NCPમાં જોડાતા સમયે તેમની પાસે શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. શંકરસિંહે ભાજપને લંપટ, ચીટર લોકોનો પક્ષ હોવાનું કહી પ્રહાર કર્યો હતો. ભાજપમાં ચાલતી બળવા જેવી સ્થિતિમાં પણ શંકરસિંહેે મજબૂત કરોડરજ્જુ જોઈએ તેમ જણાવ્યુ હતું.
![શંકરસિંહના ભાજપ પર પ્રહાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-shankarsinh-avb-chirag-720860_25012020164213_2501f_01803_723.jpg)
ભાવનગર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને પાટીદાર સમાજના આગેવાન ભીખાભાઇ જાજડિયા કોંગ્રેસને બાય બાય કહીને NCPમાં જોડાઈ ગયા હતા. ભીખાભાઇ સીદસર ગામે શાળામાં કાર્યક્રમ યોજીને શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં એનસીપીમાં જોડાયા હતા. ભાવનગરમાં ભાજપ કોંગીસથી કંટાળી ગયેલા મતદારોને આગામી મનપાની ચૂંટણીમાં નવો પક્ષ વિકલ્પમાં મળશે તેમ શંકરસિંહ જણાવ્યું હતું. લંપટ,ચીટર આ બધું કહો એટલે ભાજપ શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
![ભીખાભાઈ જાજડિયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-shankarsinh-avb-chirag-720860_25012020164213_2501f_01803_365.jpg)