ETV Bharat / state

Bhavnagar News : કોંગ્રેસની નાગરિક બેંકની 30 વર્ષની સત્તા છીનવવા ભાજપની સેન્સ? આપ નેતા ભાજપ કાર્યાલયમાં જોવા મળતાં ચર્ચા - આપના અગ્રણી નેતાના આંટાફેરા

લોકસભાની તૈયારીનો તખ્તો ભાવનગરમાં ઘડાઇ રહ્યો છે. હાલમાં કોંગ્રેસ પાસેની એકમાત્ર નાગરિક બેંકની ડાયરેકટરની સત્તા ઉપર ભાજપનો ડોળો પડી ગયો છે. નાગરિક બેંકની ચૂંટણી લડવા માંગતા ભાજપના કાર્યકરોને સાંભળવા પ્રદેશમાંથી સેન્સ લેવા નેતાઓ આવી પહોંચ્યા હતાં. ત્યાં આપના અગ્રણી નેતાના આંટાફેરાએ પણ તર્કવિતર્ક ઉભા કર્યાં હતાં.

Bhavnagar News : કોંગ્રેસની નાગરિક બેંકની 30 વર્ષની સત્તા છીનવવા ભાજપની સેન્સ? આપ નેતા ભાજપ કાર્યાલયમાં જોવા મળતાં ચર્ચા

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 9:17 PM IST

ભાવનગર : ભાવનગર શહેરમાં એક માત્ર કોંગ્રેસની સત્તા નાગરિક સહકારી બેંકમાં રહી ગઈ છે. 24 સપ્ટેમ્બર નાગરિક બેંકની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા હાલથી તૈયારીઓ આદરી દેવામાં આવી છે. જો કે પાછળ લોકસભા ચૂંટણીની પણ ઇફેક્ટ કહેવામાં આવે છે. ભાજપ સત્તા છીનવવા તખ્તો ઘડી રહી છે તો આપ નેતા ભાજપ કાર્યાલયમાં જોવા મળતા ચર્ચાએ જોર પકડ્યું છે.

કોંગ્રેસની એકમાત્ર સત્તા નાગરિક બેક ડાયરેકટર પદ પર : ભાવનગર શહેરમાં બે સંસ્થાઓમાં કોંગ્રેસનો દબદબો મોદી સરકાર હોવા છતાં રહ્યો હતો. ભાજપે ડિસ્ટ્રીકટ કો ઓપરેટિવ બેંકમાં સત્તા છીનવી લીધા બાદ હવે કોંગ્રેસ પાસે 30 વર્ષથી નાગરિક સહકારી બેન્કમાં રહેલી સત્તા છીંનવવા પ્રયાસ થઈ રહ્યો છે. જો કે હાલમાં જીતુભાઇ ઉપાધ્યાય તેના મુખ્ય અધ્યક્ષ છે અને બેન્ક પ્રગતિ કરી રહી છે. પરંતુ નાગરિક બેંકના 40 કરોડના કૌભાંડનો ધબ્બો પણ લાગેલો છે. ત્યારે હવે કોંગ્રેસ પાસેથી ભાજપ સત્તા આંચકવા વ્યૂહરચના ઘડી રહી છે.

કુલ 35 લોકોએ ચૂંટણી લડવા તૈયારી બતાવી હતી. ભાજપ નિરીક્ષકોએ ઉમેદવારો પાસેથી બાયોડેટા લીધા અને તેઓ કઈ રીતે દાવેદારી નોંધાવી રહ્યા છે તેમના મતોને સાંભળ્યા હતા. જો કે હવે આખરી યાદી પ્રદેશમાં તૈયાર થશે... પ્રદીપ ખીમાણી (નિરીક્ષક, પ્રદેશ ભાજપ)

ભાજપના કાર્યાલયે પ્રદેશના નેતા સેન્સ લેવા પહોંચ્યા : ભાવનગર નાગરિક બેંકની આગામી ચૂંટણી લડવા માટે શહેર ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. નાગરિક બેંકમાં વર્ષોથી કોંગ્રેસનું શાશન છે ત્યાં હવે ભાજપ પણ પગપેસારો કરવા આગળ આવ્યો છે. ભાજપ પ્રદેશમાંથી નેતાઓ સેન્સ લેવા પહોંચ્યા હતા. જેમાં પ્રદેશ ભાજપના નિરીક્ષકો તરીકે પ્રદીપભાઈ ખીમાણી, કશ્યપભાઈ શુકલા અને મંજુલાબેન દેત્રોજાએ નાગરીક બેંકની ચૂંટણી લડવા ઇચ્છુકોને સાંભળ્યા હતા. ભાજપના નાના મોટા દરેક નેતાઓ કાર્યાલય ખાતે હજાર રહીને ચૂંટણી લડવા ઇચ્છુકોએ પોતાના બાયોડેટા રજૂ કર્યા હતા. આમ નાગરિક બેંકની ચૂંટણી પગલે ભાજપે તૈયારીઓ આદરી દીધી છે.

અનેક તર્કવિતર્ક
અનેક તર્કવિતર્ક

આપ નેતાના ભાજપ કાર્યાલયમાં પગ : ભાવનગર સર ટી હોસ્પિટલ સામે આવેલા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના નિરીક્ષકો નાગરિક બેન્કની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને સાંભળવા આવ્યા હતા. કુલ 35 લોકોએ ચૂંટણી લડવા તૈયારી બતાવી હતી. ભાજપ નિરીક્ષકોએ ઉમેદવારો પાસેથી બાયોડેટા લીધા અને તેઓ કઈ રીતે દાવેદારી નોંધાવી રહ્યા છે તે મતોને સાંભળ્યા હતા. જો કે હવે આખરી યાદી પ્રદેશમાં તૈયાર થશે તેમ આવેલા નિરીક્ષકોએ જણાવ્યું હતું. પ્રદેશ ભાજપના નિરીક્ષકો પ્રદીપભાઈ ખીમાણી, કશ્યપભાઈ શુકલા અને મંજુલાબેન દેત્રોજાએ ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી લડવા ઇચ્છુકને મળ્યા હતા આ દરમ્યાન આપના નેતા ભરત કોટીલાએ ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. ભરત કોટીલા કોંગ્રેસમાંથી આપમાં ગયા હતા ત્યારે હવે ભરત કોટીલાના નાગરિક બેંકની ચૂંટણી સમયે અને ભાજપના આગેવાનો સેન્સ લેવા આવ્યા હોય તેની સાથેની મુલાકાત અનેક ઈશારા કરી જાય છે.

  1. Bhavnagar Stray Cattle : રાજ્ય સરકારની માર્ગદર્શિકા બાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યું
  2. Ghazal writer Nazir Sawant : "વાતો મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી" વિશ્વ ગુજરાતી ભાષા દિવસે ગઝલકાર નાઝીર સાવંત સાથે ખાસ વાતચીત
  3. Sharavan 2023 : ભાવનગરમાં આવેલ પાર્થિવ શિવલિંગની પૂજા અને વિધી વિશે જાણો, શા માટે છે 12 જ્યોતિર્લિંગ કરતા પણ વધુ મહત્વતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.