ETV Bharat / state

MP Khel Mahotsav: લોકસભા ચૂંટણી પહેલા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન,  મનસુખ માંડવીયાએ સરકારી હોસ્પિટલની કમાણી વિશે શું કહ્યું

લોકસભા ચૂંટણીને લઇ ગુજરાત ભાજપે લોકસભાની તમામ બેઠકો પર વિવિધ આયોજનો કર્યાં છે. ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપના નક્કી કરેલ 528 શક્તિ કેન્દ્ર ઉપર સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ સરકારી હોસ્પિટલ, કોલેજો અને આયુષમાન ભારત વિશે મહત્વની વાત દર્શાવી છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 5:19 PM IST

Updated : Sep 8, 2023, 5:28 PM IST

MP Khel Mahotsav : લોકસભા ચૂંટણી પહેલા બેઠક પર સાંસદ ખેલ મોહત્સવનું આયોજન, સરકારી હોસ્પિટલ કમાણી વિશે પણ માંડવીયા બોલ્યાં

સાંસદ ખેલ મહોત્સવનું આયોજન

ભાવનગર : લોકસભા ચૂંટણીની પ્રાથમિક તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત ભાજપ લોકસભાની તમામ બેઠકો પરની વિવિધ કામગીરી કરી રહ્યું છે. ત્યારે ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપના નક્કી કરેલા 528 શક્તિ કેન્દ્ર ઉપર સાંસદ ખેલ મહોત્સવ યોજાશે. કેન્દ્રીય કેબિનેટપ્રધાન મનસુખ માંડવીયાએ સરકારી હોસ્પિટલ, કોલેજો અને આયુષમાન ભારત વિશે મહત્વની વાત દર્શાવી છે.

લોકો વચ્ચે આવવાની કોશિશ : લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે દરેક પક્ષ ધીરે ધીરે કોઈને કોઈ રીતે લોકોની વચ્ચે આવવાની કોશિશ કરે છે. ત્યારે ભાવનગર શહેરમાં લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ દ્વારા મળીને સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કર્યું છે. સાંસદ ખેલ મહોત્સવ બે દિવસ માટે ભાવનગરમાં આગામી દિવસોમાં યોજનાર છે. સમગ્ર મહોત્સવને લઈને કેન્દ્રીય કેબિનેટપ્રધાન મનસુખ માંડવીયા અને સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી.

શહેર જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ : ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં રમતગમત ક્ષેત્રે ખેલ મહોત્સવનું આયોજન ભાવનગરના ભાજપ, સાંસદ ભારતીબેન શિયાળ અને રાજ્યસભાના સાંસદ મંત્રી કેન્દ્રીય કેબિનેટપ્રધાન મનસુખ માંડવીયા દ્વારા આગામી તારીખ 21 થી લઈને 22 સપ્ટેમ્બર સુધી એટલે કે બે દિવસ માટે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપ અને સાંસદના સહયોગથી તારીખ 21 અને 22 બે દિવસ જિલ્લાના 528 શક્તિ કેન્દ્ર ઉપર 14 પ્રકારની રમતોનું આયોજન કરાયું છે. ખો ખો, કબડી, 100 મીટર દોડ, 50 મીટર દોડ જેવી રમતો યોજાશે. સાંસદ ખેલ મહોત્સવ અંદર એકથી લઈને મોટી ઉંમર સુધીના લોકો તેમાં ભાગ લઈ શકશે. જો કે આ ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવી છે. આમ જોઈએ તો એક વર્ષથી 15 વર્ષ, 15 થી 20, 21 થી 35, 35 થી 51 થી વધારે લોકો માટે આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં જીતેલો વ્યક્તિ તાલુકાએ જશે અને તાલુકાથી જીતેલો વ્યક્તિ જિલ્લા કક્ષાએ જશે....મનસુખ માંડવીયા (કેન્દ્રીય આરોગ્યપ્રધાન )

ડોકટરોની અછત અને હોસ્પિટલો અંગે એક્શન શું : ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે સાંસદ દ્વારા યોજવામાં આવેલી માધ્યમો સાથેની મુલાકાતમાં સાંસદ ખેલ મહોત્સવના જાહેરાત બાદ મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નવ વર્ષમાં મેડિકલ કોલેજો 350 હતી તેની 700 કરવામાં આવી છે, જ્યારે 52000 બેઠક હતી તેની 1.07 લાખ બેઠક કરવામાં આવી છે. જ્યારે પીજીની બેઠક ડબલ કરવામાં આવી છે. પીજીની 34,000 બેઠક હતી તેને હવે 68,000 કરી દેવામાં આવી છે. આમ ડોક્ટરના અભ્યાસના પીજીના ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ જે ડોક્ટરની ઘટ છે તે ધીરે ધીરે ઘટતી જશે એ દિશામાં સરકાર કામ કરી રહી છે.

આયુષમાન ભારત કાર્ડનો સરકારી હોસ્પિટલને લાભ : આયુષમાન ભારત નીચે હાલમાં દર્દીઓ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ઓપરેશન કરીને સારવાર લેવામાં આવતી હોય છે. ત્યારે કેન્દ્ર સરકાર એક નવું આયોજન કરતી હોવાનું કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હાલમાં સરકારમાં વિચારણામાં છે. ઉદાહરણ તરીકે આયુષમાન ભારત હેઠળ ઓપરેશન ખાનગીમાં થતા હોય જેમ કે હાર્ટનું ઓપરેશનનું 70 હજારનું પેકેજ હોય તો એ પૈસા તે ખાનગી હોસ્પિટલોને સરકાર આપતી હોય છે. આ જ રીતે આયુષમાન ભારતમાં હવે જેમ કે સર ટી હોસ્પિટલ હોય તો ત્યાં ઓપરેશન થાય તો તેને 70,000 સરકાર આપી દેશે. આમ વર્ષે કેટલાક ઓપરેશન થાય તો 20 કરોડ જેવી રકમ અંદાજે મળે તો તે હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ હોસ્પિટલના વિકાસમાં ઉપયોગ કરી શકે. એટલે કે લોકલ કક્ષાએ પણ સરકારી હોસ્પિટલ કમાતી થાય તેવા ઉદ્દેશ્ય તરફ આગળ વધી રહ્યા છીએ.

  1. Tribal Community Padyatra : સરકારી હોસ્પિટલના ખાનગીકરણ સહિતના વિવિધ પ્રશ્નોના વિરોધમાં આદિવાસી સમુદાયની પદયાત્રા
  2. G20 Summit: ભારત માટે આરોગ્ય એ વેપાર નથી, સેવા છે, વેકસીનની આડઅસર બાબતે તપાસ શરૂ- મનસુખ માંડવીયા
  3. Mansukh Mandaviya: મનસુખ માંડવિયાનો કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટને આદેશ, જીનેરિક દવાઓનો ઉપયોગ કરો

Last Updated : Sep 8, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.