ETV Bharat / state

Bhavnagar Ground Report : BMC ના 100 ટકા ફરિયાદ નિકાલના દાવાનું રિયાલીટી ચેક ETV BHARAT સાથે - Bhavnagar City Congress President Prakash Vaghani

ભાવનગર મહાનગરપાલિકામાં 25 વિભાગોમાં ઓનલાઈન ફરિયાદ કરવાની વ્યવસ્થા છે. મનપા મુજબ આ ફરિયાદોનો 100 ટકા નિકાલ થયો છે. મહાનગરપાલિકાને અભિનંદન આપી વિપક્ષે કામગીરી પર વાર પણ કર્યો હતો કે, સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તે જરૂરી છે. નાગરિકો સાથે વાતચીત કરતા અમુક સમસ્યાઓ પણ સામે આવી હતી. ત્યારે ETV BHARAT એ નાગરીકોની સમસ્યા અને મનપાના નિરાકરણ અંગે આંકડાકીય રિપોર્ટ તૈયાર કર્યો છે. આવો જોઈએ મનપાના દાવા સામે વિપક્ષનો વાર અને પ્રજાની આજીજી...

Bhavnagar Ground Report : BMC ના 100 ટકા ફરિયાદ નિકાલના દાવાનું રિયાલીટી ચેક ETV BHARAT સાથે

author img

By

Published : Jun 24, 2023, 3:21 PM IST

Updated : Jun 24, 2023, 3:32 PM IST

Bhavnagar Ground Report

ભાવનગર : મહાનગરપાલિકાએ છેલ્લા બે વર્ષમાં ઓનલાઈન આવતી ફરિયાદોનો સો ટકા નિકાલ કર્યો છે. ત્યારે શહેરમાં મહાનગરપાલિકાની કામગીરીની મૌખીક ફરિયાદો સામે આવતી રહેતી હોય છે. કોઈ જૂની સમસ્યા યથાવત હોઈ છે તો ક્યારેક નવી સમસ્યા સામે આવે છે. મહાનગરપાલિકાએ દરેક વિભાગમાં સો ટકા ઓનલાઇન ફરિયાદ નિકાલ દર્શાવ્યો છે. વાત ગળા નીચે ઉતરે તેવી નથી. જ્યારે વિપક્ષ અને નાગરિકને આ અંગે પૂછવામાં આવ્યું તો મનપાની કામગીરીના વખાણ કરતા પોતાની તકલીફો પણ જણાવી હતી. ફરિયાદના સો ટકા નિકાલની વાતમાં કેટલું દૂધ કેટલું પાણી છે જુઓ આ ખાસ અહેવાલમાં...

સમસ્યાનું સો ટકા સમાધાન : ભાવનગર મહાનગરપાલિકાની મોબાઇલ એપ્લિકેશનમાં વિવિધ વિભાગની સમસ્યા માટે ઓનલાઈન ફરિયાદની વ્યવસ્થા આપવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના છેલ્લા બે વર્ષના ફરિયાદના આંકડા જોઈએ તો 2021-22 માં કુલ 3216 જેટલી ફરિયાદો આવી હતી. જેમાં દરેક ફરિયાદનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે 2022-23 માં કુલ 3,788 ફરિયાદો આવી હતી. આ ફરિયાદોનો પણ 100 ટકા નિકાલ થયો હતો. તેનો મતલબ સાફ છે કે ભાવનગર મહાનગરપાલિકાની ઉમદા કામગીરી છે.

