ભાવનગર: ભાવનગર પાસેના નર્મદ ગામ નજીક એક નિર્જન વિસ્તારમાં ઊંટનો માલિક તેને તરછોડી ગયો હતો. પાણી વગરની વેરાન જગ્યામાં તરફડી રહેલા ઊંટ ની મદદ કરવા માટે યુવાનો ખરા અર્થમાં દેવદૂત બનીને આવ્યા હતા. પશુની મદદ કરનારી સંસ્થાને યુવાનોએ જાણ કરતાં ખાસ પ્રકારના વાહનની મદદથી ઇજાગ્રસ્ત ઊંટને ચોક્કસ સારવાર માટે ખસેડાયો હતો. આ વિસ્તારમાં નજર કરતા કુલ ચાર ઊંટ જોવા મળ્યા હતા. જેમાંથી એક ઊંટ સરળતાથી ચાલી શકે એવી કોઈ પરિસ્થિતિમાં ન હતો. આકાશમાંથી જાણે અગ્નિ વર્ષા થઈ રહી હોય એવી હાલત વચ્ચે મૃત્યુની નજીક પહોંચેલા ઊંટને નવી જિંદગી મળી હતી. જેનો શ્રેય આ યુવાનો તેમજ સંસ્થાને આપવો પડે.

ઊંટ માટે આશીર્વાદરૂપ: નર્મદ ગામ નજીક ખારમા અડધો કિલોમીટર 43 ડિગ્રીમાં લાચાર ઊંટ ભાવનગર ધોલેરા હાઈવે ઉપર દરિયાઈ પટ્ટી ઉપર મીઠાના અગરો આવેલા છે. આ મીઠાના અગરોમાં ખાર વિસ્તાર કહેવામાં આવે છે. આ ખાર વિસ્તાર મીઠાવાળો હોય છે. ત્યારે સ્વાભાવિક છે 43 ડિગ્રીમાં મીઠાના અગરોમાં રહેવું એટલે અગ્નિમાં સ્નાન કરવા સમાન માની શકાય છે. ત્યારે ખાર વિસ્તારમાં દૂર દૂર સુધી વૃક્ષ પણ જોવા મળતું નથી. તેવામાં પાણી મીઠું ક્યાંથી જોવા મળે.

મીઠાવાળા ખારા વિસ્તારમાં: ઊંટની મદદ કરનાર શક્તિ શિયાળએ જણાવ્યું કે નર્મદ નજીક ખારમાં એક ઊંટ લાચાર હાલતે 43 ડિગ્રીમાં બેઠો હતો. કોઈને ખ્યાલ ન હતો કે ઊંટ ઇજાગ્રસ્ત છે. જો કે તેનો માલિક તેને તરછોડીને જતો રહ્યો હતો. માનવતા મરવરી પડી હોય તેમ ઊંટ 43 ડિગ્રીમાં એ પણ મીઠાવાળા ખારા વિસ્તારમાં પાણી વગર ઘણા દિવસોથી લાચાર હાલતે હતો. કહેવાય છે કે મોત પણ વહેલું નથી આવતું.
" સવારથી સાંજ થતા રાજ હંસ ક્લબ અને ગૌરક્ષક ગ્રુપને અમે જાણ કરી હતી. ત્યારબાદ તેઓ વાહન લઈને આવ્યા હતા. પરંતુ વાહન અંદર સુધી ન જતા ઊંટને ટીંગાટોળી કરીને અમે વાહન સુધી લાવ્યા હતા. સરકારની એટલી જ વિનંતી છે કે આવા તરછોડાયેલા કોઈ પણ પશુ જીવ માટે કંઈક કાયદો બનાવવો જોઈએ જેથી તેઓ રિબાઈને મરવા પડે નહીં"-- શક્તિ શિયાળ (ઊંટ ની મદદ કરનાર)
યુવાનોએ કરી મદદ: નર્મદ ગામથી 2 km દરિયા તરફ ખારમાં ચાર ઊંટ હતા. જેમાં એક ઊંટ ચાલી શકે તેમ નહતો. ત્યાં અન્ય ઊંટ ચાલતા ફરતા હતા.પરંતુ એક ઊંટ ચાલતો નહિ હોવાથી ઉનાળાની આકરી ગરમી 43 ડીગ્રી તાપમાનમાં અને ખાર કે જ્યાં મીઠુ પથરાયેલું ટર્મ ઊંટ નર્મદ ગામના એક ખેડૂત પાણી પીવડાવવા જતા હતા. ત્યારે ખેડૂતને પરિવારના દીકરા દશરથ અને કરણનો ફોન ગૌ રક્ષક શક્તિ શિયાળ પર આવ્યો જે તનો મિત્ર હતો. આથી ત્યાં ઊંટ તેઓ પણ પીવડાવવા ગયા અને ઊંટ ખારમાંથી ટીંગાટોળી કરીને વાહન સુધી લાવવામાં આવ્યો હતો. વાહન મારફત ઉંટને ભાવનગર કામધેનુ ગૌશાળા ખાતે લાવવામાં આવ્યો અને હાલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. ઊંટ કમર તૂટી જવાથી તે ઉભો થઇ શકતો નથી.

