ભાવનગર: કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મહત્વનું છે કે, માસ્ક પહેરવું અને સતત હાથ ધોતા રહેવું, ત્યારે ભાવનગર મ્યુનિ. દ્વારા લોકોની સુવિધા માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જાહેર સ્થળો પર હેન્ડ વોશ સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યાં છે. અત્યારે શહેરભરમાં 50 જેટલા સ્થળો પર આ વ્યવસ્થા ઉભી કરવાનું મ્યુનિ. દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
કોરોનાનું સંક્રમણ અટકાવવું તે ખૂબ જરૂરી છે, આ માટે સતત સાબુથી અથવા આલ્કોહોલ બેજ સેનેટાઇઝરથી સતત હાથ સેનિટાઇઝેશન કરતા રહેવું જરૂરી છે, આવા સંજોગમાં દરેક લોકો પાસે હેન્ડ સેનેટાઇઝર હોતું નથી, ખાસ કરીને શાકભાજી, ફ્રુટ ની લારી વાળા, સફાઇ કર્મચારીઓ તેમજ ફરજ પરના પોલીએ, હોમગાર્ડના જવાનો કે સ્વયંસેવકો બધા પાસે સેનેટાઇઝર હોતું નથી, માટે આ લોકો પોતાના હાથ સતત સ્વચ્છ રાખી શકે તે માટે ભાવનગર મ્યુનિ. દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવા હેન્ડ વોશ સ્ટેન્ડ મુકવામાં આવ્યાં છે, જ્યાં પાણી સાબુ, સાહિતની હાથ સાફ કરવા માટેની વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ ઉપરાંત જ્યાં જ્યાં જાહેર શૌચાલય છે ત્યાં પણ સાબુ , હેન્ડ વોશ મુકવામાં આવ્યાં છે, તેમજ હાલ રેસ્ટોરન્ટ બંધ છે, પરંતુ આવા કેટલાક રેસ્ટોરન્ટ સંચાલકોએ તેમના હેન્ડ વોશ માટેના સ્ટેન્ડ મુક્યા છે. તેમજ તમામ સરકારી કચેરીઓમાં અને તમામ પેટ્રોલ પમ્પ પર પણ હાથ ધોવા માટેની સગવડતા ઉભી કરવા સૂચના આપવામાં આવી છે.