ETV Bharat / state

ભાવનગર ફલાય ઓવર ડાયવર્ઝન સરિતા લાલટાંકી સુધી દબાણ હટાવતી મનપા - Bhavanagar flyover

ભાવનગર મહાનગરપાલિકાએ ફલાય ઓવરના ચાલતા કામમાં બોરતળાવથી લઈને આરટીઓ સર્કલ સુધી દબાણ હટાવવા કમર કસી છે. દબાણમાં લારી, ગલ્લા, રેસ્ટોરન્ટ વગેરેના દબાણોને હટાવવામાં આવ્યા છે, કારણ કે બોરતળાવથી આરટીઓ સર્કલ હવે ફલાયઓવરનું કામ શરૂ થશે. તેથી ડાયવર્ઝન માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.

ભાવનગર ફલાયઓવર ડાયવર્જન માટે સરિતા સોસાયટીથી લાલટાંકી સુધી દબાણ હટાવતી મનપા

author img

By

Published : Jun 30, 2021, 10:03 PM IST

  • મહાનગરપાલિકાએ ફ્લાય ઓવર કામગીરી માટે ડાયવર્ઝન
  • લાલટાંકીથી બોરતળાવ અને સરિત શોપિંગ સેન્ટર સુધી દબાણ હટાવ્યા
  • લારી, ગલ્લા અને રેસ્ટોરન્ટના વગેરે દબાણો મહાનગરપાલિકાએ હટાવ્યા

ભાવનગર: શહેરમાં ફલાય ઓવરની ચાલતી કામગીરીમાં એક તરફ રેલવે જમીન આપતું નથી, ત્યારે બીજી બાજુ મનપાની જગ્યામાં રહેલા દબાણને દૂર કરવામાં આવ્યા હતા અને થોડી હાલાકી દૂર કરવાનો પ્રયાસ કરાયો છે.

મહાનગરપાલિકાએ ફ્લાય ઓવરમાં નડતર દબાણ હટાવ્યું

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરિતા શોપિંગ સેન્ટરથી લઈને રેલવે હોસ્પિટલ સુધીના રસ્તામાં આવેલા દબાણો હટાવવામાં આવ્યા છે. પાનના ગલ્લા, રેસ્ટોરન્ટ, લારીઓ જેવા દબાણોને દૂર કરાયા હતા. અગાઉ આપેલી નોટિસ બાદ મહાનગરપાલિકાએ ટ્રાફિક હળવું કરવા કામગીરી હાથ પર લીધી હતી.

6 કિલોમીટરના ફ્લાય ઓવરમાં નડતર દબાણ દૂર પણ રેલવે પાસે નમતું

ભાવનગર મહાનગરપાલિકાને પોતાનું સરિતા શોપિંગ સેન્ટર પણ દબાણમાં આવે છે. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે, તે પણ નીકળશે અને રસ્તો ગઢેચી વડલા એટલે આરટીઓ સર્કલ સુધી લંબાવામાં આવશે. જો કે, હાલમાં ફલાય ઓવરનું કામ બોરતળાવથી દેસાઈનગર સુધી ચાલે છે અને તેમાં જ રેલવેની જમીન આવેલી છે, તે જમીન માટે 2 હજાર મહાનગરપાલિકાએ પૈસા ભરવા છતાં ડાયવર્ઝન માટે રેલવેેેએ મહાનગરપાલિકાના હાથ હેઠા પડ્યા છે અને નમતું મૂકવું પડ્યું છે.

રસ્તો કરીને ટ્રાફિક કાઢીને ડાયવર્ઝન કરવા દબાણ હટાવી રહી છે

બીજી બાજુ ટ્રાફિક હળવું કરવા અને બોરતળાવથી શાસ્ત્રીનગર કામગીરી શરૂ કરવાની હોવાથી મનપા હવે બીજી બાજુ રસ્તો કરીને ટ્રાફિક કાઢીને ડાયવર્ઝન કરવા દબાણ હટાવી રહી છે, પણ જો વહેલા આ કાર્ય કરવામાં આવ્યું હોત તો, ટ્રાફિક સમસ્યા સર્જાઇ ના હોત.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.