર હનુમાનજી રોડ ઉપર મેયર અને અન્ય નગરસેવકો સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્વચ્છતા કરી હતી. એક કલાક સુધીનો શ્રમદાનનો આ કાર્યક્રમ હતો. તેમાં રસ્તા ઉપર જાહેરમાં પડેલો કચરો ઉઠાવીને રસ્તાની બંને બાજુને સાફ કરવામાં આવી હતી. કોઈ સાફ સફાઈના આવેલા ફોટામાં કચરો નહિવત જોવા મળી રહ્યો છે. જ્યારે અને સ્થળો ઉપરના શ્રમદાનમાં સામે આવેલા ફોટામાં ક્યાંક તો ધારાસભ્ય હોવા છતાં કચરો દેખાતો નથી પણ સાવરણો જરૂર ફરતો દેખાય છે. આગળ જુઓ બીજા દિવસે એ સ્થળ પર સ્થિતિ.
બીજા દિવસે રિયાલિટી ચેક : મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડે અને મહાનગરપાલિકાના અધિકારી તેમજ નગરસેવકોએ જે સ્થળે ગાંધી જયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું અને સાફસફાઈ કરી તે રસ્તા ઉપર હાલમાં શું સ્થિતિ છે તે જાણવાની કોશિશ ઈટીવી ભારતે કરી હતી. સ્થળ ઉપર તપાસ કરતા જ્યાં સાફસફાઈ કરવામાં આવી હતી, ત્યાં જૂજ કચરો જોવા મળતો હતો. ત્યારે જે સ્થળે સફાઈ કરી તેની સામે આવેલા જવાહર મેદાનની દીવાલ પર કચરાના ઢગલાઓ જોવા મળતા હતાં. ગઈકાલે ગાંધી જયંતિએ પણ ત્યાં હતાં જ. પરંતુ તેની સફાઈ થઈ નહોતી કારણ કે તે મોટા વાહનો દ્વારા જ ઉઠાવીને સાફસફાઈ કરવી પડે તેવી સ્થિતિ હતી. મતલબ ઢગલા થાય ત્યાં સુધી કચરો ઉઠાવવામાં આવતો નથી. ત્યારે આ મુદ્દે મેયર ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે જે જવાહર મેદાન છે તે ડિફેન્સની જગ્યા છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા ત્યાં સમયાંતરે સાફસફાઈ કરાવવામાં આવે છે. હાલમાં પણ અમે સૂચનાઓ આપી દીધી છે.
કચરામાં ફેરવાયેલા જવાહર મેદાનની દીવાલ : વર્ષોથી ભાવનગરના ગોળીબાર હનુમાનજીના મંદિરથી લઈને રિલાયન્સ મોલ તરફ જવાના રસ્તા ઉપર એક તરફ રહેણાકી વિસ્તાર છે, જ્યારે બીજી તરફ જવાહર મેદાનની દીવાલ છે. જો કે આ વિસ્તારમાં સમગ્ર શિક્ષિત લોકો વસવાટ કરે છે. પરંતુ જવાહર મેદાનની રિલાયન્સ મોલથી લઈને ગોળીબાર હનુમાન સુધીના રસ્તા ઉપર એકમાત્ર કચરો ઠલવાયેલો જોવા મળે છે. આ સ્થિતિ વર્ષોથી છે. જો કે એ વિસ્તાર સિવાય પણ જવાહર મેદાનના અન્ય વિસ્તારોમાં પણ કચરાઓના ઢગલા જોવા મળે છે, તેનું નિરાકરણ થતું જ નથી. ત્યારે એક કલાકનું શ્રમદાન કરનાર શાસકો અને અધિકારીઓ જમીની વાસ્તવિકતાની દ્રષ્ટિએ સમગ્ર કચરાની સમસ્યાને હલ કરવામાં ક્યાંક જરૂર ઉંણા ઉતરી રહ્યા છે.