ભાવનગર : કલાકાર પોતાની કલા પીરસતો હોય છે ત્યારે તેના કલાના સૂર સાથે સંગીતને ઉદ્ભવતા વાજિંત્રો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. નવરાત્રીના એક માસ પહેલા તબલા બનાવતા કારીગરોને શ્રાદ્ધ માસમાં પણ નવરાશનો સમય મળતો નથી. એક એવો કારીગરનો વર્ગ જે ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે, ત્યારે ચાલો જાણીએ કે આ તબલાના કારીગરોને.
રીપેરીંગમાં આવતા તબલાઓ અને નવું શું : લોકસાહિત્યકાર કે કોઈ ગાયક કલાકાર પોતાના સ્વરને જ્યારે રજૂ કરતો હોય છે, ત્યારે એક વાજિંત્ર તેનું સહભાગી હોય છે. અહીંયા વાત કરવાની છે તબલાઓની. ભાવનગરમાં તબલાના કારીગર કનુભાઈએ જણાવ્યું હતું કે નવરાત્રિના એક માસ પહેલા તબલાઓ રીપેર કરાવવા માટે તબલાના કલાકારો પોતાના તબલાઓ આપી જાય છે. સંપૂર્ણ શ્રાદ્ધ માસમાં તેમની પાસે કામગીરીનો ઢગલો હોય છે. સંપૂર્ણ વર્ષ દરમિયાન સૌથી વધારે ગ્રાહકો નવરાત્રીના એક માસ પહેલા આવતા હોય છે. આમ જોઈએ તો ગામડાના કલાકારોની ગરાગી વર્ષ દરમિયાન રહેતી હોય છે.
આરતીનું નવું મશીન તો નવા તબલાઓની માંગ : નવરાત્રીમાં ખાસ કરીને કાર્યક્રમો આપતા કલાકારોના વાજિંત્રોને એક માસ પહેલા જ કોઈ ખરાબી હોય તો સરખા કરાવતા હોય છે, ત્યારે ભાવનગરમાં પણ તબલચીઓ પોતાના તબલાને બેસૂરામાંથી સૂરવાળા કરાવવા તબલાંના કારીગરને આપે છે અને બાદમાં કોઈ પણ કાર્યક્રમમાં પોતાનું પ્રસ્તુતિકરણ કરતા હોય છે.
હાલમાં સવાર નવા તબલાનો ભાવ 5 હજારથી લઈને આગળ હોય છે. જો કે તબલા અને ઢોળીયાના ભાવ એકસરખા હોય છે. નવા તબલાઓની માંગ ઓછા પ્રમાણમાં છે. પરંતુ આરતીનું આવેલું સૌથી નાનું મીની મશીન જે ઘરમાં મંદિર પાસે પણ રાખી શકાય તે આ નવરાત્રીમાં નવું છે. નવરાત્રીના 15 દિવસ પહેલા ગરાગી શુ થાય છે. ગત વર્ષ કરતા આ વર્ષે નવા તબલાઓની ખરીદી નથી. પરંતુ તબલાઓ રીપેરીંગ કરાવવાની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાકાળ બાદ ધંધો ધીરે ધીરે ચાલ્યો છે. કનુભાઈ અને કેતનભાઈ (તબલાં કારીગરો)
પેઢી દર પેઢીમાં કારીગરોની ઘટ અને રીપેરીંગના ભાવ : ભાવનગરમાં તબલચીઓના તબલાઓને રિપેર કરનાર કારીગરનો વર્ગ પેઢી દર પેઢી કામ કરતો વર્ગ છે. ભાવનગર શહેરમાં હાઇકોર્ટ રોડની બાજુમાં ડબગર શેરી તરીકે વખણાતી હતી પણ તબલાંના કારીગરોની ગલીમાં આજે પણ ચાર થી પાંચ માત્ર દુકાનમાં કારીગરો રહ્યા છે. જો કે શિક્ષણને પગલે તબલા અને પેઢી દર પેઢી ધંધો સાચવવાવાળો વર્ગ ખૂબ ઓછો થયો છે. આમ છતાં કેટલાક વર્ગ પોતાના બાપ દાદાના ધંધાને સાચવવામાં આગળ પડતા પણ રહ્યા છે. કનુભાઈએ જણાવ્યું હતું કે તબલા રીપેરીંગનો ચાર્જ જોડીનો 800 રૂપિયા છે જ્યારે ઢોળીયાનો પણ ભાવ 800 રૂપિયા છે. ગ્રાહકોની ભીડ વર્ષમાં નવરાત્રીના એક માસ અગાઉ માત્ર રહેવા પામે છે