રોડ વિભાગની ફરિયાદોમાં ઠરાવ કરવો પડે અને ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મેળવીને રોડ બનાવવામાં આવતો હોય છે. એ જ રીતે ડ્રેનેજમાં કોઈ માઇનોર લીકેજ હોય તો તે કરાવવું પડતું હોય છે. જાહેર કચરો નાખવામાં આવતો હોય તો મોનિટરિંગ કરાવવું પડતું હોય છે. આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે. જેનો મનપા 100 ટકા નિકાલ કરે છે. રી-ઓપન ફરિયાદ ઉપર પણ અમે નજર રાખી રહ્યા છીએ. જો એક જ ફરિયાદ બીજીવાર આવે તો તેના જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવામા આવે છે. નાગરિકો ઓનલાઈન ફરિયાદ સુવિધાનો ઉપયોગ વધુ કરે તેવી અપેક્ષા પણ રાખીએ છીએ.-- એન.વી. ઉપાધ્યાય (મ્યુનિ. કમિશનર,ભાવનગર મહાનગરપાલિકા)

કયા વિભાગમાં કેટલી ફરિયાદ ? ભાવનગર મહાનગરપાલિકાના છેલ્લા બે વર્ષના આંકડા જોઈએ તો 2021-22 માં 3216 ફરિયાદો હતી. જેમાં સૌથી વધારે વોટર વર્કસ વિભાગની 912, રોડ વિભાગની 305, ડ્રેનેજ વિભાગની 755, ઇલેક્ટ્રીક વિભાગની 315 અને સોલિડ્વેસ્ટ વિભાગની 424 ફરિયાદ હતી. જેનો સો ટકા નિકાલ કરવામાં આવ્યો છે. આ રીતે 2022-23 માં વોટર વર્ક્સ વિભાગની 930, રોડ વિભાગની 475, ડ્રેનેજ વિભાગની 990, ઇલેક્ટ્રિક વિભાગની 313 અને સોલિડ વેસ્ટ વિભાગની 457 જેટલી ફરિયાદો હતી.

ચાલુ વર્ષની કામગીરી : મહાનગરપાલિકામાં કુલ 25 જેટલા વિભાગોમાં ઓનલાઇન ફરિયાદ માટેની વ્યવસ્થા દર્શાવવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના બે વર્ષના આંકડા આપણે જોયા ત્યારે ચાલુ વર્ષમાં વોટરવર્કસ વિભાગની 766 જેટલી ફરિયાદો હાલમાં આવી ગઈ છે. તેમાં 39 જેટલી પેન્ડિંગ છે એને 727 જેટલી ફરિયાદોનો નિકાલ થયો છે. રોડ વિભાગમાં 203 ફરિયાદો પૈકી 32 પેન્ડિંગ છે અને 171 નિકાલ કરાયો છે. જ્યારે ડ્રેનેજ વિભાગમાં 532 માંથી 7 પેન્ડિંગ અને 525 ફરીયાદોનો નિકાલ થયો છે. ઇલેક્ટ્રિસિટી વિભાગમાં 122 ફરિયાદોમાંથી 10 પેન્ડિંગ અને 112 ફરિયાદોનો નિકાલ થયો છે. સોલિડ વેસ્ટ વિભાગમાં 226 ફરિયાદોમાં 3 પેન્ડિંગ અને 223 ફરિયાદોનો નિકાલ થયો છે. કુલ 25 વિભાગોની હાલ સુધીમાં 2232 ફરિયાદોમાંથી 150 જેટલી પેન્ડિંગ અને 2082 જેટલી ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.

100 ટકા ફરિયાદ નિકાલના દાવાનું રિયાલીટી ચેક

મહાનગરપાલિકાને ધન્યવાદ છે કે તેમણે કાગળ ઉપર આવેલી ફરિયાદોનો સો ટકા નિકાલ કર્યો છે. પરંતુ ફરિયાદો ફરી ઉભી થતી રહે છે. જેમકે, વિદ્યાનગરમાં વરસાદ આવતા ગટર ઉભરાય છે. રોડ પર ગટરના પાણી ભરાઈ જાય છે. તેવી જ રીતે વડવા તલાવડી, ચાવડીગેટ જેવા વિસ્તારોમાં વરસાદના કારણે ગટરના પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે. જેનું કાયમી નિરાકરણ આવતું નથી. જેનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. -- મહેન્દ્રસિંહ ગોહિલ (ઉપપ્રમુખ, ભાવનગર શહેર કોંગ્રેસ)

