ભાવનગર : જિલ્લો ડુંગળી પકવવાનું પીઠું છે, ત્યારે મહુવામાં અઢળક ડુંગળીની આવક વચ્ચે ગગડી ગયેલા ભાવ બાદ રાજ્ય સરકારે સહાય અને નાફેડ ખરીદી કરવા જઈ રહી છે. મહુવામાં નાફેડે ખરીદીનો પ્રારંભ કર્યો છે. ત્યારે એક ગામના ખેડુતે જણાવ્યું કે, નાફેડ ક્યાં ખરીદી કરી રહ્યું છે. તેની કોઈને જાણ નથી અને રાજ્ય સરકાર બે રૂપિયા આપશે એ ભીખ લેવા સમાન છે.
મહુવામાં નાફેડની ખરીદીના કેન્દ્ર બાદ થશે પ્રારંભ : ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના યાર્ડમાં ડુંગળીની મબલખ આવક વચ્ચે ભાવ ગગડી મણના 40 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. આથી ઉભો થયેલા વિવાદ અને રોષ બાદ રાજ્ય સરકારે 2 રૂપિયા કિલોએ અને નાફેડે પણ ખરીદી કરવાની શરૂઆત કરી છે. સથરા ગામના ખેડૂત મયુરભાઈના જણાવ્યા મુજબ, 3 કેન્દ્રો ખેડૂતોને ખોલવામાં આવ્યા હોવાની જાણ છે, પરંતુ 3 કેન્દ્રો ક્યાં સ્થળે તેની અડધા ખેડૂતોને જાણ નથી.
આ પણ વાંચો : Onion purchase by NAFED : રાજકોટ યાર્ડમાં નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી શરૂ, ખેડૂતોનો મત શું છે જૂઓ
યાર્ડમાં ખેડૂતના આક્ષેપ : ભાવનગર જિલ્લાન મહુવા યાર્ડમાં નાફેડ આવી પહોંચ્યું છે. ખરીદી થશે તેવા મળેલી માહિતી મુજબ કુંભણ ગામના ખેડૂત ભોળાભાઈએ જણાવ્યું હતું કે, નાફેડ ખરીદી કરવાની છે, પણ તેના કરતાં જો રાજ્ય સરકાર 2 રૂપિયા આપી 40 રૂપિયા આપશે. તો પણ ખેડૂતને વાંધો નહિ આવે. નાફેડમાં વાહલા દવલાની નીતિ રાખવાના આવી રહી છે. મોટા ખેડૂતોની ડુંગળી નાફેડ ખરીદશે પણ નાના ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં.
આ પણ વાંચો : Gujarat Cabinet Meeting: સરકારે ખેડૂતોને કર્યા ખુશ, ડુંગળી બટેકાના વાવેતર પર સરવે કરવા કેબિનેટમાં લેવાયો નિર્ણય
ખેડૂતનો કકળાટ : ભાવનગર જિલ્લાના મહુવાના માર્કેટિંગ યાર્ડમાં નાફેડે કેન્દ્ર શરૂ કર્યા હોવાની વાત વહેતી થયા બાદ તળાજાના એક ખેડૂતે જણાવ્યું હતું કે, નાફેડ ક્યાં ખરીદી કરી રહ્યું છે. તેની કોઈને જાણ નથી અને રાજ્ય સરકાર બે રૂપિયા આપશે એ ભીખ લેવા સમાન છે. 10થી 12 રૂપિયા કિલોએ મળે તો ડુંગળીમાં પોષણક્ષમ ભાવ નીકળી શકે એમ છે. જોકે નાફેડે હજી ખરીદી શરૂ કરી નથી વાતું સંભળાઈ રહી છે. નાફેડ શરૂ કરે ત્યાં સુધીમાં ડુંગળી પાણી થઈ જાય. ત્યારે નાફેડના સ્ટેટ એજન્ટ તરીકે આવેલા માનસિંહ સિસોદીયાએ જણાવ્યું હતું કે, નાફેડ દ્વારા બે ત્રણ દિવસમાં ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે અને કોઈપણની ડુંગળી બાકી નહીં રહી જાય તેવું અમે ચોક્કસ કહીએ છીએ.