ETV Bharat / state

Bhavnagar News : 24 વર્ષથી લગ્ન થઈ ગયા પણ સાસરે નોહતી આવી, છૂટી થઈને હવે આવીશ - ફેર બદલી કેમ્પમાં શિક્ષકનો આનંદ - Bhavnagar Municipal Primary Education Committee

ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારના આદેશ મુજબ જિલ્લા ફેર બદલી કેમ્પ યોજવામાં આવ્યો હતો. વર્ષોથી કોઈ ઘરથી દૂર તો કોઈ સાસરેથી તો કોઈ બાળકોથી દૂર રહેલા શિક્ષકોને ઘર, સાસરું અને કોઈને ભવિષ્ય મળતા આનંદ સમાતો નથી. ETV ભારતે શિક્ષકો સાથે કરી ખાસ વાતચીત, જુઓ..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 3, 2023, 7:39 PM IST

Updated : Aug 3, 2023, 8:52 PM IST

જિલ્લા ફેર બદલી કેમ્પ યોજવામાં આવ્યો

ભાવનગર: ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારના આદેશ બાદ જિલ્લા ફેર બદલી કેમ્પ યોજવામાં આવ્યો હતો. 29,30 અને 31 જુલાઈ કેમ્પ પૂરો કરી દેવામાં આવ્યો હતો. નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની શાળાઓમાં 140 જગ્યાઓ ખાલી પડી હતી. કેમ્પમાં વર્ષોથી રાહ જોઈ રહેલા શિક્ષકોને તક આપવામાં આવી હતી. 140 ખાલી જગ્યાઓ ભરીને 100 ટકા મહેકમ પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. 30 વર્ષ બાદ 100 ટકા ફેર બદલી કેમ્પ યોજાયો છે. આથી કામગીરી 100 ટકા પૂર્ણ થઈ હતી.

શિક્ષકોની વર્ષોની વેદના: ભાવનગર જિલ્લાના બપાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દંપતીએ 16 વર્ષ પહેલાં ભાવનગર આવવા માટે અરજી કરી હતી. સરોજબહેન ભટ્ટ કહે છે હું 20 વર્ષથી લગ્ન સમયથી અમે દંપતી બપાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ. 2007માં અમે અરજી કઈ હતી. બાળકો અમારી સાથે રહેતા હતા. ભવિષ્યને લઈને ભાવનગર આવ્યા છીએ.

હવે પરિવાર સાથે મળશે સમય: અમીતાબેને જણાવ્યું હતું કે 26 વર્ષ પુરા 25 વર્ષે વારો આવ્યો છે. ખૂબ આનંદિત છું. વરસાદ પાણીમાં અપડાઉન કર્યું છે. સિહોર પ્રાથમિક શાળામાં હતી. એવા વિસ્તારમાં જ્યાં ખૂબ કામ કર્યું છે. તેવું કામ અહીં કરવું છે. બાળકો સાથે આનંદથી સમય વિતાવીશ. ઘણી બધી તકલીફે આ મુકામ પર પહોંચી છું. અમીતાબેનના પતિ વિમલભાઈએ જણાવ્યું હતું કે અમારા બાળકો હતા. જોઈન્ટ ફેમિલીમાં મારા મધર ફાધરે મદદ કરી છે. બાળકો સમજી ગયા હતા કે મમ્મીને નોકરી છે એટલે ટેવાઈ ગયા હતા. રાત્રે આવીને પણ તે બાળકોને ભણાવતા હતા. એમને તકલીફ નથી પડવા દીધી.

24 વર્ષે સાસરું મળ્યું: ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના રતનપર ગાયકવાડમાં જન્મેલા અને નાનપણથી લઈને યુવાની સુધી એ જ ગામમાં રતનપર ગાયકવાડ પ્રાથમિક શાળામાં અભ્યાસ પણ કર્યો. વાત છે અહીં શિક્ષક જયશ્રીબેન પટેલની કે જેમનું વતન રતનપર ગાયકવાડ હતું. ત્યાં જ મોટા થઈને અભ્યાસ કરી એક શિક્ષક તરીકે પોતાના જ ગામમાં રતનપર પ્રાથમિક શાળામાં નોકરી મેળવી હતી. જો કે ત્યારબાદ તેમના લગ્ન પણ થયા પરંતુ લગ્ન થયા પછી શિક્ષક હોવાથી ગુરુ તરીકેની ફરજ બજાવવા તેઓ સાસરે ગયા નહિ અને 24 વર્ષથી રતનપર પોતાના પિયરમાં જ રહેતા હતા. જિલ્લા ફેર બદલી કેમ્પમાં તેમને ભાવનગર સ્થાન મળતા તેઓ ખુશ છે.

  1. Ahmedabad News: હવે શાળામાં શિક્ષક મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં, સ્કૂલમાં પ્રવેશતા સમયે આચાર્ય પાસે જમા કરાવવા આદેશ
  2. Bhavnagar News: સુમસાન પડેલી દીવાલો થઇ બોલતી, ભાવનગરના શિક્ષકે ચિત્રકળાથી શાળાની દીવાલો પર બનાવ્યા અસંખ્ય ચિત્રો

Last Updated : Aug 3, 2023, 8:52 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.