પ્રજાના પૈસાનું પાણી : ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી સાથે વાતચીત કરતા તેઓએ મનપાની કામગીરીના વખાણ કર્યા હતા. તેઓએ કહ્યુ કે, સારી વાત છે કે ઓનલાઇન ફરિયાદ સ્વીકારવામાં આવે છે અને તેનો સો ટકા નિકાલ પણ થયો છે. પરંતુ પ્રશ્ન એ છે કે હજુ પણ અમુક ફરિયાદ મનપાની નજર સમક્ષ નથી આવી. જેમ કે, વડવા વિસ્તારની લેઉવા પટેલ જ્ઞાતિની વાડી સામે વર્ષોથી ડ્રેનેજ ઉભરાય છે. એક વખત સાફ સફાઈ કર્યા બાદ 15 દિવસે ફરી પ્રશ્ન ઉભો થઈ જાય છે. તો આ પ્રકારની સમસ્યાઓનું હંમેશા માટે નિરાકરણ આવે તેવું કાર્ય કરવું જોઈએ. શાસકોની નીતિ એવી છે કે પહેલા રોડ બનાવે ત્યારબાદ ડ્રેનેજ બનાવે છે. આમ પ્રજાના પૈસાનું પાણી કરે છે.

રોડ ખોદી નાખ્યા પછી છેલ્લા દોઢ મહિનાથી ફરીથી રોડ બનાવવામાં આવ્યો નથી

રોડ બનાવ્યા બાદ અહી ગટર લાઈન નાખવામાં આવી હતી. રોડ ખોદી નાખ્યા પછી છેલ્લા દોઢ મહિનાથી ફરીથી રોડ બનાવવામાં આવ્યો નથી. રસ્તા પર પથ્થર ઉડે છે તેમજ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. વરસાદના કારણે કિચડ પણ થાય છે. જેમાં વાહન ફસાઈ જતા હોય છે. અમારી મહાનગરપાલિકાને વિનંતી છે કે, દોઢ મહિનો થયો છે તો હવે ફરી ત્યાં નવો રોડ બનાવવામાં આવે. જેથી સમસ્યા દૂર થાય અને પ્રજા હેરાન થાય નહિ. -- યોગેશ પટેલ (નાગરિક,ભાવનગર)

વિપક્ષનો વાર : ભાવનગર મહાનગરપાલિકાએ ઓનલાઈન ફરિયાદનો સો ટકા નિકાલ દર્શાવ્યો છે. આ વાત ગળા નીચે ઉતરે તેમ નથી. કોંગ્રેસ સ્પષ્ટ માની રહી છે કે સો ટકા નિકાલ થતો હોય તો પછી ફરિયાદો ઓછી થઈ જવી જોઈએ. ઉપરાંત એક સમય એવો પણ આવે કે ફરિયાદ ન હોય. જે સમસ્યા સામે આવે છે તેનું નિરાકરણ કરીને હાલ પૂરતી સમસ્યા દૂર કરવામાં આવે છે. પરંતુ થોડા સમયમાં એ સમયસર ફરી ઉદભવે છે. ભાવનગર શહેરમાં અનેક રસ્તાઓમાં વરસાદી પાણી ભરાવા અને બારેમાસ ગટર ઉભરાવાની સમસ્યાઓ જોવા મળતી હોય છે.

  1. Bhavnagar News : મફતનગરની પિંજણમાં એકનું મૃત્યુ થતાં મામલો ગરમાયો, મેવાણીએ આવીને સરકાર પર કર્યા પ્રહાર
  2. Bhavnagar News : ભાવનગરમાં સાચા ગરીબ કોણ ? સરકારી આવાસ છતાં મફતનગરો હટાવવા જતા મામલો ગરમાયો

Last Updated : Jun 24, 2023, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.