ETV Bharat / state

Bhavnagar News : દિવાળી ટાણે આંદોલનથી ગરીબોને અનાજ મેળવવામાં મુશ્કેલી, રેશન શોપ એસોસિએશનનું આંદોલન કેમ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 2:33 PM IST

Updated : Nov 1, 2023, 2:52 PM IST

ગુજરાતમાં એક પછી એક આંદોલનનો પ્રારંભ થયો છે. STની માગ સંતોષાતા સમેટયું ત્યાં આંગણવાડીનું શરૂ થયું છે. હવે ગરીબોના પેટનું માધ્યમ કહેવાતા રેશન શોપ ડીલરોનું આંદોલન શરૂ થયું છે. રાજ્યમાં 82 લાખ રેશનકાર્ડધારકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Bhavnagar News : દિવાળી ટાણે આંદોલનથી ગરીબોને અનાજ મેળવવામાં મુશ્કેલી, રેશન શોપ એસોસિએશનનું આંદોલન કેમ?
Bhavnagar News : દિવાળી ટાણે આંદોલનથી ગરીબોને અનાજ મેળવવામાં મુશ્કેલી, રેશન શોપ એસોસિએશનનું આંદોલન કેમ?
82 લાખ રેશનકાર્ડધારકોને મુશ્કેલી

ભાવનગર : લોકસભાની ચૂંટણીને પગલે પ્રથમ ST બાદમાં આંગણવાડી અને હવે રાજ્યના રેશન શોપ ડીલર એસોસિએશન દ્વારા રાજ્ય વ્યાપી અસહકાર આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રેશનસોપ ડીલર એસોસિએશનની અગાઉની ઓગસ્ટ મહિનાની માંગણી સરકારે સ્વીકારવાની બાહેધરી આપ્યા બાદ અસહકાર આંદોલન સપ્ટેમ્બરમાં પૂરું કરી દેવામાં આવ્યું હતું. પરંતુ એક માસ છતાં સરકાર નહીં જાગતા દિવાળીના ટાણે રેશન શોપ ડીલર એસોસિએશન દ્વારા અસહકાર આંદોલન શરૂ કરીને ગરીબોને મૂંઝવણમાં જરૂર મૂકી દીધા છે. ત્યારે સરકાર શું કરશે તે પ્રશ્ન ઊભો થાય છે.

અસહકાર આંદોલન બીજી વખત શરુ : ગુજરાતમાં એસ.ટીના આંદોલન બાદ આંગણવાડીનું આંદોલન શરૂ થયું અને હવે રેશન શોપ ડીલર એસોસિએશન પડતર માંગને પગલે બાયો ચડાવી છે. ગુજરાતમાં રેશન શોપ ડીલર એસોસિએશન દ્વારા રાજ્ય વ્યાપી આંદોલનનો પ્રારંભ કર્યો છે. ત્યારે રાજ્ય રેશન શોપ ડીલર એસોસિએશનના પ્રમુખ મહિપતસિંહ ગોહિલે તેનું કારણ દર્શાવ્યું હતું

અગાઉ ઓગસ્ટ માસમાં અમે સરકાર સાથે અમારું કમિશન 20000 કરવાની જે માંગ કરી હતી, તેમાં સરકારે સપ્ટેમ્બર માસમાં સ્વીકારી લેવા બાહેધરી આપી હતી. પરંતુ એક માસ વિતવા છતાં સરકારે કશું નહીં કરતા અંતે અમારે ફરી પહેલી નવેમ્બરથી અસહકાર આંદોલનનો પ્રારંભ કરવો પડ્યો છે. જેને પગલે આજથી સમગ્ર ગુજરાતમાં રેશન શોપ દુકાનો બંધ રહેશે. જો ખુલી હશે તો વિતરણથી અળગા રહેશે. આમ અમે અસહકાર આંદોલનનો પ્રારંભ કર્યો છે. મહિપતસિંહ ગોહિલ (પ્રમુખ, રેશન શોપ ડીલર એસોસિએશન,ગુજરાત)

રાજ્યમાં કેટલા રેશનકાર્ડધારકો અને રેશન શોપ : ગુજરાતમાં આવેલી રેશન શોપમાં ઘઉં, ચોખા વગેરે જેવા અનાજ વિતરણનો કામગીરી રેશન શોપ ઉપર પહેલી નવેમ્બરથી બંધ કરવામાં આવી છે, ત્યારે રેશન શોપ ડીલર એસોસિએશનના પ્રમુખ મહિપતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં NFS એટલે કે ઘઉં ચોખા જેમાં મળતા હોય તેવા કાર્ડના આશરે 82 લાખ જેટલા ધારકો રાજ્યમાં આવેલા છે. રાજ્યમાં 17,000 જેટલી રેશન શોપ દુકાનમાં આવેલી છે. ભાવનગર જિલ્લામાં જ 700 જેટલી દુકાનો અને 2.50 લાખ જેટલા ધારકો આવેલા છે. અમારી માંગણી સ્વીકારી નથી તે માટે અમે હાલમાં અસહકાર આંદોલનનો પ્રારંભ કર્યો છે. જેથી કરીને સરકાર રેશન શોપ ડીલરોની પરિસ્થિતિને સમજી શકે છે.

સરકારે તરત જાગવું જરૂરી : સમગ્ર ગુજરાતમાં ગરીબી રેખામાં આવતા આશરે 82 લાખ જેટલા એનએફએસ રેશનકાર્ડધારકોને દિવાળી ટાણે જ અનાજ વિતરણ બંધ કરી રેશન શોપ ડીલર એસોસિએશન દ્વારા સરકારને જરૂર મૂંઝવણમાં મૂકી છે. પહેલી નવેમ્બર પ્રથમ દિવસથી પણ સહકાર આંદોલનમાં રેશન શોપ ડીલર એસોસિએશનના સંચાલકો જોડાયા છે અને તેની અસર પણ જોવા મળી છે. રેશન શોપ દુકાનો બંધ જોવા મળી રહી છે ત્યારે દિવાળી સમયે અનાજથી વંચિત રહેવાથી ગરીબો માટે વિકટ પરિસ્થિતિ બનવાની છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ દિવાળી સમયનું અનાજ વિતરણ હજુ બાકી છે તેને પગલે ગરીબોની મુશ્કેલીમાં જરૂર વધારો થઈ શકે છે.

  1. Bhavnagar News: ગુજરાતમાં એક દિવસ રેશન શોપ બંધ રહેતા સરકાર ઝૂકી, સરકારે બેઠક માટે આજે બોલાવ્યા
  2. Ahmedabad News : જગન્નાથ મંદિરના સાધુ સંતોને મળ્યું રેશન કાર્ડ, હવે મળશે નવો લાભ
  3. લ્યો બોલો..! ભાવનગરમાં તુવેરદાળ ચૂંટણીમાં મુદ્દો બનશે આવા થાય છે સવાલો

Last Updated : Nov 1, 2023, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.