ભાવનગરઃ શહેર કોરોના માટે હોટ સ્પોટ બની ગયુ છે, ત્યારે શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 23એ પહોચી છે. ભાવનગર શહેરના કન્ટેન્ટ જોન જાહેર કરેલા સાંઢયાવાડ વિસ્તારમાંથી સૌથી વધુ કેસ કોરોનાના પોઝિટિવ મળતા તંત્ર દ્વારા આ વિસ્તારને હોટ સ્પોટ જાહેર કરી એરિયાને કોરોના કન્ટેન્ટ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે શુક્રવારે સાંજના સમયે કન્ટેન્ટ વિસ્તારમાંથી એક પરિવારના માતા-પિતા અને તેમની 4 વર્ષની બાળકીની દવા લેવાના બહાને ઘરની બહાર નીકળ્યા હતા.
ઘર બહાર નીકળતા જ રસ્તાઓ પર ચેક પોસ્ટ પાસે પોલીસ મળતા પોલીસને બાળકીની દવા લેવા જવાનું કહી ત્યાંથી નીકળવામાં તેઓ સફળ રહ્યા હતા, ત્યારબાદ પરિવાર તેમની ચાર વર્ષની બાળકી સાથે સાંજના સમયે ઘોઘા સ્થિત પોતાના સબંધીને ત્યાં પહોચ્યા હતા.
મળતી માહિતી મુજબ ગામમાં પણ કોઈને ખબર ન પડે તે રીતે ગામમાં ઘુસ્યા હતા, પરંતુ કોરોના વાઇરસના સંક્રમણ સમયે તંત્ર દ્વારા સતર્કતા જાળવવા ગામના લોકોને તંત્ર દ્વારા જણાવેલી સતર્કતા કામ આવી હતી. ગામના લોકોએ આ પરિવાર ભાવનગરના કન્ટેન્ટ ઝોનમાંથી આવતા હોવાની જાણ થતા જ ગામના લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી અને તંત્રની આરોગ્ય ટીમ તેમજ ઘોઘા પોલીસ દોડી ગઈ હતી. તંત્ર દ્વારા ઊંડી તપાસ કરવામાં આવી હતી તેમજ તેમના બ્લડ સેમ્પલ રીપોર્ટ લેવામાં આવ્યા હતા.
જેમાં પરિવારની ચાર વર્ષની બાળકીનો રીપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલી છે, ત્યારબાદ તંત્ર દ્વારા વધુ પુછપરછ કરતા પરિવારની મહિલા દ્વારા જણાવેલુ કે તેઓ શુક્રવાર સાંજે બાળકીની દવા લેવાનું બહાનું કાઢીને ઘરેથી નીકળી ઘોઘા ખાતે આવ્યા હતા.
જો કે બાળકીનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા ગામમાં કેટલા પરિવારના સંપર્કમાં આવ્યા હોય તે બાબતની તપાસ ચલાવી રહી છે. તેમજ તંત્ર દ્વારા મહિલા ભાવનગરના કન્ટેન્ટ કરેલા વિસ્તારમાંથી દવાના બહાના હેઠળ કાયદાનાં ભંગ બદલ પોલીસ ફરિયાદ કરી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.