"ભાવનગર જિલ્લામાં ભાવનગર અને ઘોઘા તાલુકામાં મળીને 242 જેટલા ઊંટ નોંધાયેલા છે. ખાસ કરીને જત નામના લોકો ઊંટના પરિવહન માટે રાખતા હોય છે. વાત કરીએ તરછોડાયેલાની તો તેના માટે જે તે વિસ્તારમાં જે તે સંસ્થા હોય તેની જવાબદાર હોય છે. ગ્રામ પંચાયત આવતી હોય તો ગ્રામ પંચાયતને તેની સામે પગલાં ભરવાનો પાવર છે. જો કે ઊંટમાં બે પ્રકારના રોગ આવે છે. જેમાં એક ચકરીનું અને બીજો ઝરબાગનો રોગ હોય છે"--કલ્પેશ બારૈયા(નાયબ ખેતીવાડી અધિકારી)
ઘોઘા તાલુકામાં 242 ઊંટ: નાયબ ખેતીવાડી અધિકારીએ જણાવ્યા અનુસાર સરકારના પશુપાલન વિભાગના જવાબ અને ગૌરક્ષકની માંગ ભાવનગર જિલ્લા પંચાયતના પશુ વિભાગ હેઠળ ભાવનગર તાલુકામાં અને ઘોઘા તાલુકામાં 242 ઊંટ નોંધાયેલા છે. જો કે આ ઊંટ પરિવારોના પરિવહન માટે રાખે છે. જ્યારે નર્મદ ગામે તરછોડાયેલા અને મરવા પડેલા ઉંટ માટે પશુપાલન વિભાગને પૂછતાં તેમને કાયદો અન્ય નહિ હોવાનું જણાવ્યું હતું.પરંતુ નિયમ પ્રમાણે ગ્રામ પંચાયત તેની સામે પગલાં ભરી શકે છે. જયારે ઊંટ માલિક સામે કોઈ પગલાં ભરવા કોઈ કાયદો નથી.
- Bhavnagar News : ડીવાયએસપી રમેશ ડાખરાના પુત્રનું કેનેડામાં શંકાસ્પદ મોત, મૃતદેહ ભારત લાવવા કાર્યવાહી
- Bhavnagar News : ભાવનગરમાં કેરીના રસના સેમ્પલ લીધા બાદ રિપોર્ટ આવતાં લાગે છે બેથી ત્રણ મહિના
- Bhavnagar Crime News : 5 એપ્રિલે યુવરાજસિંહે કયા ડમીના નામ ખોલ્યાં હતાં અને યુવરાજસિંહની ધરપકડ શા કારણે થઇ એ જાણો