ભાવનગર: મોજીલા મામા મારા મોજ કરાવે...મામાની મીઠી નજર જેના પર હોય તેનો વાળ પણ વાંકો થતો નથી. મોજીલા મામા હંમેશા તેમના ભક્તોને મોજ કરાવે છે. મામા ને વાલો ભાણો એટલે મામા કયારે પણ પોતાના ભાણીયાઓને નિરાશ કરતા નથી. તેમના શરણે જતા તમામ લોકો પર મીઠી નજર રાખે છે. આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરમાં આવેલા બ્લુ હિલ હોટલ સામે આવેલા મામાદેવનું સ્થાનક વિશે. મામાદેવ આ સ્થાનક પર 50 વર્ષ કરતા પણ વધુ સમયથી બિરાજમાન છે. મામાદેવનો ઓટલો મળી જાય તે કયારે દુઃખી થતા નથી.
આસ્થાનું કેન્દ્ર: મામાદેવનો ઓટલો અનેક દુખિયાઓના દુઃખ દૂર કરવાનું આસ્થાનું કેન્દ્ર છે. ગુરુવારના રોજ સવારમાં ભક્તોની ભીડ જામે છે. મામાદેવનો સબંધ બ્લુ હિલ હોટલના માલિક સાથે સીધો જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. ગુરુવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. એક નહીં દરેક ગુરુવારે ભક્તો મામાના ઓટલે આવે છે.મામાદેવના મંદિરમાં લોકોની આસ્થા
મામાદેવનું સ્થાનક: ભાવનગર શહેરમાં પીલગાર્ડનની દિવાલે સ્પર્શીને આવેલું મામાદેવનું સ્થાનક આવેલું છે. જશોનાથ સર્કલથી કાળાનાળા તરફ જવાના માર્ગ પર આવેલું સ્થાનક મામાદેવનું સમગ્ર શહેરમાં પ્રખ્યાત છે. મામદેવના પરચા અને લોકોની માનતાને પગલે હલ થતી સમસ્યાને લઈને મામાદેવ સમગ્ર શહેરમાં લોકપ્રિયતા ધરાવે છે. ગુરુવાર નિમિતે મામાદેવના ઓટલા પર લોકો શ્રદ્ધાભેર ગુલાબ અને અત્તર ચડાવીને પોતાની આસ્થા દર્શાવતા નજરે પડે છે. અગરબત્તી,ગુલાબ અને અત્તર અને શ્રીફળ વધેરીને લોકો પોતાની ભાવનાઓ ઈશ્વરીય શક્તિ સામે મૂકે છે.
50 વર્ષ પૌરાણિક ઇતિહાસ: મામાદેવ ભાવનગર શહેરના પિલગાર્ડનની પાછળ આજથી 50 વર્ષ પહેલા બ્લુહિલ હોટલના પાયા ખોદવામાં આવી રહ્યા હતા. ત્યારે બ્લુ હીલ હોટલના પાયા ખોદવાના સમયે તળમાંથી નીકળતું પાણી બંધ નહોતું થતું. મામાદેવે પરચો બતાવ્યા બાદ બ્લુ હિલ હોટલના માલિકોએ મામાદેવની આસ્થાભેર પૂજા અર્ચના કરવામાં આવતા પાયામાંથી નીકળતું પાણી બંધ થઈ ગયું હતું. આ પરચા બાદ હોટલના માલિક દ્વારા ખીજડા પાસે મામાદેવના ઓટલાનું નિર્માણ કરીને સંચાલન કરવામાં આવે છે. ખીજડા પાસે પણ મામાદેવનું સ્થાનક હોવાથી લોકો ત્યાં નત મસ્તક નમાવે છે.આજથી 50 વર્ષે પૂર્વેથી બ્લુહિલ હોટલના માલિકો દ્વારા મામાદેવની આસ્થા પૂર્વક પૂજા અર્ચના થાય છે. તેમ સેવક અને પૂજા અર્ચના કરતા પ્રેમજીભાઈએ જણાવ્યું હતું. આથી સમગ્ર શહેરમાં મામાદેવના પરચાની વાત વહેતી થયા પછી લોકોની પણ શ્રદ્ધા અને ભાવના મામાદેવ સાથે જોડાય જતા શહેરવાસીઓ પણ માથું ટેકવવા જાય છે.
હોટલ વાળા મામાદેવ:મામાદેવનો હવન અને સેવાકીય પ્રવૃતિઓ ભાવનગરના પીલ ગાર્ડન પાસે આવેલા મામાદેવને બ્લુ હોટલ વાળા મામાદેવ તરીકે જ ઓળખવામાં આવે છે. ગુરૂવારના દિવસે અહીંયા લોકોની ભીડજામે છે. આ સાથે મામાદેવના ઓટલે ગુરૂવારના રોજ ભવ્ય ભીડ સાંજના સમયે જોવા મળે છે. મામાદેવના સાનિધ્યમાં દેશી દવાઓ,અન્નક્ષેત્ર ગરીબ લોકો માટે ચલાવવામાં આવે છે. મામાદેવને ગુલાબ અને સિગરેટ અર્પણ કરવાની ધાર્મિક માન્યતા છે. આથી ભાવિ ભક્તો પોતાની આસ્થાભેર મામાદેવને ચીજ વસ્તુઓ અર્પણ કરે છે. જો કે એક વર્ષ દરમ્યાન હવન પણ કરવામાં આવતો હોય છે. તેમ સેવક પ્રેમજીભાઈએ જણાવ્યું હતું.